PM MODI: સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબ ક્યાથી મળ્યા?

દિલિપ પટેલ, વરિષ્ઠ પત્રકાર

PM MODI:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 માર્ચે ગુજરાત પ્રવાસે છે. આજે બપોરે સુરત એરપોર્ટ આવ્યા બાદ સીધા જ સેલવાસ ગયા હતા. ત્યારબાદ પાછા સુરત આવી રોડ શો કર્યો છે. રોડ શો પૂર્ણ કર્યા બાદ નીલગિરિ ગ્રાઉન્ટ પર આયોજીત જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર ભાષણ આપ્યું છે. તેમાં એક મુદ્દે ગરીબીનો છે. તેમણે સભામાં કહ્યું કે મેં સત્તા સંભાળ્યા બાદ દેશમાંથી 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. અમારી સરકારે ગરીબો માટે અનેક યોજનાઓ બનાવી છે.

જો કે સવાલ એ છે કે મોદી શું સાચુ બોલે છે? સુરતમાં ગરીબીની વાસ્તવિકતા શું છે. અંત સુધી આ અહેવાલ વાંચતા રહો તમને મળશે જવાબ!

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયે સ્માર્ટ સિટી સુરતની 16 એપ્રિલથી 18 એપ્રિલ 2023 માટે નેશનલ મીડિયા ટૂર યોજી હતી. સુરતનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે ઈ. સ. 2000માં સુરતમાં ઝૂંપડપટ્ટીમાં વસ્તી 26 ટકા હતી, હવે ઘટીને 6 ટકા થઈ છે. સુરતની વસ્તી અત્યંત ઝડપથી વધી રહી છે તો બીજી તરફ સ્લમ વસ્તી ઝડપથી ઘટી રહી છે.

મે 2022માં જાહેરાત કરાઈ હતી કે, એક દાયકામાં સુરત શહેરમાં 20.87 ટકા વિસ્તાર ઝૂંપડાનો હતો. 71.30 ટકા ઝુંપડા ઘટી ગયા છે. 2011માં સુરતમાં 20.87 ટકા વિસ્તાર સ્લમ હતો. 2022માં ઘટીને 5.99 ટકા થયો હતો.

સુરત બનશે ‘ઝુંપડપટ્ટી મુક્તની જાહેરાત કરાઈ હતી. ગુજરાતમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા કુલ પરિવારોની સંખ્યા 2023માં 3,45,998 હતી. ઝૂંપડપટ્ટીની કુલ વસ્તી 16,80,000 હતી. 2022 સુધીના 10 વર્ષમાં આ યોજના હેઠળ શહેરમાં 94888 આવાસ બન્યા છે. વિવાદો થતાં 25 ઓગસ્ટ 2021માં ઝુંપડપટ્ટી તોડવા પર સર્વોચ્ચ અદાલતે વચગાળાની રોક લગાવવી પડી હતી.

મિડિયા ટીમ 2023

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયે સ્માર્ટ સિટી સુરતની 16 એપ્રિલથી 18 એપ્રિલ 2023 માટે નેશનલ મીડિયા ટૂર યોજી હતી. મંત્રાલયના એડીજી, મીડિયા એન્ડ કમ્યુનિકેશન, રાજીવ જૈન સાથે પત્રકારો હતા.

1993માં ઝૂંપડા

1993માં સૂરત શહેરસ્થિત ‘સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝ’ સંશોધનસંસ્થાએ સૂરતની ઝૂંપડપટ્ટીઓનું સર્વેક્ષણ કર્યું હતું. તેનાં કેટલાંક તારણો ભારતની વર્તમાન ઝૂંપડપટ્ટીઓની લાક્ષણિકતાઓ રજૂ કરે છે. ગુજરાતના આ ઔદ્યોગિક શહેરના 4.3 લાખ ઝૂંપડાવાસીઓ 94 હજાર પરિવારોમાં વિભાજિત થયેલા હતા.

2022માં દરેકને ઘર

2022 સુધીમાં દેશનો એક પણ નાગરિક ઘરવિહોણો ન રહે તેવું વચન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. રાજયમાં સરકારી જમીન પર ઝુંપડપટ્ટીઓને પીપીપી આવાસ યોજના બનાવી હતી. 60 ટકા ઝુંપડાધારકો સહમત થાય તો પાકુ અને દસ્તાવેજવાળુ ઘર આપવાની નીતિ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા માટે બનાવવામાં આવી હતી. પણ દરેકને ઘર અપાવી શકાયું નથી.

વચને સૂરા, પુરા કરવામાં કાયર

મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે રૂ. 33,000 કરોડના ખર્ચે 50 લાખ મકાનો બનાવશે. જેમાંથી 28 લાખ ગામડામાં અને 22 લાખ શહેરોમાં. પણ ગુજરાત સરકાર ફરી ગઈ હતી અને 2012મા 22 લાખ મકાનો બનાવવાની જાહેરાત કરી હતી. તેમાંથી 2017 સુધીમાં માત્ર 4 ટકા એટલે કે 85,046 હજાર મકાનો બની શક્યા હતા. 2015-16મા 18,574 અને 2016-17મા 35,258 મકાનો ગરીબો માટે બનાવ્યા હતા. 2012થી 2017 સુધી સરકારે રૂ. 3,972 કરોડનો ખર્ચ કર્યો હતો. ગુજરાતને સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા માટે સરકારે રૂ. 2,521 કરોડનો ખર્ચ કર્યો હતો. પણ આજે ઝૂંપડાતો એમના એમ જ છે. એ નાણાં ક્યાં વપરાયા એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે.

બિલ્ડરોને ફાયદો

સુરતમાં આંજણા અને ભાઠેનામાં પીપીપી સ્કીમમાં 17 માળના ટાવરો બાંધવા માટે ઝુંપડપટ્ટી ખસેડવાના મામલે ઊહાપોહ અને મારામારી પણ થઈ હતી.

ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધીને 1.02 કરોડ સુધી પહોંચી ચૂકી છે. સુખી-સમૃદ્ધ ગુજરાતમાં આજે એવી પરિસ્થિતિ પરિણમી છે કે, ગામડાનો માણસ રોજ 26 રૂપિયા પણ વાપરી શકતા નથી. જ્યારે શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના 32 રૂપિયા ખર્ચવા પણ અસમર્થ છે. તેથી તેના બાળકોને ખાનગી શાળામાંથી ખસેડીને સરકારી શાળામાં ભણાવવા મોકલી રહ્યા છે.

સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, વિકસિત ગુજરાતમાં આજે 16.62 ટકા લોકો ગરીબી અવસ્થામાં જીવી રહ્યાં છે. શહેર કરતાં ગામડામાં લોકો દારુણ પરિસ્થિતિમાં જીવન ગાળી રહ્યા છે. ગામડામાં 21.54 ટકા એટલે કે, 75.35 લાખ ગરીબો છે. જ્યારે શહેરમાં ગરીબ લોકોનું પ્રમાણ 10.14 ટકા રહ્યું છે.

27 લાખ ગરીબો શહેરમાં

શહેરમાં ગરીબોની સંખ્યા વધીને 26.88 લાખ સુધી પહોંચી છે. કુલ મળીને સુખી સંપન્ન ગણાતા ગુજરાતમાં 1.02 કરોડો લોકો ગરીબ છે. ગરીબી નાબૂદી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચી રહી છે. એટલુ જ નહીં, બજેટમાં કરોડો રૂપિયા નાણાંકીય જોગવાઈ કરે છે છતાં ગુજરાતમાં ગરીબીનુ ચિત્ર સુધર્યું નથી.

2004-05માં ગ્રામ્ય વિસ્તારમાં કુલ વસ્તીના 21.8% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. 2018માં 25 ટકા થઈ ગયા હતા. 2021માં 30 ટકા લોકો ગરીબીના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા ત્યાર બાદ ગરીબી રેખા હેઠળ વધ્યા છે. ગુજરાત સરકાર કહે છે કે બહારના લોકો ગુજરાતમાં આવે છે એટલે ગરીબી વધી છે.

ગરીબોનું અનાજ કૌભાંડ

રૂપાણી સરકારનું અનાજ ખાઈ જવાનું એ મોટું કૌભાંડ છે, કે પછી ગુજરાતમાં ગરીબી વધી રહી છે. ગુજરાતમાં 25 ટકાથી વધુ પરિવારો ગરીબીરેખા નીચે જીવી રહ્યાં છે. ભાજપની ગરીબી દૂર કરવાની નીતિ હોત તો 27 વર્ષમાં ગુજરાતમાં તે ગરીબી દૂર કરી શક્યો હોત. પણ તેમ થયું નથી.

બેરોજગારીના કારણે પાંચ વર્ષમાં 1146 લોકોએ આત્મહત્યા કરી હતી.

બાળ મજૂરી, ગરીબીનો માપ

શાળાએ જવાના બદલે મજૂરી રાજ્યમાં 4.20 લાખ જેટલા બાળમજૂરો હોવાનો નેશનલ સેમ્પલ સરવે ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યું હતું. ગરીબી અને ભૂખમરામાં સપડાયા હોવાના કારણે બાળકોને કામ કરવા જવું પડે છે. ઈ.સ.2004-05માં સરવે દરમિયાન રાજ્યમાં 3.9 લાખ જેટલા બાળકો ભણવાની ઉંમરે મજૂરી કરતા હતા. તે સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 4 ટકા બાળમજૂરો હતા. જ્યારે ગ્રામીણ ક્ષેત્રે બાળ મજૂરીમાં ગુજરાત ઝારખંડ પછી દેશમાં બીજા નંબરે છે.

ગરીબ કલ્યાણ મેળા તૂત

તેનો મતલબ કે ગરીબી ગામડાઓમાં વધારે છે. ગરીબ કલ્યાણ મેળા, એક તૂત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે ગરીબી દૂર કરવા ગરીબ કલ્યાણ મેળા એ ગુજરાતની સરકારની વિશિષ્ટ ઓળખ બન્યા છે. 2009થી 11 વર્ષ 2070 ગરીબ કલ્યાણ મેળા યોજીને રૂ.22 હજાર કરોડ આપ્યા છે. બે કરોડ લોકોને તેમાં આવરી લેવાયા હતા. તો પછી ગરીબી કેમ ઘટતી નથી. આટલા નાણાંમાં તો દરેક ગરીબને પાકું મકાન મફતમાં આપી શકાયું હોત.

તમામને ઘર આપો

ગરીબોને રહેવા 50 લાખ મકાનો 2012થી બનાવવાના હતા. એક પણ ગરીબને મફત મકાન મળ્યું નથી.

20 લાખ ઘર બનાવવા માટે રૂ.40 હજાર કરોડની જરૂર છે. જે સરકાર આરામથી ઊભા કરી શકે તેમ છે. જો આટલું થાય તો ગુજરાત સરકારને આરોગ્યના જ રૂ.5,000 કરોડ બચી શકે તેમ છે. તેથી ખરેખર તો સરકારને 20 વર્ષમાં સાવ મફતમાં આ ઘર પડે તેમ છે.

આરોગ્યનું ખર્ચ વધે છે

ગરીબીથી કુપોષણ વધે છે તેથી સરકાર પર આરોગ્યનું આર્થિક ભારણ વધે છે. ગુજરાતમાં એક પણ ઝૂંપડું ન હોવું જોઈએ તેના બદલે 20 લાખ કુટૂંબોને રહેવા સારું ઘર નથી. ‘ગરીબી ભારત છોડો’ ગુજરાતમાં બાળ મૃત્યુ દર અને એનિમાયા વધુ છે. 1.50 કરોડ લોકોને પુરતુ ખાવાનું મળતું ન હોય તે સરકારે રાજ કરવાનો કોઈ અધિકાર નથી.

ગરીબી ભ્રષ્ટાચારનું મૂળ

ગરીબી મૂળ સમસ્યા જો ગરીબી દૂર થઈ જાય તો મોટા ભાગે કોઈ સમસ્યા રહેતી નથી. ગરીબી ભ્રષ્ટાચારનું મૂળ છે. ગરીબોના નામે અબજો રૂપિયા ખર્ચાય છે તેમાં સૌથી વધું ભ્રષ્ટાચાર થાય છે. જો ગરીબી દૂર થાય તો ભ્રષ્ટાચાર દૂર થઈ શકે છે. ગરીબી દૂર કરવાનું સૌથી પહેલું પગથિયું તેમને સારું ઘર આપાવનું છે. પછી તે સારી રીતે જીવશે તો રોજગારી તે જાતે શોધી લેશે. સારા ઘરથી તેનું આરોગ્ય પણ સુધરશે.

 

આ પણ વાંચોઃ IAF Plane Crash: હરિયાણામાં વાયુસેનાનું પ્લેન જગુઆર ક્રેશ, આ રીતે પાયલોટનો બચાવ્યો જીવ?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

આ પણ વાંચોઃ Anand: બોરસદના યુવકે મુંબઈની યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ, વિક્રોલી પોલીસ ઉઠાવી ગઈ

Related Posts

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
  • October 27, 2025

Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 10 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 23 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?