
ગુજરાત ભાજપ(BJP)માં આંતરિક ડખ્ખા વધી રહયા છે અને અસંતોષ-જૂથવાદ અત્યંત વધી ગયો છે તાજેતરમાં નગરપાલિકાથી લઈ APMCમાં ભાજપ વિરુદ્ધ ભાજપ જોવા મળ્યું છે અને વિપક્ષતો દૂરની વાત થઈ ગઈ છે ત્યારે હવે પાટણ નગરપાલિકામાં ખુદ પ્રમુખે પોતાની જ પાર્ટીના છ કાઉન્સીલર સામે પગલાં ભરવા મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકીય માહોલ ગરમાયો છે. પાટણમાં 2020થી વિકાસના કામમાં ખુદ ભાજપના જ કાઉન્સીલરો અવરોધ ઉભો કરી વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યાની ફરિયાદ નગર પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે.
ન.પા પ્રમુખ હિરલબેન પરમારે પત્રમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનાં આદેશથી તા. 9/1/2020નાં રોજથી તેઓએ પ્રમુખ પદ સંભાળ્યું તે દિવસથી ભાજપના છ નગરસેવકો શૈલેષ મોહનભાઈ પટેલ, મનોજ ખોડીદાસ પટેલ, મનોજ નગરભાઈ પટેલ, ડો.નરેશ દવે, મુકેશ જેઠાભાઈ પટેલ અને બીપીનભાઇ વિકાસનાં કામોમાં રોડા નાંખતા આવ્યા છે અને સામાન્ય સભામાં વિપક્ષની ભૂમિકા ભજવતા આવ્યા છે. તેમણે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતનાં 1નો પત્રમાં આક્ષેપો કર્યા છે કે, જ્યારથી તેઓ પ્રમુખ પદ સંભાળી રહ્યા છે ત્યારથી આ સુધરાઈ સભ્યો હંમેશાં કામોને મુલત્વી કે નામંજૂર કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું છે કે, તા.30/10/2025ની સામાન્ય સભામાં ભાજપના કાઉન્સીલર હોવાછતાં તેઓએ કોંગ્રેસનાં પાંચ સભ્યોની મદદ લઈને બહુમતિ સાથે વિકાસના કામો નામંજૂર કર્યા હતાં. જે કામો નામંજૂર કરાયા તેમાં સાયરનની ખરીદી, ગાર્ડન માટે સ્ટ્રીટ લાઈટ, નગરપાલિકાનું નવું બિલ્ડીંગ બનાવવા માટે સરકારની ગ્રાન્ટ મળતી હોવા છતાં તે કામનાં ખર્ચની બહાલીનાં કામોને નામંજૂર, ડ્યુરેબલ રોડ બ્રશની ખરીદી,કચરો બાળવાનું મશીન, કેનાલ પર સોલાર સિસ્ટમ, વગેરેનો સમાવેશ થાય છે.
આમ, અહીં ભાજપ વિરુદ્ધ ભાજપનું વાતાવરણ જોવા મળ્યું છે અને આંતરિક મતભેદો સપાટી ઉપર આવ્યા છે, સામાન્ય સભાનાં સત્તાધારી પાર્ટીનાં કેટલાક સભ્યોએ એજન્ડા પરના કામોનો વિરોધ કરી નામંજૂર કરીને શહેરની જનતાનાં વિકાસનાં કામોમાં વિક્ષેપ ઉભો કર્યા હોવાના આક્ષેપો લાગ્યા છે.
પ્રજાલક્ષી ગ્રાન્ટોનાં કામોનો વિરોધ કરીને ભાજપ પક્ષના જ છ કોર્પોરેટરોએ વિકાસના કામમાં અવરોધ ઉભા કર્યો હોવાનો આક્ષેપ પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે કર્યો હતો અને આ અને મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરી પગલા ભરવા માંગ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાટો આવ્યો છે. આમ, રાજ્યભરમાં ભાજપમાં આંતરિક મતભેદો સપાટી ઉપર આવી રહયા છે.
આ પણ વાંચો:
ભાજપ MLA બગડ્યા!, પક્ષના જ કાર્યકરોને ગદ્દાર કહી ચેલેન્જ ફેંકી, ડભોઇ APMCમાં એકપણ સીટ જીતી બતાવો!
Bhavanagar: દારુની હેરાફેરી પર રેડ પાડતાં પોલીસ અને બૂટલેગરો વચ્ચે ઝપાઝપી, વાંચો વધુ
Kutch: ગોપાલ ઈટાલિયાને જાહેર સભા સવાલ પૂછાયો, તો જાણો શું કહ્યું?








