
PM Modi visited Vantara | જો આપણે એમ માનીયે છીએ કે આપણે સૌ લોકતંત્રમાં જીવી રહ્યાં છીએ તો લાગે છે કે એ આપણો સૌથી મોટો ભ્રમ છે. દેશમાં એક તરફ શેરબજાર કડડભૂસ્સ થઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી અંબાણીના સુપુષ્ટપુત્ર અનંત અંબાણીએ બનાવેલા ખાનગી પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લે છે. અને ત્યાં વન્યપ્રાણીઓની સાથે વિહરતાં જોવા મળે છે.
દેશના પ્રધાનમંત્રીની પ્રાયોરિટીમાં કાચની પાછળ રહેલાં સિંહને પંપાળવો? નહાતાં હાથીને જોવો? હિપ્પોપોટેમસ સાથે ગેલ કરવાં? ચિમ્પાન્ઝિને કેળું ખવડાવવું? કે સિંહના બચ્ચાઓને દૂધ પીવડાવવું? આ બધી છે? જો છે, તો તમે જ કહો કે આપણે લોકતંત્રમાં જીવીએ છીએ?
પીએમ મોદીની વનતારા મુલાકાત પર દેશના પ્રસિદ્ધ વ્યંગકાર શ્રીકાંત આપ્ટે સાથેનો એક વિશિષ્ટ સંવાદ અત્રે પ્રસ્તુત છે.