BJP: રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ 7 સાંસદ સાથે BJPમાં જોડાવાની કરી જાહેરાત! કહ્યું, જનતાની નજીક જવા માંગુ છું!

  • India
  • April 24, 2026
  • 0 Comments

BJP: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ઉઠી છે આજે શુક્રવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ આ જાહેરાત કરી તે વખતે તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ ઉપસ્થિત હતા. ચઢ્ઢાએ કહ્યું કે તેમની સાથે પાર્ટીના બે તૃતીયાંશ સાંસદો પણ ભાજપમાં જોડાવાના છે.

ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે,ક્રિકેટર હરભજન સિંહ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પણ તેમની સાથે છે આ બંને AAPના રાજ્યસભા સાંસદ છે ચઢ્ઢાએ કહ્યું- છેલ્લા કેટલાક વર્ષોથી, મને એવું લાગી રહ્યું હતું કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું હવે અમે નિર્ણય લીધો છે કે બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં ભળી જવું.

તેઓએ કહ્યું કે જે AAPને મેં મારા લોહી-પરસેવો રેડી મારી યુવાનીના 15 વર્ષ આપ્યા, તે હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળ નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પરંતુ પોતાના અંગત ફાયદા માટે કામ કરે છે તેથી અમે આપ છોડીએ છીએ રાઘવ ચઢ્ઢાએ એ પણ કહ્યું કે, રાજ્યસભામાં આપના 10 સાંસદો છે, જેમાંથી બે-તૃતીયાંશ, એટલે કે 7 અમારી સાથે છે જેમાં તેઓએ પોતે રાઘવ ચઢ્ઢા સહિત સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા,વિક્રમ સાહની, સ્વાતિ માલીવાલ,હરભજન સિંહ,અશોક મિત્તલના નામો આપ્યા હતા.

રાઘવે કહ્યું- હજુ પણ ઘણા અમારા સંપર્કમા છે જેઓ પણ જોડાવાના છે ભારતનું બંધારણ આ જોગવાઈ આપે છે કે જો 2/3થી વધુ સાંસદો અન્ય કોઈ પક્ષમાં જોડાવા માંગતા હોય તો તેઓ તેમ કરી શકે છે. આ અધિકાર આપણને ભારતના બંધારણે જ આપ્યો છે અને તે અધિકારનો ઉપયોગ કરીશું.

રાઘવ ચઢ્ઢાનું માનવું છે કે તેઓને છેલ્લા કેટલાક વર્ષોથી લાગતું હતું કે પોતે ખોટા પક્ષમાં સાચા વ્યક્તિ છે,તેથી આજે હું જાહેરાત કરું છું કે હું AAP છોડું છું અને જનતાની નજીક એટલે કે ભાજપમાં જઈ રહ્યો છું મહત્વનું છે કે AAP દ્વારા તેમને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદ પરથી હટાવવામાં આવ્યા હતા, જે તેમના પાર્ટીમાંથી બહાર નીકળવાના મુખ્ય કારણોમાંનું એક માનવામાં આવે છે.

■પક્ષ વિરોધી ગતિવિધિઓના આરોપ પણ લાગ્યા હતા

AAP નેતાઓએ તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો અને કેન્દ્ર સરકાર સામે નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો આમ,આ બધા વચ્ચે આખરે રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડી દીધાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

India Global Peace Index 2026: ભારત દુનિયાના સૌથી વધુ હિંસાગ્રસ્ત દેશોની યાદીમાં કેવી રીતે પહોંચ્યું?
  • September 11, 2026

India Global Peace Index 2026: ગ્લોબલ પીસ ઇન્ડેક્સના તાજેતરના અહેવાલમાં ભારતની શાંતિ અને સુરક્ષાની સ્થિતિને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. વિશ્વ શાંતિ સૂચકાંકમાં કુલ 163 દેશોને સામેલ કરવામાં આવ્યા…

Continue reading
Retired Bureaucrats Corporate Appointments: આમ જનતાને રોટી, કપડાં અને મકાન માટે પણ વલખાં મારવા પડે છે, જ્યારે બાબુઓ નિવૃત્તિ પછી પણ હલવો-પૂરી ખાઈ રહ્યા છે!
  • September 11, 2026

Retired Bureaucrats Corporate Appointments: દેશમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, નિયમનકારી સંસ્થાઓના વડાઓ અને ન્યાયાધીશો નિવૃત્તિ બાદ તરત જ ખાનગી કંપનીઓ અથવા અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નિયુક્ત થવાના મુદ્દે નવી ચર્ચા શરૂ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Global Peace Index 2026: ભારત દુનિયાના સૌથી વધુ હિંસાગ્રસ્ત દેશોની યાદીમાં કેવી રીતે પહોંચ્યું?

  • September 11, 2026
  • 2 views
India Global Peace Index 2026: ભારત દુનિયાના સૌથી વધુ હિંસાગ્રસ્ત દેશોની યાદીમાં કેવી રીતે પહોંચ્યું?

Retired Bureaucrats Corporate Appointments: આમ જનતાને રોટી, કપડાં અને મકાન માટે પણ વલખાં મારવા પડે છે, જ્યારે બાબુઓ નિવૃત્તિ પછી પણ હલવો-પૂરી ખાઈ રહ્યા છે!

  • September 11, 2026
  • 2 views
Retired Bureaucrats Corporate Appointments: આમ જનતાને રોટી, કપડાં અને મકાન માટે પણ વલખાં મારવા પડે છે, જ્યારે બાબુઓ નિવૃત્તિ પછી પણ હલવો-પૂરી ખાઈ રહ્યા છે!

Delhi SIR Voter List: દિલ્હી SIRમાં મોટો ફેરફાર, 729 મતદારો ધરાવતા બૂથની ડ્રાફ્ટ યાદીમાં માત્ર એક નામ

  • September 11, 2026
  • 3 views
Delhi SIR Voter List: દિલ્હી SIRમાં મોટો ફેરફાર, 729 મતદારો ધરાવતા બૂથની ડ્રાફ્ટ યાદીમાં માત્ર એક નામ

Hasdeo Tara Coal Block Auction: તારા કોલ બ્લોકની હરાજી સામે હસદેવ બચાવો જૂથનો વિરોધ, કોંગ્રેસે પણ રદ કરવાની માંગ કરી

  • September 11, 2026
  • 5 views
Hasdeo Tara Coal Block Auction: તારા કોલ બ્લોકની હરાજી સામે હસદેવ બચાવો જૂથનો વિરોધ, કોંગ્રેસે પણ રદ કરવાની માંગ કરી

UP Bhamori Khurd School Protest: મંત્રીના મતવિસ્તારમાં સરકારી શાળાની હાલત દયનીય, તૂટેલી બીમ અને ખરતા પ્લાસ્ટર વચ્ચે વિદ્યાર્થીઓનો વિરોધ

  • September 11, 2026
  • 5 views
UP Bhamori Khurd School Protest: મંત્રીના મતવિસ્તારમાં સરકારી શાળાની હાલત દયનીય, તૂટેલી બીમ અને ખરતા પ્લાસ્ટર વચ્ચે વિદ્યાર્થીઓનો વિરોધ

Ram Mandir Donation Theft: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો, પૂર્વ ગણતરી ઇન્ચાર્જે ટ્રસ્ટ અને SBIના 14 કર્મચારીઓનાં નામ લીધાં

  • September 11, 2026
  • 9 views
Ram Mandir Donation Theft: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો, પૂર્વ ગણતરી ઇન્ચાર્જે ટ્રસ્ટ અને SBIના 14 કર્મચારીઓનાં નામ લીધાં