
વસ્ત્રાલમાં ડરનો માહોલ ઉભો કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા; ચખાડ્યો મેથીપાક- જૂઓ વીડિયો
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મોડી રાતે શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં અસમાજિક તત્વોએ લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવતા ડરનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે તોફાનીઓના ટોળાએ એક કારને ઊભી રાખી તેમાંથી બહાર નીકળેલા રાહદારી પર તલવાર અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે બેફામ હુમલો કરી દીધો હતો.
તે ઉપરાંત તેઓ રાહદારીઓને પણ ઉભા રાખીને તેમના ઉપર હુમલો કરી રહ્યા હતા. આ હુલમાઓમાં ત્રણથી વધારે લોકો ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. એક તરફ હોળીનો પવિત્ર તહેવાર હોવાથી લોકો પોતાના પરિવાર સાથે હોળીકા દહન માટે બહાર જઈ રહ્યા હતા. પરંતુ આ હિંસક ટોળકીએ અનેક પરિવારોને ટાર્ગેટ બનાવી દીધા હતા.
અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા 11 નરાધમોની આગતા સ્વાગતા કરતી @AhmedabadPolice #Gujatat https://t.co/4L6RhMIw3z pic.twitter.com/pov2rf04Yh
— Sagar Patoliya (@kathiyawadiii) March 14, 2025
જે લોકો હિંસાનો ભોગ બન્યા હતા, તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે આવીને 10 જેટલા લોકોની અટકાયત કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
ઘાયલ લોકોને વસ્ત્રાલની સ્વંભૂ હોસ્પિટલમાં ખસેડાયા.. #Ahmedabad pic.twitter.com/FxxudlgmuH
— Sagar Patoliya (@kathiyawadiii) March 13, 2025
अहमदाबाद के वस्त्राल में 15 से 20 गुंडे हाथों में तलवार धारदार हथियार लोहे की पाइप लेकर सड़कों पर जमकर आतंक मचाया
ऐसा आतंक की एक पल को लगा ही नहीं रहा था यह अहमदाबाद है यहां कानून व्यवस्था का राज है
सर @sanghaviharsh @Bhupendrapbjp@AhmedabadPolice @CMOGuj@GujaratPolice… pic.twitter.com/C7ylHRsMez
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) March 13, 2025
પોલીસના જણાવ્યા અનુસાર, ગુનેગારો પોતાની અંગત અદાવતમાં બહાર આવ્યા હતા. પરંતુ તેમને સામાન્ય લોકોને નુકસાન કરવાનું શરૂ કર્યું તેમાં બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતાં જીવલેણ હુમલા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસે અસામાજિક તત્વોને ચખાડ્યો મેથીપાક
માહિતી અનુસાર આ ઘટનામાં 10 જેટલા અસામાજિક તત્વોને રામોલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને બરાબરનો મેથીપાક ચખાડવામાં આવ્યો છે. જાહેર રસ્તા પર જ તેમને પાઠ ભણાવાયો હતો. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જોકે અન્ય તોફાની તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.