Jhansi: લોનના પૈસા લાવો, પત્ની લઈ જાવ, બેંકવાળાઓએ પત્નીને બનાવી બંધક!, જાણો સમગ્ર કેસ

  • India
  • July 30, 2025
  • 0 Comments

Jhansi Bank  Loan:  ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ખાનગી ગ્રુપ બેંક દ્વારા ગુંડાગીરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક યુવકે આરોપ લગાવ્યો છે કે એક ખાનગી બેંકના કર્મચારીઓએ તેની પત્નીને લોનના હપ્તા ચૂકવી ન શકવા બદલ બંધક બનાવી હતી અને તેને કહ્યું હતું કે ‘બાકી લોન ચૂકવો અને પત્નીને લઈ જાવ’ પીડિતા પતિએ કોઈક રીતે પોલીસમાં આ અંગે ફરિયાદ કરી હતી, જેના પછી બંધક બનેલી પત્નીને મુક્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

ઝાંસીના પૂંચ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી રવિન્દ્ર વર્માએ મોન્થા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. ફરિયાદમાં જણાવ્યું કે મોન્થા વિસ્તારમાં આવેલા બમરૌલી ગામના આઝાદ નગર વિસ્તારમાં એક ખાનગી ગ્રુપ લોન આપતી બેંકની શાખા છે. તેમણે અહીંથી લોન લીધી હતી. જેથી તેઓ સોમવારે બપોરે 1 વાગ્યે તેમની પત્ની પૂજા વર્મા સાથે બેંક ગયા હતા. રવિન્દ્રનો આરોપ છે કે તેમને અને તેમની પત્નીને બળજબરીથી બેંકની અંદર બેસાડવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે બાકી લોનની રકમ જમા ન થાય ત્યાં સુધી તેમની પત્નીને છોડવામાં આવશે નહીં. રવિન્દ્રના જણાવ્યા મુજબ, તેમને કહેવામાં આવ્યું હતું કે, ‘ઘરે જઈને પૈસા લાવો, પછી તમારી પત્નીને લઈ જાઓ.’

આજીજી કરી છતાં બેંકકર્મીઓ ન માન્મા

માહિતી આપતાં પીડિતાના પતિએ જણાવ્યું કે તેણે બેંક કર્મચારીઓને વિનંતી કરી અને કહ્યું કે તે પૈસાની વ્યવસ્થા કરવામાં અસમર્થ છે, પરંતુ કર્મચારીઓએ તેની વાત સાંભળી નહીં અને પૈસા માટે દબાણ કરતાં રહ્યા. અંતે કંટાળેલા પતિએ ડાયલ 112 પર માહિતી આપી. માહિતી મળતાં PRV પોલીસ ઘટનાસ્થળે પહોંચી. લગભગ 4 કલાક પછી, તેની પત્નીને બેંકમાંથી બહાર કાઢીને મોન્થા પોલીસ સ્ટેશન મોકલવામાં આવી, જ્યાં પીડિત દંપતીએ બેંક વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે.

રવિન્દ્રએ કેટલી લોન લીધી?

પીડિતએ જણાવ્યું કે તેણે બેંકમાંથી 40 હજાર રૂપિયાની પર્સનલ લોન લીધી હતી, જેનો માસિક હપ્તો 2120 રૂપિયા હતો. અત્યાર સુધી તેણે 11 હપ્તા જમા કરાવ્યા છે. તેનો આરોપ છે કે બેંકમાં ફક્ત 8 હપ્તા બતાવવામાં આવી રહ્યા છે. રવિન્દ્રનો દાવો છે કે બેંક એજન્ટે તેના ત્રણ હપ્તાના પૈસા જમા કરાવ્યા ન હતા અને તેની ઉચાપત કરી હતી.

પોલીસે શું કહ્યું?

દરમિયાન મોન્થા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જનું કહેવું છે કે તેમને આ કેસ વિશે માહિતી મળી છે, જેના સંદર્ભમાં બેંકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસની અન્ય રીતે તપાસ કરવામાં આવી રહી છે, જે પણ પુરાવા સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

 

આ પણ વાંચો:

Vadodara: યુવીતએ 7માં માળેથી છલાંગ લગાવી મોત વ્હાલુ કર્યું, શું છે કારણ?

UP Viral video: બંગડીઓ પહેરી લો, વીજળી ના આવતાં લોકો વિફર્યા, વિકાસના ફૂફાંડા મારતી સરકારના વીજકર્મી ભાગ્યા

Fake promises: મોદીના વચનનો અમલ ન થતાં 40 હજાર લોકોને અન્યાય, નેતા છેતરે તો ગુનો દાખલ કરવા કોર્ટ નથી

Ceasefire: ટ્રમ્પ 31 વાર બોલ્યા મેં યુધ્ધ રોકાવ્યુ, મોદીએ કહ્યું કોઈએ યુધ્ધ રોકાવ્યું નથી, બેમાંથી સાચુ કોણ?

Parking Chair: ખુરશી સરખી કરવાની ઝંઝટ ખતમ, તાળી પાડતાં જ કેવી રીતે ગોઠવાઈ જાય છે?

Himachal Pradesh: એક છોકરી સાથે બે ભાઈઓએ લગ્ન કર્યા, પછી છોકરી શું બોલી?

 

 

 

Related Posts

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન
  • October 31, 2026

West Bengal SIR: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) દરમિયાન મતદાર યાદીમાં નામ સામેલ કરવા યોગ્ય ઠરાવવામાં આવેલા લાખો લોકો સામે અપીલો દાખલ કરવામાં આવી હોવાનો મામલો ચર્ચામાં…

Continue reading
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું
  • October 31, 2026

Manipur Kangpokpi Shutdown: મણિપુરમાં હિંસા, અપહરણ અને હત્યાની ઘટનાઓ ફરી વધી રહી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં બે કુકી પુરુષોના કથિત અપહરણ બાદ કુકી-ઝોમી સંગઠન Committee on Tribal Unity (COTU)એ 48…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

  • October 31, 2026
  • 4 views
West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

  • October 31, 2026
  • 5 views
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

  • October 31, 2026
  • 6 views
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

  • October 31, 2026
  • 6 views
UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

  • October 31, 2026
  • 13 views
UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો

  • October 31, 2026
  • 10 views
IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો