
Punjab: આમ આદમી પાર્ટી (AAP) એ કેન્દ્ર સરકાર પર નકલી સહીઓ કરીને રાજ્યસભાની બેઠક ચોરવાનો પ્રયાસ કરનાર નવનીત ચતુર્વેદીને બચાવવા માટે કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.
AAP નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ X પર લખ્યું હતું કે, “ધારાસભ્યોની નકલી સહીઓ કરીને રાજ્યસભાની બેઠક ચોરી કરવાનો ભાજપનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.ચંદીગઢ પોલીસ દ્વારા ભાજપે જે બે દિવસનું નાટક કર્યું તે સમગ્ર વ્યવસ્થાની મજાક હતી.”
વિગતો મુજબ પંજાબમાં રાજ્યસભા બેઠક માટે પેટાચૂંટણી 24 ઓક્ટોબરે યોજાવાની છે અહીં આમ આદમી પાર્ટીના સંજીવ અરોરાના રાજીનામાને કારણે આ બેઠક ખાલી પડી હતી.
સંજીવ અરોરાનો કાર્યકાળ 9 એપ્રિલ, 2028 ના રોજ પૂરો થવાનો હતો હાલમાં, તેઓ પંજાબ સરકારમાં મંત્રી છે. તેમના રાજીનામા બાદ, આમ આદમી પાર્ટીએ ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને નોમિનેટ કર્યા છે.આમ આદમી પાર્ટી પાસે 117 બેઠકોવાળી વિધાનસભામાં 93 ધારાસભ્યો છે. તેથી, રાજ્યસભા પેટાચૂંટણીમાં રાજિન્દર ગુપ્તાની જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે નવનીત ચતુર્વેદી પર આમ આદમી પાર્ટીના 10 ધારાસભ્યોની નકલી સહીઓ કરીને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આરોપ છે.આમ આદમી પાર્ટીએ આ સંદર્ભમાં તેમની સામે કેસ દાખલ કર્યો હતો.
પંજાબમાં રાજ્યસભાની પેટાચૂંટણી 24 ઓક્ટોબરે યોજાવાની છે ત્યારે નવનીત ચતુર્વેદીએ આ ચૂંટણી માટે બે વાર ઉમેદવારી નોંધાવી હતી, પહેલા 6 ઓક્ટોબરે અને પછી 13 ઓક્ટોબરે. ચતુર્વેદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણ દ્વારા સ્થાપિત જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો દાવો કર્યો હતો.
ચતુર્વેદીએ ચૂંટણીમાં AAPના 10 ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો હતો. તેમણે પંજાબના ધારાસભ્યોની નકલી સિક્કા અને બનાવટી સહીઓ મેળવીને પોતાનું નામાંકન દાખલ કર્યું, જેમાં તેઓ તેમના પ્રસ્તાવક હોવાનો દાવો કરવામાં આવ્યો. વિવાદ વધતાં, ધારાસભ્યોએ ફરિયાદ નોંધાવી, જેના કારણે રોપર પોલીસે તેમની સામે કેસ દાખલ કર્યો અને ધરપકડની કાર્યવાહી શરૂ કરી પરંતુ વિધાનસભા છોડ્યા પછી ચતુર્વેદીને ચંદીગઢ પોલીસ તેમને તેમના વાહનમાં લઈ ગયા.
ત્યારબાદ નવનીત ચતુર્વેદીની કસ્ટડીને લઈને મંગળવાર અને બુધવારે ચંદીગઢ પોલીસ અને પંજાબ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને હાઈ-વોલ્ટેજ ડ્રામા થયો હતો.પંજાબ પોલીસ અને ચંદીગઢ પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આખરે, પંજાબ પોલીસે કોર્ટમાં અરજી કરી અને સાંજે નવનીત ચતુર્વેદીની ધરપકડ કરી.
નવનીત ચતુર્વેદી પર આમ આદમી પાર્ટીના 10 ધારાસભ્યોની નકલી સહીઓ કરીને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આરોપ છે. આમ આદમી પાર્ટીએ આ સંદર્ભમાં તેમની સામે કેસ દાખલ કર્યો હતો.
પંજાબમાં રાજ્યસભાની પેટાચૂંટણી 24 ઓક્ટોબરે યોજાવાની છે.
નવનીત ચતુર્વેદીએ આ ચૂંટણી માટે બે વાર ઉમેદવારી નોંધાવી હતી, પહેલા 6 ઓક્ટોબરે અને પછી 13 ઓક્ટોબરે. ચતુર્વેદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણ દ્વારા સ્થાપિત જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો દાવો કર્યો છે.
મંગળવારે નવનીત ચતુર્વેદીની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. વિધાનસભા છોડ્યા પછી, ચંદીગઢ પોલીસે તેમને તેમના વાહનમાં લઈ જતા ભારે હોબાળો થયો હતો
આમ આદમી પાર્ટીએ નવનીત ચતુર્વેદી વિરુદ્ધ FIR દાખલ કર્યા બાદ પંજાબ પોલીસ તેમની ધરપકડ કરે તે પહેલાં જ ચંદીગઢ પોલીસ તેમને લઈ ગઈ હતી. એવું કહેવાય છે કે નવનીત ચતુર્વેદીએ ચંદીગઢ પોલીસમાં અરજી દાખલ કરીને તેમના અપહરણનો ભય વ્યક્ત કર્યો હતો. તેથી, ચંદીગઢ પોલીસે તેમને સુરક્ષા પૂરી પાડી હતી.
નવનીત ચતુર્વેદી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. છતાં, ચંદીગઢ પોલીસ તેમને લઈ ગઈ.આ પછી, પંજાબના રૂપનગર પોલીસની એક ટીમે ચંદીગઢ પોલીસના વાહનનો પીછો કર્યો. રૂપનગર પોલીસે સુખના તળાવ પાસે ચંદીગઢ પોલીસના વાહનને પણ રોકી દીધું. આના કારણે પંજાબ અને ચંદીગઢ પોલીસની ટીમો વચ્ચે ઝપાઝપી થઈ હતી આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતોનવનીત ચતુર્વેદી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. છતાં, ચંદીગઢ પોલીસ તેમને લઈ ગઈ.
પંજાબ સરકારના વકીલ ફેરી સોફતે જણાવ્યું હતું કે ચંદીગઢ પોલીસે મંગળવારે નવનીત ચતુર્વેદી સામે જારી કરાયેલ ધરપકડ વોરંટનો અમલ કરવામાં સહકાર આપ્યો ન હતો, જેના કારણે રૂપનગર પોલીસને કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો.
રૂપનગર પોલીસ દ્વારા દાખલ કરાયેલી અરજી પર, બુધવારે સીજેએમ કોર્ટે ચંદીગઢ પોલીસને નવનીત ચતુર્વેદી સામે ધરપકડ વોરંટનો અમલ કરવામાં મદદ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે ચંદીગઢ પોલીસ રૂપનગર પોલીસને મદદ કરવા માટે બંધાયેલી છે, જે ધરપકડ વોરંટ લઈને આવ્યા છે આખરે આરોપીને પંજાબ પોલીસને સોંપવો પડ્યો હતો.
પંજાબ પોલીસ નવનીતની પૂછપરછ કરવા માંગે છે કે કયા ધારાસભ્યોના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેઓ તેમના સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા. સરકારને શંકા છે કે કોઈ અગ્રણી રાજકારણી અથવા રાજકીય પક્ષ આ પ્રકરણમાં સામેલ હોઈ શકે છે.રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં AAP વિરુદ્ધ મોટું કાવતરું બહાર આવી શકે છે.
AAP પંજાબના પ્રમુખ અમન અરોરાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર લોકશાહીની હત્યા અને ગુનેગારોને બચાવવાના ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે છેતરપિંડીના આરોપીઓની ધરપકડ કરવાને બદલે, ચંદીગઢ પોલીસે તેમને VIP ટ્રીટમેન્ટ આપી હતી અને તપાસ ન થાય તે માટે પંજાબ પોલીસને કસ્ટડી આપતા રોકવામાં આવ્યા.
અરોરાએ આની સરખામણી ચંદીગઢ મેયરની ચૂંટણી સાથે કરી, જ્યાં ભાજપે AAP ધારાસભ્યોની બનાવટી સહીઓનો ઉપયોગ કરીને પોતાનો ઉમેદવાર ઉતારવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે અનિલ મસીહે મેયરની ચૂંટણીમાં મત રદ કરીને લોકશાહીને કચડી નાખી હતી, પરંતુ ભાજપે રાજ્યસભા બેઠક માટે તેનાથી પણ ખરાબ કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ








