Rahul Gandhi: રાહુલ ગાંધીએ AI સમિટને PR તમાશો ગણાવ્યો! થરૂરે કહ્યું, મોટા આયોજનોમાં ભૂલ થવી સામાન્ય છે!

  • India
  • February 21, 2026
  • 0 Comments

Rahul Gandhi: કોંગ્રેસના નેતા શશિ થરૂરે AI ઇમ્પેક્ટ સમિટની ખૂબજ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે સમિટના શરૂઆતના થોડા દિવસો ખૂબ જ સારા રહ્યા હતા. જોકે, પછીથી કેટલીક ખામીઓ જોવા મળી પણ તે સામાન્ય છે કારણકે કોઈપણ મોટા કાર્યક્રમમાં એવી ભૂલો થઈ શકે છે.તેમણે કહ્યું કે ખાસ વાત એ હતી કે ઘણા દેશોના રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો અને અન્ય મહત્વપૂર્ણ નેતાઓની હાજરી હતી. આ લોકો AI ના વિકાસમાં એક નવી, સંકલિત દુનિયા જોવાની તીવ્ર ઇચ્છા સાથે આવ્યા હતા.

■ રાહુલ ગાંધીએ તેને “અવ્યવસ્થિત પીઆર શો” ગણાવ્યો.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં ચાલી રહેલા એઆઈ સમિટને “અવ્યવસ્થિત પીઆર શો” ગણાવ્યાના એક દિવસ પછી થરૂરની આ ટિપ્પણી સામે આવી છે.કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ પક્ષના નેતાઓએ પણ આ કાર્યક્રમની ટીકા કરી હતી પણ થરૂર સમીટની પ્રશંસા કરી રહયા છે.

■ થરૂરે એમ પણ કહ્યું…

● ઘણા નેતાઓ AI વિકાસમાં એક નવા સંકલિત વિશ્વની કલ્પના કરવાનો મજબૂત સંદેશ લઈને આગળ આવ્યા છે, જેની સમાજ પર અસર મુખ્ય રહેશે. આ ક્ષેત્રમાં ભારતે સ્પષ્ટપણે આ અભિયાનનું નેતૃત્વ કર્યું છે.

● ફ્રેન્ચ રાફેલની વાત કરીએ તો, તેના કેટલાક ઘટકો ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે. આ સોદાનો એક મહત્વપૂર્ણ પાસું છે કારણ કે તે દેશના સંરક્ષણને મજબૂત બનાવવાનો એક ભાગ છે.

● ભારત માટે સંરક્ષણ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે યુદ્ધ કરવા માંગતા નથી પરંતુ એટલા નબળા પણ નથી તે પણ મેસેજ જવો જોઈએ.

● આ ખરેખર એક ડિફેન્સીવ ડિફેન્સ છે, અને તે જ દિશામાં સરકાર કામ કરી રહી છે અને હું આ માટે સરકારને સમર્થન આપું છું.

● આગામી ફિલ્મ કેરળ સ્ટોરી 2 પર થરૂરે કહ્યું કે પહેલી આવેલી ફિલ્મ કેરળ સ્ટોરી એક નફરત ફેલાવતી ફિલ્મ હતી જેમાં કહેવામાં આવ્યું કે હજારો લોકોનું ધર્માંતરણ થયું જે સાચું નથી.

● મને લાગે છે કે વર્ષોથી આવા લગભગ 30 કિસ્સા બન્યા છે. આપણો દેશ ખૂબ મોટો છે. અહીં કોઈ ઘટના બને છે અને ત્યાં બને છે તેનો અર્થ એ નથી કે તમારે તેને મોટુ રૂપ આપી દેવું જોઈએ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Mumbai: મહારાષ્ટ્રમાં ટેક્સી-રીક્ષા ચાલકોએ મરાઠીમાંજ વાત કરવાનો ‘ફતવો’ જાહેર!
  • April 9, 2026

Mumbai: આપણો દેશ વિવિધ પ્રાદેશિક ભાષાઓ,પહેરવેશ અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિથી ભરેલો છે પણ ક્યાંય સાંભળવામાં આવ્યુ નથી કે જે તે પ્રદેશની ભાષા બોલવા ફરજ પાડી શકાય,પણ મહારાષ્ટ્ર માં આ વાત…

Continue reading
Election: આસામ, કેરળ અને પુડુચેરીમાં કુલ 296 બેઠકો પર આજે મતદાન, મતદારોમાં ભારે ઉત્સાહ
  • April 9, 2026

Election: દેશમાં આજે એટલે કે તા. 9 એપ્રિલ, 2026 ના રોજ દેશના બે રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 296 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે આજે સવારે 7 વાગ્યાથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • April 11, 2026
  • 3 views
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • April 11, 2026
  • 3 views
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

  • April 11, 2026
  • 9 views
Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

  • April 11, 2026
  • 4 views
Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

TATA Chemicals: ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મામલે GPCBનો કડક કાર્યવાહીનો આદેશ! જુઓ વિડીયો

  • April 10, 2026
  • 4 views
TATA Chemicals: ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મામલે  GPCBનો કડક કાર્યવાહીનો આદેશ! જુઓ વિડીયો

Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો

  • April 10, 2026
  • 12 views
Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો