
Rajkot: રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં એક કરુણાંતિકા સર્જાઈ છે. જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક તરવૈયા મામલતદાર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પહોંચી હતા અને તરવૈયા દ્વારા ત્રેણય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ ત્રણેય બાળકોના મૃતદેહને જામકંડોરણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
તળાવમાં ડૂબવાથી 3 બાળકનાં મોત
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના જામકંડોરણાના પાદરિયા ગામે આજે સવારના સમયે ત્રણેય બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા. આ દરિયાન તેઓ તળામાં ડુબી ગયા હતા. આ અંગે ગામ લોકોને જાણ થતા ગામ લોકો અહીં આવી પહોંચ્યા હતા અને સ્થાનિક તરવૈયા દ્વારા તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકના નામ
ભાવેશ ડાંગી 6 વર્ષીય,
હિતેશ ડાંગી 8 વર્ષીય,
નીતેષ માવી 7 વર્ષીય
બાળકોના મોતથી ખેતમજૂરી કરતા પરિવારમાં શોકનો માહોલ
જેમાં ભાવેશ ડાંગી અને હિતેશ ડાંગી બંને સગા ભાઈઓ થતા હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ આ ત્રણેય બાળક ખેતમજૂરી કરતા શ્રમિક પરિવાર હતા. ત્યારે ખેત મજૂરોના ત્રણ બાળકોના મોતથી પરિવારમા શોકનો માહોલ છવાયો છે.









