
મહારાષ્ટ્રના પરભણી જીલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ત્રીજી પુત્રીના જન્મ બાદ પતિએ પત્ની પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી છે. આ ઘટનામાં મહિલાનું મોત થયું છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. પરભણીની આ હૃદયદ્રાવક ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પત્નીએ ત્રીજી વખત પુત્રીને જન્મ આપ્યો હોવાના કારણે બંને વચ્ચે લાંબા સમયથી અવારનવાર ઝઘડા થતા હતા. આ ઘટના ગંગાખેડ નાકા વિસ્તારમાં બની હતી.
ત્રીજી બાળકીને જન્મ આપતાં મહેણા બોલતો
મળતી જાણકારી અનુસાર પોલીસે મૃતક મૈના કુંડલિક કાલેની બહેનની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. જેમાં બહેને જણાવ્યું છે કે આરોપી કંડલિક ઉત્તમ કાલે તેની પત્નીને ફરીથી પુત્રીને જન્મ આપવા માટે ટોણા મારતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તે અવારનવાર ખોટી ગાળો બોલી ઝઘડતો હતો. ત્યારે 26 ડિસેમ્બરની રાત્રે જ્યારે વિવાદ વધી ગયો, ત્યારે કુંડલિકે તેની પત્નિ પર પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી હતી.
ડોકટરો તેનો જીવ બચાવી શક્યા ન હતા
પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેતાં પત્ની ગંભીર રીતે દાઝી ગઈ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જો કે મહિલાનું સારવાર દરમિયાન મોત થઈ ગયુ. પીડિતાની બહેનની ફરિયાદ બાદ પોલીસે પતિની ધરપકડ કરી છે. આરોપીએ પતિએ પુત્રની લાલસામાં પત્નીનો જીવ લેતાં વિસ્તારના લોકો અને તેના પરિવારજનોએ તેના પર ફિટકાર વરસાવી છે.
આ ઘટનાને લઈને પરભણીમાં ગુસ્સો છે જે દર્શાવે છે કે દીકરીઓ પ્રત્યેનું વલણ બદલાયું નથી.