
PM modi Podcast: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં પ્રેસ કોન્ફોરન્સ ન કરવાની છાપ ધરાવે છે. જેથી તેમની પ્રેસ કોન્ફરન્સ ન કરવા મુદ્દે ભારે ટીકા થતી હોય છે. અચરજની વાત એ છે કે તેઓ તાજેતરમાં અમેરિકા ગયા ત્યારે તેમણે ટ્રમ્પ સાથે PM મોદીને પ્રેસ કોન્ફરન્સ યોજવી પડી હતી અને જવાબ પણ આપવા પડ્યા હતા. તેઓ અદાણી મુદ્દે પૂછેલા પશ્નમાં ફસાયા હતા અને યોગ્ય જવાબ પણ આપી ન શક્યા હતા. ત્યારે હવે તેઓએ ભારતીય પત્રકારોને ઈન્ટરવ્યૂ આપવાને બદલે વિદેશી પોડકાસ્ટને ઈન્ટરવ્યૂ આપ્યો છે.
મોદી મહારાજે LEX FRIDMAN નામના અમેરિકન પોડકાસ્ટર સાથે 3 કલાકથી વધુ સમય સુધી વાત કરી. આનો સાર શું છે? શું મોદીએ ફક્ત વિદેશી પત્રકારો સાથે જ વાત કરવાનું નક્કી કર્યું છે? પ્રેસ કોન્ફરન્સ પણ અમેરિકામાં થઈ, અને પોડકાસ્ટ પણ અમેરિકનો સાથે જ કરાયું. ભારતના પત્રકારો સાથે મોદી વાત કેમ કરતાં નથી? તે એક મોટો સવાલ છે. આ મુદ્દે વીડિયોમાં વધુ ચર્ચા. તમારો અભિપ્રાય આપવો જોઈએ. @Mayurjaniofficial
આ પણ વાંચોઃ ભારતમાં શું કરી રહ્યા છે દુનિયાભરના જાસૂસી વડાઓ? ડોભાલની આગેવાનીમાં દિલ્હીમાં જમાવડો
આ પણ વાંચોઃ Ahmedabad: હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળવા મામલે પર્દાફાશ, એક શખ્સે ગળે ટૂંપો દીધો! જાણો વધુ