UP Viral News: PI ફિલ્મ ડિરેક્ટર બન્યા! UP પોલીસે આરોપીના ખિસ્સામાં ‘કટ્ટો’ નાખી કહ્યું,’હવે તારે એમ બોલવાનું છે કે ‘સાહબ ગલતી હો ગઈ!!!’

  • India
  • November 24, 2025
  • 0 Comments

UP Viral News: ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી એક વીડિયો સામે આવ્યો છે,જેમાં પોલીસ ઇન્સપેક્ટર આરોપીના ખિસ્સામાં તમંચો અને કારતૂસ નાખી પછી સમજાવે છે કે તારે હવે કેમેરા સામે એમ બોલવાનું છે કે ‘સાહબ ગલતી હો ગઈ!’ આ વખતે રેકર્ડ થઈ ગયેલો વિડીયો વાયરલ થઈ જતા લોકો કહી રહયા છે કે આતો,પોલીસ છે કે ફિલ્મ ડાયરેક્ટર?

યુપીના બુલંદશહેરના ખુર્જા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મહિલા અને તેના પતિ વચ્ચે ઝઘડો થયા બાદ મહિલાએ 112 ને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને બંનેને નવદુર્ગા મંદિર પોલીસ સ્ટેશન લઈ ગઈ જ્યાં બન્નેના નિવેદન આ રીતે રેકર્ડ કરવા સમજાવવામાં આવ્યા અને બાદમાં તે વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા પોલીસ બરાબરની લોકોમાં ટ્રોલ થઈ હતી.

વિગતો મુજબ અજય સોલંકી (40) તેની પત્ની પૂજા (35) બન્ને ઉસ્માનપુર ગામમાં રહે છે અને શનિવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ બન્ને વચ્ચે ઝઘડો થયો જેથી પૂજાએ 112 પર ફોન કરી પોતાના પતિ ઝગડો કરતા હોવાનું જણાવતા પોલીસ આવી હતી અને બન્નેને નવદુર્ગા મંદિર પોલીસ ચોકીમાં ગઈ હતી જ્યાં પોલીસે તેના પતિ અજયને અરેસ્ટ કરી લીધો હતો અને તેની પાસેથી પિસ્તોલ મળી હોવાનું જણાવી તે પિસ્તોલ અને કારતૂસ અજયના ખિસ્સામાં મૂકી શૂટિંગ કરી બોલવાનું હતું કે ‘સાહબ ગલતી હો ગઈ’બાદમાં કેમેરા સામે પોલીસ તેના ખિસ્સામાંથી પિસ્તોલ અને કારતૂસ કાઢતા હોય તેવું દ્રશ્ય લેવાનું હતું.

અને આ બધું જ્યારે પીઆઈ આરોપીને સમજાવતા હતા તે વીડિયો વાયરલ થઈ ગયો હતો જેમાં સ્પષ્ટપણે જોઈ અને સાંભળી શકાય છે કે ચોકીના ઇન્ચાર્જ, મનીષ કુમાર એક ફિલ્મ જેવુ દ્રશ્ય બનાવવા અજય સોલંકી અને તેની પત્નીને કેવી રીતે અને શું કહેવું તે અંગે સૂચના આપતા હતા.

પોલીસ મહિલાને ફિલ્મી ડાયલોગની જેમ શું કહેવું જોઈએ તે શીખવી રહી છે. ચોકીના ઇન્ચાર્જ કહે છે, “અમે તમને પૂછીશું કે તમારું નામ શું છે. અમને તમારું નામ જલ્દી જણાવો. તમારા પતિનું નામ શું છે? તમારી ઉંમર કેટલી છે? તમે ક્યાંના છો? જ્યારે હું તમને પૂછું કે શું થયું, ત્યારે કહો, ‘આ મારો પતિ છે. તેની પાસે પિસ્તોલ હતી.'”

પછી તેણે તેના પતિને બોલાવ્યો. તેણે પિસ્તોલ કમરબંધમાં મૂકી અને ખિસ્સામાં કારતૂસ મૂક્યા પછી કહ્યું, તારે બોલવું પડશે કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ હતી.” પતિએ જવાબ આપ્યો, “સાહેબ, પણ મે આમ કર્યું નથી પણ…” પછી ઇન્સ્પેક્ટરે પૂછ્યું, ” તો શું મેં ભૂલ કરી છે કે હું જાણી જોઈને તેને આ કરવાનું કહી રહ્યો છું?” અજયે જવાબ આપ્યો, “તે ભૂલ હતી.” પછી ચોકીના ઇન્ચાર્જે કહ્યું, “સાહેબ, તે ભૂલ હતી. કૃપા કરીને મને માફ કરો. હું ફરીથી આવું નહીં કરું.” આવું બોલ… જોકે, આ વાતચીતનો વિડીયો વાયરલ થઈ જતા ભારે હોબાળો મચી જતા
પોલીસ અધિક્ષક (ગ્રામીણ) ડૉ. તેજવીર સિંહે ચોખવટ કરતું નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું કે આ વીડિયો 3 નવેમ્બરનો છે. મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ તેના પર હુમલો કર્યો હતો અને બંદૂક બતાવી તેને મારી નાખવાની ધમકી આપી હતી.

એસપીએ વધુમાં જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદ બાદ પીઆરવી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેના પતિ પાસેથી પિસ્તોલ જપ્ત કરી હતી. ત્યારબાદ બીએનએસની નવી જોગવાઈઓ હેઠળ વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતુ પણ સબ-ઇન્સ્પેક્ટરે અનુભવના અભાવે કેટલીક ભૂલો કરી હતી, જેના માટે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે વીડિયોના પુરાવા પણ પૂરા પાડ્યા હોવાનું તેઓએ કહ્યું હતું.

વાયરલ વીડિયો જોવા અહી ક્લિક કરો:

https://x.com/SachinGuptaUP/status/1992286275047727354?s=20

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’
  • September 26, 2026

Sonam Wangchuk Ladakh: પર્યાવરણ કાર્યકર્તા અને લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે લાંબા સમયથી અવાજ ઉઠાવતા સોનમ વાંગચુકે લદ્દાખની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. 24 સપ્ટેમ્બરે…

Continue reading
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ
  • September 26, 2026

Uttarakhand SIR: ઉત્તરાખંડમાં ચાલી રહેલી વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીને લઈને મોટો આંકડો સામે આવ્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી BVR C પુરુષોત્તમે 24 સપ્ટેમ્બરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

  • September 26, 2026
  • 2 views
Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

  • September 26, 2026
  • 6 views
Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

  • September 26, 2026
  • 6 views
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

  • September 26, 2026
  • 5 views
Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

  • September 26, 2026
  • 5 views
Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

  • September 26, 2026
  • 8 views
Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર