વસ્ત્રાલમાં ડરનો માહોલ ઉભો કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા; ચખાડ્યો મેથીપાક- જૂઓ વીડિયો

વસ્ત્રાલમાં ડરનો માહોલ ઉભો કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા; ચખાડ્યો મેથીપાક- જૂઓ વીડિયો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મોડી રાતે શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં અસમાજિક તત્વોએ લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવતા ડરનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે તોફાનીઓના ટોળાએ એક કારને ઊભી રાખી તેમાંથી બહાર નીકળેલા રાહદારી પર તલવાર અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે બેફામ હુમલો કરી દીધો હતો.

તે ઉપરાંત તેઓ રાહદારીઓને પણ ઉભા રાખીને તેમના ઉપર હુમલો કરી રહ્યા હતા. આ હુલમાઓમાં ત્રણથી વધારે લોકો ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. એક તરફ હોળીનો પવિત્ર તહેવાર હોવાથી લોકો પોતાના પરિવાર સાથે હોળીકા દહન માટે બહાર જઈ રહ્યા હતા. પરંતુ આ હિંસક ટોળકીએ અનેક પરિવારોને ટાર્ગેટ બનાવી દીધા હતા.

જે લોકો હિંસાનો ભોગ બન્યા હતા, તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે આવીને 10 જેટલા લોકોની અટકાયત કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગુનેગારો પોતાની અંગત અદાવતમાં બહાર આવ્યા હતા. પરંતુ તેમને સામાન્ય લોકોને નુકસાન કરવાનું શરૂ કર્યું તેમાં બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતાં જીવલેણ હુમલા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસે અસામાજિક તત્વોને ચખાડ્યો મેથીપાક

માહિતી અનુસાર આ ઘટનામાં 10 જેટલા અસામાજિક તત્વોને રામોલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને બરાબરનો મેથીપાક ચખાડવામાં આવ્યો છે. જાહેર રસ્તા પર જ તેમને પાઠ ભણાવાયો હતો. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જોકે અન્ય તોફાની તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

  • Related Posts

    Gujarat Drug Seizure: ડ્રગ્સને નાથવામાં હર્ષ સંઘવીની નિષ્ફળતા, અમિત શાહ દોડી આવ્યા
    • November 17, 2026

    Gujarat Drug Seizure: ડ્રગ્સને નાથવામાં હર્ષ સંઘવીની નિષ્ફળતા, અમિત શાહ દોડી આવ્યા દિલીપ પટેલ અમદાવાદ, 17 નવેમ્બર 2026 ગુજરાતમાં “ડ્રગ્સ ફ્રી ગુજરાત” અભિયાનની સત્તાવાર શરૂઆત અને ગુજરાતને નશામુક્ત બનાવવાની જાહેરાત…

    Continue reading
    Gujarat Drug Seizure: ગુજરાતમાં 10 વર્ષમાં રૂ. 13,939 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 1.74 લાખ કિલોથી વધુ જથ્થો જપ્ત
    • November 16, 2026

    Gujarat Drug Seizure: ગુજરાતમાં 10 વર્ષમાં રૂ. 13,939 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 1.74 લાખ કિલોથી વધુ જથ્થો જપ્ત અમદાવાદ, 16 નવેમ્બર 2026 ગુજરાતમાં 10 વર્ષમાં 2015થી 2025-26 સુધીમાં ગુજરાતમાંથી અંદાજે રૂ.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat Drug Seizure: ડ્રગ્સને નાથવામાં હર્ષ સંઘવીની નિષ્ફળતા, અમિત શાહ દોડી આવ્યા

    • November 17, 2026
    • 4 views
    Gujarat Drug Seizure: ડ્રગ્સને નાથવામાં હર્ષ સંઘવીની નિષ્ફળતા, અમિત શાહ દોડી આવ્યા

    Owaisi Chandrashekhar Alliance: ઓવૈસી-ચંદ્રશેખરનું ગઠબંધન UPમાં સપા કરતાં બસપાની વાપસીનો માર્ગ વધુ મુશ્કેલ બનાવી શકે છે

    • November 16, 2026
    • 6 views
    Owaisi Chandrashekhar Alliance: ઓવૈસી-ચંદ્રશેખરનું ગઠબંધન UPમાં સપા કરતાં બસપાની વાપસીનો માર્ગ વધુ મુશ્કેલ બનાવી શકે છે

    TVK Investment MoUs: DMKની ટીકાનો વિજય સરકારનો જવાબ, તમિલનાડુમાં ₹1.14 લાખ કરોડના રોકાણની જાહેરાત

    • November 16, 2026
    • 4 views
    TVK Investment MoUs: DMKની ટીકાનો વિજય સરકારનો જવાબ, તમિલનાડુમાં ₹1.14 લાખ કરોડના રોકાણની જાહેરાત

    Jharkhand Forest Rights: ઝારખંડના 26 વર્ષ બાદ પણ આદિવાસીઓને જળ, જંગલ અને જમીન પર અધિકારનું સપનું અધૂરું – જનાધિકાર મહાસભા

    • November 16, 2026
    • 4 views
    Jharkhand Forest Rights: ઝારખંડના 26 વર્ષ બાદ પણ આદિવાસીઓને જળ, જંગલ અને જમીન પર અધિકારનું સપનું અધૂરું – જનાધિકાર મહાસભા

    UP SP Congress Seat Sharing: UP ચૂંટણી 2027 પહેલાં કોંગ્રેસની મોટી તૈયારી, સપા પાસે 181 બેઠકોની માગ સાથે ખડગેના ઘરે બેઠક

    • November 16, 2026
    • 7 views
    UP SP Congress Seat Sharing: UP ચૂંટણી 2027 પહેલાં કોંગ્રેસની મોટી તૈયારી, સપા પાસે 181 બેઠકોની માગ સાથે ખડગેના ઘરે બેઠક

    Punjab Election 2027 BJP Strategy: પંજાબ ચૂંટણી 2027 પહેલાં BJPની મોટી તૈયારી, AAP છોડનારા રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોને મહત્વની જવાબદારી

    • November 16, 2026
    • 12 views
    Punjab Election 2027 BJP Strategy: પંજાબ ચૂંટણી 2027 પહેલાં BJPની મોટી તૈયારી, AAP છોડનારા રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોને મહત્વની જવાબદારી