Rahul Gandhi: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”: LPG સિલિન્ડર મામલે વિપક્ષનો જોરદાર હંગામો! ઈરાન યુદ્ધે ભારતના રાજકારણને દઝાડયું!

  • India
  • March 12, 2026
  • 0 Comments

Rahul Gandhi: આજે લોકસભામાં દેશમાં સર્જાયેલી LPG ગેસ સિલિન્ડરની અછતનો મુદ્દો ઉછાળી વિપક્ષના સાંસદોએ ભારે હંગામો મચાવ્યો હતો, સત્ર શરૂ થાય તે અગાઉ જ વિપક્ષી સાંસદો પોતાના હાથમાં પોસ્ટરો અને સિલિન્ડરના પ્રતીકો હાથમાં લઈ સંસદ પરિસરમાં એકત્ર થયા હતા, આજે ગુરુવારે સવારે 11 કલાકે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ સાંસદોએ સૂત્રોચ્ચાર ચાલુ કરતા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરી પણ વિપક્ષનો હંગામો ચાલુ રહેતા આખરે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

ત્યારબાદ બપોરે કાર્યવાહી ફરી શરૂ થતાં ઓમ બિરલાએ લગભગ અડધા કલાક સુધી ગૃહને સંબોધન કર્યું હતું ત્યારબાદ વિપક્ષના હોબાળાને લઈ ફરી કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી દેશભરમાં ઉભી થયેલી LPG ગેસ સિલિન્ડરની અછતને લઈ આજે સંસદ પરિસરમાં વિપક્ષી દળો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

દેશમાં વિવિધ રાજ્યોમાં LPG સિલિન્ડરની અછત અને વધતા ભાવોની સ્થિતિ અંગે વિપક્ષે સરકાર પર જનતાના રસોડા પર સીધો હુમલો થયાનો આરોપ લગાવ્યો હતો, LPG સિલિન્ડરના ભાવમાં વધારા સામે સંસદની બહાર વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી પણ જોડાયા હતા અને આ દરમિયાન વિપક્ષ નેતાઓએ સંસદની બહાર “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ” ના નારા લગાવ્યા” હતા.

વિપક્ષના નેતાઓએ સરકારને જણાવ્યું કે રાંધણ ગેસના પુરવઠામાં વિક્ષેપથી દેશના લાખો પરિવારો મુશ્કેલીમાં છે અને સરકાર સબ સલામતના દાવા કરી રહી છે પણ વાસ્તવિક પરિસ્થિતિ અલગ છે, આ તકે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન કહે છે કે ગભરાવાની કોઈ જરૂર નથી પણ તેઓ પોતે ગભરાયેલા છે, કારણ કદાચ એક્સ્ટેઈન-અદાણી કેસને લઈને હોય શકે છે અને તેથીજ ગભરાઈ ગયા છે.

રાહુલે કહ્યું કે ‘ગૃહમાં પણ વડાપ્રધાનની ખુરશી ખાલી હતી. તેઓ દેશને ગભરાવાની જરૂર નથી એમ કહી રહ્યા છે,પણ પોતેજ ગભરાયેલા દેખાઈ રહયા છે” આમ,ઈરાન યુદ્ધ હવે ભારતમાં અસર કરી રહ્યું છે અને તેની જનતાને અસર કરી રહ્યું છે અને રાજકીય આગ પણ વકરી રહી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Iran War: ઈરાન યુદ્ધની ભારતીય નાગરિકોના રસોડા સુધી અસર : ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા! રિફિલ બુકીંગ નિયમો પણ બદલાયા!
  • March 10, 2026

Iran War: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા શરૂ કર્યા બાદ દુનિયાભરમાં ગેસ અને ક્રૂડ ઓઇલની અછત ઉભી થતા હવે તેની અસરો ભારતીય નાગરિકોના રસોડા સુધી પહોંચી ગઈ છે અને…

Continue reading
Share Market Crash: યુદ્ધની અસર વચ્ચે શેરબજારમાં ભયાનક કડાકો,સેન્સેક્સ 2200 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹9 લાખ કરોડ ગુમાવ્યા!
  • March 9, 2026

Share Market Crash: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અને ક્રૂડ ઓઈલના ભાવ $117 ને વટાવી જવાથી શેરબજારમાં હાહાકાર મચી ગયો છે અને સેન્સેક્સ 2,200 પોઈન્ટ અને નિફ્ટી 700 થી વધુ પોઈન્ટ ગગડી જતાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”: LPG સિલિન્ડર મામલે વિપક્ષનો જોરદાર હંગામો! ઈરાન યુદ્ધે ભારતના રાજકારણને દઝાડયું!

  • March 12, 2026
  • 1 views
Rahul Gandhi: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”: LPG સિલિન્ડર મામલે વિપક્ષનો જોરદાર હંગામો! ઈરાન યુદ્ધે ભારતના રાજકારણને દઝાડયું!

Modi: “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર”જેવા સૂત્રો બોલી સત્તા પર બિરાજમાન BJP હવે વચનો ભૂલી ગયુ!

  • March 12, 2026
  • 4 views
Modi: “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર”જેવા સૂત્રો બોલી સત્તા પર બિરાજમાન BJP હવે વચનો ભૂલી ગયુ!

Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો

  • March 12, 2026
  • 8 views
Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો

Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”

  • March 12, 2026
  • 7 views
Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”

Iran War: ઈરાનની પ્રતિક્રિયા:”જંગ તમે છેડયો ખતમ અમે કરીશું!”આ ત્રણ શરત મંજૂર હોય તો જ યુદ્ધ ખતમ થશે! અન્યથા પરિણામો ભોગવવા તૈયાર રહો!! ટ્રમ્પ ભેખડે ભરાયા!

  • March 12, 2026
  • 10 views
Iran War: ઈરાનની પ્રતિક્રિયા:”જંગ તમે છેડયો ખતમ અમે કરીશું!”આ ત્રણ શરત મંજૂર હોય તો જ યુદ્ધ ખતમ થશે! અન્યથા પરિણામો ભોગવવા તૈયાર રહો!! ટ્રમ્પ ભેખડે ભરાયા!

Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

  • March 11, 2026
  • 6 views
Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!