PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

PM Modi: PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓની મોટી મોટી વાતો માત્ર બોલવા ખાતર બોલી નાખી પછી ભૂલી ગયા હોવાના અનેક દાખલા છે ત્યારે હાલમાં ઈરાન યુદ્ધના કારણે ભારતમાં સર્જાયેલા ગેસ તેમજ પેટ્રોલ-ડીઝલના સંકટ સમયે નરેન્દ્ર મોદીની એક વાત ફરી યાદ આવી ગઈ છે તેઓએ કહ્યુ હતુ કે ગુજરાતમાંથી વિપુલ પ્રમાણમાં ગેસ અને તેલના ભંડારો મળી આવ્યા છે કે હવે દેશમાંજ આ મોટો પુરવઠો પ્રાપ્ત થવાનો છે અને મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે પણ આજે તે શબ્દો-જાહેરાતનું કોઈ મૂલ્ય નથી અને બધા ભૂલી ગયા છે.

૧૭ જુલાઈ ૨૦૦૮ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ભંડારો અંગે મહત્વની જાહેરાતો કરી હતી, મોદીએ જાહેરાત કરી હતી કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) દ્વારા KG બેસિનના દીનદયાલ બ્લોકમાં (ખાસ કરીને KG-22 કુવામાં) અંદાજે ૩ ટ્રિલિયન ક્યુબિક ફીટ (TCF) ગેસનો ભંડાર મળ્યો છે. તેમણે આ શોધની કિંમત અંદાજે $100 બિલિયન (આશરે ₹4 લાખ કરોડ) હોવાનું જણાવ્યું હતું.

KG બેસિનની સાથે તેમણે ખેડા જિલ્લાના તારાપુર અને અમદાવાદ જિલ્લાના ધોળકા (ઇગોલી ગામ નજીક) વિસ્તારમાં પણ ક્રૂડ ઓઇલના ભંડાર મળ્યા હોવાની પુષ્ટિ કરી હતી, જાહેરાત સમયે તેમણે જણાવ્યું હતું કે આ શોધ ગુજરાતની લાંબા ગાળાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે. જોકે, બાદમાં આ પ્રોજેક્ટમાં ટેકનિકલ પડકારો અને અપેક્ષા કરતા ઓછું ઉત્પાદન થવાને કારણે વિવાદો પણ સર્જાયા અને ફજેતી બાદ હવે બધું ભુલાઈ ગયું છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત રીતે સમજ આપી છણાવટ કરી છે, જે જોવાનું ચૂકશો નહિ જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો
  • March 24, 2026

Kutch: કચ્છ રણ અભયારણ્ય ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કચ્છના મોટા રણમાં આવેલું અભયારણ્ય છે, જે ફેબ્રુઆરી ૧૯૮૬માં જાહેર કરવામાં આવ્યું હતું. વિસ્તાર પ્રમાણે તે ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે.૦.૫ થી…

Continue reading
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!
  • March 24, 2026

PM Modi: કેન્દ્રમાં જ્યારે મનમોહન સિંહ સરકાર હતી ત્યારે ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી જે જે વાતો કરતા હતા તે હવે તેઓને જ સવાલ કરી રહી છે તેઓના જુના ભાષણો એ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 1 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

  • March 25, 2026
  • 3 views
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 3 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 5 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 12 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 16 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”