Protest Against Pollution:દિલ્હીમાં પ્રદૂષણ મામલે વિરોધ કરી રહેલી જનતાની ભીડમાં ‘નકસલી સમર્થકો’ ઘૂસ્યા, પોલીસ સાથે ઘર્ષણ થતાં મચી અફરા તફરી

  • India
  • November 24, 2025
  • 0 Comments

Protest Against Pollution: દિલ્હીમાં દિનપ્રતિદિન એર પૉલિયુશન વધી રહ્યું છે અને લોકોના સ્વાસ્થ બગડી રહયા છે જે અંગે વારંવાર અહેવાલો સામે આવી રહયા છે તેમછતાં સરકાર પ્રદૂષણનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહેતા લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને પ્રદૂષણનો વિરોધ કરી રહયા છે ત્યારે લોકો દિલ્હીના ઇન્ડિયા ગેટ પર એકત્ર થઈ વિરોધ કરી રહયા હતા અને એર પોલ્યુશનના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘૂસી આવેલા કેટલાક યુવાનોએ અચાનક પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર ‘હિડમા અમર રહો’ના નારા લગાવતા મામલો ગંભીર બની ગયો અને પોલીસ સાથે ઘર્ષણ ઉભું થતા નાસભાગ મચી હતી.

ઇન્ડિયા ગેટ પર આવી ચડેલા કેટલાક યુવા પ્રદર્શનકારીઓએ હિડમાના નામવાળા પ્લેકાર્ડ અને પોસ્ટરો સાથે દેખાવો શરૂ કર્યા હતા અને “હિડમા અમર રહો” ના નારા લગાવી સિસ્ટમ સામે રોષ વ્યકત કરી તેમાં ફેરફારની માંગ કરી રહ્યા હતા.

આ દરમિયાન ઘર્ષણ ઉભું થતાં પ્રદર્શનકારીઓએ પોલીસ ટીમ પર મરચાં છાંટતા ત્રણથી ચાર પોલીસકર્મીઓને ઇજા થતાં તેઓને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ ઘટનામાં પોલીસે 15 પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે લગભગ 4.30 વાગ્યે કેટલાક પ્રદર્શનકારીઓ ઇન્ડિયા ગેટના સી-હેક્સાગોન ખાતે એકઠા થયા હતા. તેઓ દિલ્હીમાં પ્રદુષણની સમસ્યા સામે વિરોધ કરી રહ્યા હતા અને સારી સ્વચ્છ હવા માટે માંગ કરી રહયા હતા જે શાંત વિરોધ પ્રદર્શન હતું પણ આ દરમિયાન કેટલાક અન્ય પ્રદર્શનકારીઓએ નક્સલી હિડમાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું ત્યારે ત્યાં હાજર પોલીસ ટીમે તેમને વિખેરાઈ જવાની સૂચના આપી, પરંતુ તેઓએ પોલીસની સૂચનાનું પાલન ન કર્યું અને સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું.

ત્યારબાદ પોલીસે પ્રદર્શનકારીઓને ઘટનાસ્થળેથી દૂર કરવાનું શરૂ કર્યું. એવો આરોપ છે કે પ્રદર્શનકારીઓએ પોલીસ ટીમ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે અરાજકતા સર્જાઈ હતી અને પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થોડી ઝપાઝપી થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પેપર સ્પ્રેથી ત્રણથી ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તેમણે આંખોમાં બળતરાની ફરિયાદ કરી હતી. તેમને તાત્કાલિક નજીકની RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ પોલીસકર્મીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, આ મામલે 15 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. હિંસક વર્તન અને પોલીસ દળ પર હુમલા માટે તેમની સામે કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.

ઘટના બાદ ઇન્ડિયા ગેટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આમ,પ્રદુષણ મામલે વિરોધ કરવા જાગૃત લોકો રસ્તા ઉપર ઉતર્યા તે વખતે અન્ય નકસલી હિડમાના સમર્થકો ત્યાં ઘૂસી જતા પ્રદૂષણનો મામલો સાઈડ ઉપર રહી ગયો અને નકસલી મામલે પોલીસ સાથે ઘર્ષણ થતાં નાસભાગ મચી હતી અને ટ્રાફિક જામ થઈ જતા અફરા તફરી મચી હતી.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 3 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 4 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 5 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 6 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 5 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?