
Porbandar: પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવમાં મોટી દુર્ઘટના સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે સવારે મંડપ ઊભો કરતી વખતે અચાનક મંડપ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત હોવાની વિગતો સામે આવી છે. જાણકારી મુજબ આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
રામદેવપીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના
મળતી માહિતી અનુસાર, પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતું આ મહોત્સવમાં હજારોની સંખ્યામા લોકો એકત્રીત થયા હતા. ત્યારે આજે સવારે જ્યારે મંડપ ઊભો કરવામાં આવી રહ્યો હતો આ દરમિયાન એકાએક મંડપ નીચે પટકાયો હતો, જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.જેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Porbandar: રામદેવપીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના, મંડપ ધરાશાયી થતા 1 શ્રદ્ધાળુનું મોત, 10 ઈજાગ્રસ્ત
#Porbandar #RamdevPir #GujaratNews #PublicSafety #DevotionalPlaces #chopati #FairGround #Accident #gujarat #thegujaratreport pic.twitter.com/fksbOda9x2
— The Gujarat Report (@TGujarat_Report) June 11, 2025
સ્થાનિક પ્રશાસને આ અંગે તપાસ હાથ ધરી
આ ઘટનાનને પગલે અહીં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને સ્થાનિક પ્રશાસને આ અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:
Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ
Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી
Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી
Jaipur Accident: રાજસ્થાનના જયપુરમાં ભયાનક અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત
કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away
Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ
11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education









