વડોદરામાં ફ્લાયઓવર બાબતે લોકોમાં રોષ; ભાજપ વિરોધી લાગ્યા અનેક બેનર; તંત્ર ધંધે લાગ્યું

  • Gujarat
  • December 22, 2024
  • 0 Comments

વડોદરામાં આવેલા વાસણા બ્રિજને લઈ વિરોધનો સૂર ઊઠ્યો છે. સીએમના આગમન પૂર્વે જ વડોદરા શહેરમાં ક્રાંતિકારી સેનાના નામે ભાજપ વિરોધી બેનર લાગતા દોડધામ મચી હતી.

શહેર ભાજપ દ્વારા કારેલીબાગમાં નિર્માણાધીન નમો કમલમ કાર્યાલયના તક્તી અનાવરણનો આજે (22 ડિસેમ્બર) સાંજે 5 કલાકે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ તક્તી અનાવરણ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે.

આ વચ્ચે વાસણા જંક્શન બનનારા બ્રિજના વિરોધમાં આંદોલન કરી રહેલા ક્રાંતિકારી સેના દ્વારા વડોદરાના નારાજ લોકોની વેદના વ્યક્ત કરતાં બેનરો લગાડવામાં આવ્યા છે. આ બેનરો વડે કામ વગર બનાવી દેવામાં આવેલા ફ્લાયઓવરનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં સમા, વૃંદાવન ચાર રસ્તા, ખોડિયાર નગર, સોમા તળાવ અને વાસણા રોડ જંક્શન ઉપર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વાસણા રોડ જંક્શન ઉપર ફ્લાયઓવર બ્રિજ તેમજ ભાયલીમાં કેનાલ ઉપર બ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

લોકમતે ફ્લાયઓવર બિનજરૂરી

તાજેતરમાં પણ સ્થાનિક લોકો દ્વારા ફ્લાયઓવર બ્રિજના વિરોધમાં બેનરો લગાડવામાં આવ્યાં હતાં. બેનરોમાં જણાવ્યું છે કે, અમે ફ્લાયઓવર બ્રિજનો‌ વિરોધ કરીએ છીએ. જો આ બ્રિજ બનાવવામાં આવશે તો કોઇ રાજકીય નેતાઓએ આગામી ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં. સ્થાનિક લોકોએ વાસણા જંક્શન ઉપર બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવર બ્રિજને બિનજરૂરી ગણાવી વિરોધ દર્શાવ્યો હતો.

જોકે, વિરોધને નજરઅંદાજ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ભાજપ સરકારમાં વિરોધ પ્રદર્શનને ક્યારેય ગંભીરતાથી લેવામાં આવતું નથી. લોકો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને સરકારને રજૂઆતો કરતી રહે છે પરતુ ભાજપ સરકારમાં સામાન્ય લોકોની અવાજ સાંભળવામાં આવી હોય તેવા કિસ્સાઓ ઘણા ઓછા છે.

આ મામલે સ્થાનિક મનિષાબેન રાઠોડે જણાવ્યું હતું કે, ભાયલી કેનાલ ઉપર બ્રિજની જરૂર જ નથી. આ નાણાંનો વેડફાટ છે અને અનેક મુશ્કેલીમાં વધારો થશે. અમે અગાઉ રજૂઆત કરી ચૂક્યા છીએ. જો બ્રિજનું કામ બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરતાં ખચકાશું નહીં.

ભાયલીના સ્થાનિક લોકોનું કહેવું છે કે, કોર્પોરેશન દ્વારા 12 ફૂટની કેનાલ ઉપર 72 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા જઇ રહ્યો છે, જેની કોઇ જરૂરિયાત નથી. નાળું બનાવી શકાય તેમ છે. નાણાંનો વ્યય કરવામાં આવી રહ્યો છે. આ બ્રિજની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી અમારી માંગણી છે, નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં પાછલા ઘણા વર્ષોથી સત્તાધારી પક્ષનો વિરોધ કરનારાઓને કોંગ્રેસી જાહેર કરી દેવામાં આવી રહ્યા છે. તેથી હવે સામાન્ય લોકો પણ પોસ્ટર વડે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. રાજ્યમાં જનતા પોતે પણ ખુલીને સરકારનો વિરોધ કરી શકી નથી. શું આને લોકશાહી કહીશું?

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 1 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

  • February 2, 2026
  • 3 views
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

  • February 2, 2026
  • 13 views
Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 9 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 8 views

  • 15 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો