
Rahul Gandhi Said India Economy Dead: હાલ દેશમાં સંસદસત્ર ચાલી રહ્યું છે. ત્યારે મોદી ચારકોરથી ઘરાઈ છે. સરકારને જવાબ આપવામાં ફાંફાં પડી રહ્યા છે. ત્યારે હવે રાહુલ ગાંધીએ ચોકાવનારુ નિવેદન આપતાં ખળભળાટ મચ્યો છે. કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સિવાય બધા જાણે છે કે ભારત એક ‘મૃત અર્થતંત્ર’ છે. રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો છે કે અમેરિકા સાથેનો વેપાર સોદો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શરતો પર થશે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
THE INDIAN ECONOMY IS DEAD.
Modi killed it.
1. Adani-Modi partnership
2. Demonetisation and a flawed GST
3. Failed “Assemble in India”
4. MSMEs wiped out
5. Farmers crushedModi has destroyed the future of India’s youth because there are no jobs.
— Rahul Gandhi (@RahulGandhi) July 31, 2025
રાહુલ ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવા અને ભારતના ખાડે ગયેલા અર્થતંત્ર સંબંધિત પ્રશ્ન પર આ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું- “વડાપ્રધાન અને નાણામંત્રી સિવાય બધા જાણે છે કે ભારતની અર્થવ્યવસ્થા ખતમ છે. મને ખુશી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થા અંગે સચ્ચાઈ રજૂ કરી છે. કારણ કે ભાજપે અર્થતંત્રને બરબાદ કરી દીધું છે. આજે ભારત સામે મુખ્ય મુદ્દો એ છે કે આ સરકારે આપણી આર્થિક નીતિને બરબાદ કરી દીધી છે, આપણી સંરક્ષણ નીતિને બરબાદ કરી દીધી છે અને આપણી વિદેશ નીતિને બરબાદ કરી દીધી છે. તેઓ દેશને ખાડામાં લઈ જઈ રહ્યા છે.”
સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરતી વખતે રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકરની ટિપ્પણી ટાંકીને કહ્યું- “વિદેશ મંત્રી કહે છે કે આપણી પાસે એક મહાન વિદેશ નીતિ છે. એક તરફ અમેરિકા તમારો દુરુપયોગ કરી રહ્યું છે, તો બીજી તરફ ચીન તમારી પાછળ છે. જ્યારે તમે આખી દુનિયામાં પ્રતિનિધિમંડળ મોકલો છો, ત્યારે એક પણ દેશ પાકિસ્તાનની નિંદા કરતો નથી.” વધુમાં કહ્યું કે અદાણીની મદદ કરવા અર્થતંત્રને ખતમ કરી નાખવામાં આવ્યું.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થા અંગે શું કહ્યું?
ભારતમાંથી થતી આયાત પર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારત અને રશિયા પર નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે – “ભારત અને રશિયા એકસાથે તેમની અર્થવ્યવસ્થાને તળિયે લઈ જઈ રહ્યા છે અને તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી.”
આજ મુદ્દે વધુ ચર્ચા જુઓ કે શું ટ્રમ્પ સાચો દાવો કરી રહ્યા છે?
આ પણ વાંચો:
અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump
Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?
kheda: મહુધાના મંગળપુરમાં જીવન અને મૃત્યુ બંને મુશ્કેલીમાં, પાણીમાંથી કાઢવી પડી સ્મશાનયાત્રા, જુઓ
Jhansi: લોનના પૈસા લોવો, પત્ની લઈ જાવ, બેંકવાળાઓએ પત્નીને બનાવી બંધક!, જાણો સમગ્ર કેસ
Fake promises: મોદીના વચનનો અમલ ન થતાં 40 હજાર લોકોને અન્યાય, નેતા છેતરે તો ગુનો દાખલ કરવા કોર્ટ નથી