
Rajasthan Viral Incident: રાજસ્થાનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને માનવતાને શર્મસાર કરી દીધી છે. જ્યાં એક દિકરાએ ચાંદીના કડા માટે પોતાની માતાના અંતિમ સંસ્કાર અટકાવી દીધા હતા. તે અંતિમ સંસ્કાર સમયે માતાની ચિતા પર સુઈ ગયો હતો અને કલાકો સુધી સ્મશાનમાં હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પુત્ર ચાંદીના કડા માટે હોબાળો મચાવતો જોવા મળી રહ્યો છે આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેની સામે તિરસ્કારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
રાજસ્થાનમાં માતા પુત્રના સબંધોને શર્મસાર કરતી ઘટના
રાજસ્થાનના કોટપુતલી -બહરોર જિલ્લાના વિરાટ નગર વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે માતા પુત્રના સંબંધોને શરમજનક બનાવી દીધા છે . અહીં લીલા કા બસ કી ધાનીમાં, 80 વર્ષીય ભૂરી દેવીનું 3 મેના રોજ અવસાન થયું હતું. જ્યાં માતાના અવસાનથી આખો પરિવાર દુઃખી હતો અને ગામના સેંકડો લોકો શોક વ્યક્ત કરવા માટે આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં પહોંચ્યા, ત્યારે એક એવી ઘટના બની જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
કળિયુગનો પુત્ર ચાંદીના કડા માટે તેની માતાની ચિતા પર સુઈ ગયો
રાજસ્થાનના કોટપુટલીમાં માતાના મૃત્યુ બાદ પુત્રો વચ્ચે તેના ઘરેણાં અંગે થયો હતો વિવાદ#rajasthan #kotputli #shameful #incident #viralvideo pic.twitter.com/LgHnaPBqVC
— The Gujarat Report (@TGujarat_Report) May 16, 2025
દીકરો ચિતા પર સૂઈ ગયો, બે કલાક સુધી હોબાળો મચાવ્યો
ભૂરી દેવીના સાત પુત્રોમાંથી પાંચમો પુત્ર ઓમ પ્રકાશ, જે તેના ભાઈઓથી અલગ રહે છે, તે તેની માતાની અંતિમયાત્રામાં જોડાવવા આવ્યો હતો. શરૂઆતમાં, તે મૃતદેહને ખભા પર લઈને શાંતિથી સ્મશાનમાં પહોંચ્યો, પરંતુ ચિતા તૈયાર થયા પછી, તેણે અચાનક હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. ઓમ પ્રકાશ ચિતા પર સૂઈ ગયો અને બૂમ પાડવા લાગ્યો, “પહેલા મને માતાની ચાંદીનુ કડુ આપો, પછી જ હું ઊઠીશ.”
દાગીનાનો વિવાદ
હકીકતમાં, માતાના મૃત્યુ પછી, પરિવારે તેના ઘરેણાં મોટા દીકરા ગિરધારીને આપી દીધા હતા. જ્યારે ઓમપ્રકાશને આ વાતની ખબર પડી, ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને ચિતા પર સૂઈને વિરોધ કરવા લાગ્યો. પરિવારના સભ્યો અને ગામના લોકો તેને સમજાવવા લાગ્યા, પણ તે સહમત થવા તૈયાર ન હતો. અંતે, કંટાળીને કોઈને ઘરે મોકલીને કડુ લાવવામા આવ્યું અને તેને ઓમપ્રકાશને સોંપવામાં આવ્યું. ત્યારબાદ જ મામલો શાંત થયો અને લગભગ બે કલાક પછી અંતિમ સંસ્કાર થઈ શક્યા.
વિડિયો વાયરલ થયો
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓમપ્રકાશનો તેના ભાઈઓ સાથે મિલકતને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે તે તેના પરિવારથી અલગ રહે છે. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અને આવા કપૂત પુત્ર સામે લોકો ધિક્કારની લાગણી વરસાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ
ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા
Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે
Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!
Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?
ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર
‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah
Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF
