Ahmedabad: હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળવા મામલે પર્દાફાશ, એક શખ્સે ગળે ટૂંપો દીધો! જાણો વધુ

Ahmedabad Crime: ગુજરાતમાં દિવસને દિવસે લૂંટ, હત્યા, અત્યાચારોની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. જેનો રેશિયો ઓછો થવાને બદલે વધી રહ્યો છે. જે એક ચિંતાજનક છે. ત્યારે અમદાવાદ શહેરના એરપોર્ટ પર કામ કરતી 22 વર્ષીય યુવતીની તંદૂર હોટલમાંથી લાશ મળવા મામલે એક આરોપીની ધરપકડ કરાઈ છે. નસરીનબાનુ અન્સારી સાથે ચિંતન વાઘેલા નામનો યુવક સાથે રૂમમાં ગયો હતો અને તેને જ ગળે ટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તે યુવતીનો મિત્ર હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપી યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ ચાલી રહી છે.

શું છે ઘટના?

મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરમાં આવેલા રામોલ વિસ્તારમાં રહેતી એરપોર્ટ પર કામ કરતી એક યુવતી નસરીન અન્સારીનો મૃતદેહ હોટલમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. રવિવાર સાંજે(16 માર્ચ) એરપોર્ટ નજીકની જ તેની હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

હોટલ સ્ટાફને જાણ થતાં પોલીસ બોલાવી હતી. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૃતક નસરીન બાનુ મૂળ ઉત્તર પ્રદેશના સંત કબીર નગરના રહેવાસી હતી અને હાલમાં અમદાવાદના રામોલ વિસ્તારમાં મદની નગરમાં રહેતી હતી. નસરીનબાનુ હોટેલમાં પ્રવેશી ત્યારે એક યુવક પણ તેની સાથે હતો અને ત્યારબાદ તેને બહાર નીકળતો સીસીટીવીમાં જોઈ શકાય છે.

જે સીસીટીવીના આધારે પોલીસે આરોપી યુવક ચિંતન વાઘેલાની ધરપકડ કરી છે. ત્યારે હવે પોલીસે બંને હોટલમાં કેમ ગયા હતા, કેમ હત્યા કરાઈ, શું છે આખો મામલો શું છે તે જાણવા પોલીસે ગુનો નોંધી પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

  • Related Posts

    Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ
    • June 25, 2026

    Adulterated Fennel Scam Unjha: ગુજરાતના રસોડામાં સ્વાદ વધારવા માટે વપરાતી વરિયાળી હવે કેટલી સુરક્ષિત છે? મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાંથી સામે આવેલું નકલી વરિયાળીનું કૌભાંડ સાબિત કરે છે કે, આપણે જે…

    Continue reading
    Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો
    • June 25, 2026

    Nutrition Scheme Scam: અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામીણ વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સરકારની કલ્યાણકારી યોજનાઓની પોલ ખોલી નાખી છે. સાકરિયા ગામ પાસેથી પસાર થતા એક પિકઅપ ડાલાને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

    • June 25, 2026
    • 4 views
    Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

    Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

    • June 25, 2026
    • 6 views
    Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

    Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

    • June 25, 2026
    • 9 views
    Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

    Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

    • June 25, 2026
    • 8 views
    Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

    Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

    • June 25, 2026
    • 10 views
    Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

    Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

    • June 25, 2026
    • 10 views
    Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની