
Narendramodi: દેશમાં ગેસનું મહા સંકટ ઉભું થયું છે અને લોકો ગેસ લેવા લાઈનો લગાવીને ઉભા હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે પણ સરકાર આ બધું માનવા તૈયાર નથી એક પત્રકારે ગેસ માટે લાઈનો લગાવનાર લોકોને બતાવવાનો પ્રયાસ કર્યો તો તેની સામે એક્શન લેવામાં આવ્યા પણ બીજી તરફ ગેસની અછત વચ્ચે હોટલમાં સ્મશાનના કોલસા વપરાતા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
બિહારના પટનામાં દૈનિક ભાસ્કરના એક પત્રકારે હાથ ધરેલા સ્ટિંગ ઓપરેશન દરમિયાન સ્મશાનના કોલસાનો હોટલોમાં વપરાશ થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો કરતા ભારે હાહાકાર મચ્યો છે.
ઉલ્લેખનીય છે કે બજારમાં લાકડાના સામાન્ય કોલસાની કિંમત અંદાજે ₹25 પ્રતિ કિલો હોય છે, જ્યારે સ્મશાનનો આ કોલસો માત્ર ₹6 થી ₹9 માં મળી રહે છે પરિણામે સ્મશાનના કોલસા સસ્તા મળતા હોય હોટલ અને રેસ્ટોરન્ટ વાળા ખાસ કરીને તંદૂરી રોટી, ચિકન અને અન્ય તંદૂરી આઈટમો રાંધવા માટે આ કોલસાનો ઉપયોગ કરી રહયા છે.
પટનાના બાંસ ઘાટ અને ગુલબી ઘાટ જેવા વિસ્તારોની આસપાસની હોટલોમાં આ કોલસા લઈ જવાતા હોવાનું સામે આવ્યું છે આતો પકડાયું એટલે ખબર પડી બાકી દેશભરમાં આવું થઈ રહ્યું હોય તેવી આશંકા છે આમ,દેશમાં સર્જાયેલી અફરા તફરી મામલે સિનિયર પત્રકારો મયુર જાની અને રાજેશ ઠાકરે વિસ્તુત ચર્ચા કરી છે જે જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







