Indian army: ‘જ્યાં સુધી પાકિસ્તાનની જમીન કબ્જે નહિ કરીએ ત્યાં સુધી પાક નહીં માને!’ લેફ્ટનન્ટ જનરલની પાકને ચેતવણી

  • India
  • November 24, 2025
  • 0 Comments

Indian army: ભારતીય સેનાએ ઉત્તરાખંડના હરિદ્વારના પશ્ચિમ કમાન્ડ વિસ્તારમાં “રામ પ્રહાર” લશ્કરી કવાયત શરૂ કરી છે ત્યારે આ સમયે લેફ્ટનન્ટ જનરલ મનોજ કટિયારે એક નિવેદન શેર કર્યું છે તેમણે કહ્યું, “અમારા નેતૃત્વએ પહેલાથી જ કહ્યું છે,જેને હું પુનરાવર્તિત કરું છું કે દુશ્મન દ્વારા કરવામાં આવેલા કોઈપણ દુ:સાહસ કે ઉશ્કેરણીનો ભયાનક રીતે જવાબ આપવામાં આવશે.લેફ્ટનન્ટ જનરલે કહ્યું, “અમારું લક્ષ્ય પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી છાવણીઓનો નાશ કરવાનું છે.

આ સમગ્ર તાલીમ એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે છે. ટેકનોલોજી આજે યુદ્ધનો એક ભાગ બની ગઈ છે. ટેન્કથી લઈને વિમાન સુધી, બધું જ લડાઈનો એક ભાગ છે.આ બધા શસ્ત્રો અને ટેકનોલોજીમાં નિપુણતા મેળવવાની તાલીમ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અમે ઓપરેશન સિંદૂરમાં દુશ્મનને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે છતાં દુશ્મન કદાચ હાર ન માને ત્યારે આપણે બીજું ઓપરેશન કરવાની જરૂર પડી શકે છે.”

“આપણે એવું માની લેવું પડશે કે દુશ્મન પાસે ડ્રોન અને ટેકનોલોજી પણ છે.
આપણે એ પણ ધ્યાનમાં રાખીએ છીએ કે દુશ્મન આપણને જોઈ રહ્યો છે,આ પણ આપણી તાલીમનો એક ભાગ છે.આપણી તાલીમનો એક ભાગ એ પણ છે કે નદી કેવી રીતે પાર કરવી અને દુશ્મનનો પ્રદેશ કેવી રીતે કબજે કરવો.

ઓપરેશન સિંદૂર કરતાં પણ મોટા ઓપરેશનની તૈયારીઓ

તેમણે વધુમાં કહ્યું, દુશ્મન આ કવાયતમાંથી પાઠ શીખે, આપણી તૈયારી અને ક્ષમતા જોઈને, કંઈ કરવાની હિંમત ન કરે, તો તે સારી વાત છે પણ જો આ બધું જોયા પછી પણ દુશ્મન કાર્યવાહી કરે, તો આપણે ઓપરેશન સિંદૂર કરતાં પણ મોટી કાર્યવાહી કરવી પડશે.

“તમામ પ્રકારના યુદ્ધ માટે તૈયાર”

તેમણે કહ્યું, “આપણે તમામ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છીએ – સાયબર, પરમાણુ અને રાસાયણિક.અમારું માનવું છે કે આગામી યુદ્ધ ફક્ત એક જ ક્ષેત્રમાં લડવામાં આવશે નહીં, પરંતુ જમીન પર વિજય પ્રાપ્ત થશે.આપણે જમીન પર કબજો નહીં કરીએ ત્યાં સુધી પાકિસ્તાન નહિ માને કે આપણે જીતી ગયા છીએ.

જેમ જેમ આપણે આપણી સિસ્ટમમાં ટેકનોલોજીનો સમાવેશ કરીએ છીએ, તેમ તેમ આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે દુશ્મન તેને કેવી રીતે સમાવશે.AI ના આગમનથી આપણી લડાઈ ક્ષમતામાં વધારો થયો છે.”

અમે યુદ્ધ માટે આત્મનિર્ભર છીએ

તેમણે સમજાવ્યું, તમે અહીં જે શસ્ત્રો જોયા તે બધા ભારતમાં બનેલા હતા,અમે ડ્રોન જાતે બનાવ્યા છે.
અમે જે શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે તે સ્વદેશી છે, અને અમે લડાઈ માટે સંપૂર્ણપણે આત્મનિર્ભર છીએ તેમ જણાવી પાકિસ્તાનને ચેતવણી આપી હતી.

વાયરલ વીડિયો જોવા અહી ક્લિક કરો:

https://x.com/defencealerts/status/1992263026314285062?s=20

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું
  • September 22, 2026

SC Delhi SIR Voter Notice: દિલ્હીની મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન આશરે 33.13 લાખ મતદારોને નોટિસ આપવામાં આવતાં સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અને માપદંડોને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ…

Continue reading
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ
  • September 22, 2026

SC Vande Mataram Case: 22 સપ્ટેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ‘વંદે માતરમ’ને લઈને ચાલી રહેલા મહત્વપૂર્ણ કાનૂની વિવાદમાં કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અદાલત સમક્ષ મુખ્ય પ્રશ્ન એ છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 1 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 2 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 6 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 6 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 5 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 6 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’