મોદી મહારાજને પુછ્યાં વિના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આ કેવી “પ્રતિજ્ઞા” લીધી!!?

  • આતંકવાદી હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી સન્માન નહીં સ્વિકારે સી.આર. પાટીલ.
  • પીએમ મોદીએ કાલે જ કેરાલામાં મિત્ર ગૌતમ અદાણીના હસ્તે સન્માન સ્વિકાર્યું હતું.
  • બિહારમાં ચૂંટણી પ્રચાર અને કેરાલામાં અદાણીની ચિંતા કરી રહેલાં મોદી મહારાજ આતંકી હુમલાનો બદલો કેટલાં વર્ષે લેશે?
  • શું સી. આર. પાટીલ આખી જીંદગી સન્માન નહીં સ્વિકારી શકે? કે પછી પોતાની પ્રતિજ્ઞામાં કન્ડિશન એપ્લાય કરેલી છે?

BJP leader C R Patil પહેલગામ આતંકી હુમલાને લગભગ 10 દિવસ જેટલો સમય થઈ ગયો છે. હજી સુધી વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ આ બાબતે કોઈ જ નક્કર પગલાં લીધાં હોય તેવું જાણવા મળતું નથી. બધી જવાબદારીઓ સેનાઓના માંથે સોંપીને મોદી મહારાજ મિત્ર અદાણીના પોર્ટના ઉદ્ઘાટન સહિતના અતિ મહત્વના કાર્યોમાં વ્યસ્ત છે. ત્યારે સુરતમાં સી.આર. પાટીલે એક અલગ જ પ્રકારની પ્રતિજ્ઞા લીધી હોવાનું સામે આવ્યું છે. એક કાર્યક્રમમાં પુષ્પગુચ્છથી સી.આર. પાટીલનું સન્માન કરવાનું હતું પણ, સી.આર. સાહેબે કહી દીધું કે નહીં… જ્યાં સુધી આતંકી હુમલોનો બદલો નહીં ત્યાં સુધી સન્માન નહીં.

આમ તો, શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીમાં મોદી અને શાહને પુછ્યાં વિના પાણી પીવાની પરંપરા નથી. છતાં, સી.આર. પાટીલે કદાચ પીએમ મોદીને પુછ્યા વિના આવી કઠોર પ્રતિજ્ઞા લઈ લીધી છે. હવે આ પ્રતિજ્ઞા જુમલાબાજી સાબિત થાય છે કે, નહીં. એ તો ભવિષ્ય જાણે. આમેય ભાજપીઓના કથનમાં ક્યાંકને ક્યાંક કન્ડિશન સંતાયેલી હોય છે.

જેમ મોટી મોટી કંપનીઓની જાહેરાતમાં મોટી મોટી વાતો સાથે નાના કુંડાળામાં c લખેલો હોય છે. એવી જ કન્ડિશન ભાજપીઓની જાહેરાતમાં જોવા મળતી હોય છે. ત્યારે કદાચ ભવિષ્યમાં સી.આર. પાટીલ પણ કન્ડિશન જાહેર કરીને સન્માન સ્વિકારી લે તો નવાઈ પામવાં જેવું નથી.

ભૂપા દાદા, કહી શકે છે કે, જાહેર મંચ પર આવી પ્રતિજ્ઞા લેવાં પાછળ પાટીલનો એજન્ડા શું હોઈ શકે?

પોતાની જાતને સંવેદનશીલ કહેવડાવી સંતોષ પ્રાપ્ત કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે વડોદરામાં પોતાની સંવેદનાનું વરવું પ્રદર્શન કર્યું હતું. ન્યાય માટે વલખાં મારતી હરણી બોટકાંડમાં વ્હાલુંડાને ગુમાવનાર માતાઓને મુખ્યમંત્રીએ મંચ પરથી પુછી નાંખ્યું કે, તમે કોઈ એજન્ડા સાથે આવ્યાં છો. તો શું આજે જ્યારે સી.આર. પાટીલે મંચ પરથી આવી પ્રતિજ્ઞા લીધી. અને એની જાહેરાત કરાવડાવી. તો કથિત સંવેદનશીલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જણાવી શકે છે, કે આવું કરવા પાછળ સી.આર. પાટીલનો એજન્ડા શું હોઈ શકે છે?

એક દાયકાનો ટ્રેક રેકોર્ડ ધરાવતાં મોદી મહારાજ, સી.આર. પાટીલની પ્રતિજ્ઞા પુરી કરી શકશે?

ભૂતકાળમાં આતંકવાદી હુમલાથી માંડી મોંઘવારી સુધીની બાબતો અંગે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી ખૂબ આકરાં શબ્દોમાં કેન્દ્ર સરકારની ટીકા કરીને, પ્રશ્નો ઉઠાવીને તાળીઓ પડાવતાં હતાં. પરંતુ, છેલ્લાં એક દાયકામાં પોતે જ્યારે કેન્દ્રમાં પહોંચ્યા છે ત્યારથી તેમનો ટ્રેક રેકોર્ડ એમનાં જ શબ્દોને જુઠ્ઠા પાડનારો સાબિત થયો હોય તેવા અનેક દાખલાઓ છે. બહુ બધી વાત ના કરીએ, પણ પુલવામાં આતંકી હુમલા અંગે તાળીયો પડાવતાં ભાષણો કરનાર મોદી મહારાજ બાદમાં શું કરી શક્યાં? 370 હટાવ્યા બાદ જમ્મુ – કાશ્મિર આતંકવાદ મુક્ત થઈ ગયું હોવાનો બણગાં ફુંકનારા મોદી મહારાજ અત્યારે પહેલગામ આતંકી હુમલા બાદ તાળીઓ પડાવતાં ભાષણો કરી ચૂક્યાં છે.

આર્મી, નેવી અને એરફોર્સના સર્વોચ્ચ પદે રાષ્ટ્રપતિ હોય છે. તેથી ત્રણેય સેના પાંખને કોઈ નિર્દેશ કરવો હોય તો રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કર્યા બાદ લેવો પડે. જોકે, મોદી સાહેબે તો મીડિયામાં જાહેરાત કરાવી દીધી છે કે, ત્રણેય સેના પ્રમુખોને છુટ્ટો દોર આપી દેવામાં આવ્યો છે. ચલો એ તો ઠીક છે મોદી હૈ તો સબકુછ મુમકીન હૈ… પણ, હવે સેનાએ રણનિતી ઘડવા માટે ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. ઘણી બાબતો પર વિચાર વિમર્શ કર્યા બાદ નક્કી થશે કે પાકિસ્તાન પર હુમલો કરાય કે ના કરાય? હુમલો કરવા બાબતે તો બહુ પછી વિચાર આવે. પહેલાં તો હાલના સંજોગોમાં પાકિસ્તાન પર હુમલો કરવો કે નહીં? એનો જ સેના વિચાર કરી રહી હોય.

બે દેશો વચ્ચેની લડાઈ બે પાડોશીઓ વચ્ચે થતી દંડા કે ગડદાં પાટુની લડાઈ જેવી ના હોય. એમાં ઘણાં પરિબળો પર વિચાર વિમર્શ કરવો અનિવાર્ય હોય છે. અને એમાંય પાકિસ્તાન પણ અણુશક્તિ ધરાવતો દેશ છે એટલે યુદ્ધના અલગ અલગ આયામો પર સેનાનાં નિષ્ણાંતો વિચાર વિમર્શ કરશે.

આ બધું કહેવાનો અર્થ એટલો જ કે આગામી 4 – 6 મહિનામાં તો પાકિસ્તાન પર એટેક થાય એવું કંઇ લાગતું નથી. ત્યારે સી.આર. પાટીલે પોતાનાં મનથી જે પ્રતિજ્ઞા લઈ લીધી છે એ ત્યાં સુધી તો પુરી થાય એવું લાગતું નથી. અને 4 – 6 મહિના બાદ તો પ્રજા પહેલગામ એટેકને ભુલી જાય તેવી શક્યતા છે. અને કદાચ પ્રજા નહીં ભુલી શકે તો મોદી મહારાજ જાતિગત વસ્તી ગણતરી જેવી કોઈ બીજો મુદ્દો લાવી પ્રજાને પહેલગામ એટેક ભુલાવી દે તેવી પૂરી શક્યતાઓ છે. બિહાર ચૂંટણીમાં કંઈક થાય અને દેશ આખો એના પર ધ્યાન લગાવી દે તો પણ નવાઈ નહીં.

આ બધું વિચારતાં એક સામાન્ય પ્રશ્ન થાય છે કે, શું સી. આર. પાટીલ આખી જીંદગી સન્માન નહીં સ્વિકારી શકે?

આપને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવશો.

આ પણ વાંચોઃ

Gujarat: ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા

Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?

Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર

ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal

Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે

 

 

Related Posts

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર
  • October 28, 2025

ગુજરાતમાં કેટલીક APMC  પર કેટલાક તત્વોએ રીતસર કબ્જો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે અને ખેડૂતોને બદલે આવા તત્વો મફતમાં ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. હાલમાં…

Continue reading
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી
  • October 28, 2025

Swaminarayan Controversy: વડતાલ સ્વામિનારાયણ મંદિર, જે હિન્દુ ધર્મનું પ્રતિષ્ઠિત કેન્દ્ર માનવામાં આવે છે, તાજેતરમાં વિવાદોના કેન્દ્રમાં છે. સાધુઓ પર લગાતા ગંભીર આરોપો જેમ કે મહિલાઓ સાથે અયોગ્ય વર્તન, દુષ્કર્મ, સૃષ્ટિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • October 28, 2025
  • 6 views
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

  • October 28, 2025
  • 3 views
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

  • October 28, 2025
  • 13 views
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

  • October 28, 2025
  • 15 views
Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

  • October 28, 2025
  • 14 views
AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

  • October 28, 2025
  • 19 views
Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ