Rajkot Bali: માતાજીના મઢે પોલીસની રેડ, ભૂવો મુઠ્ઠી વાળીને ભાગ્યો(VIDEO)

Rajkot Bali: રાજકોટ તાલુકાના બેડલા ગામની સીમમાં માતાજીના મઢે પોલીસ સાથે દરોડો પાડતાં ભક્તોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે ભૂવો બકરાની બલીનો પ્રસાદ  લઈ નાસી જવામાં સફળ રહ્યો છે.  જ્યારે પોલીસે 4 જેટલાં બકરાને બચાવ્યા છે.  હાલ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના બેડલા ગામની સીમમાં માતાજીના મઢે બકરાની બલી ચઢતી હોવાની બાતમી એરપોર્ટ પોલીસને મળી હતી. જેથી ગઈકાલે ભારત જન વિજ્ઞાન જાથા સંસ્થાના સ્થાપક જયંત પંડ્યા સાથે મળી સંયુક્ત રીતે  બેડલા ગામના માતાજીના મઢે પોલીસે રેડ પાડી હતી. જેથી બકરાઓની બલી ચઢાવતાં ભક્તોમાં નાસભાગ મચી ગઈ હતી. આરોપી ભૂવો બકરાની બલીનો પ્રસાદ લઈ નાસી છૂટ્યો હતો. ભૂવો કારમાં બેસી ફરાર થઈ ગયો હતો. પાંચ બકરામાંથી ભૂવાએ એક બકરાની બલી ચડાવી દીધી હતી. જ્યારે 4 બકરાને પોલીસે બચાવી લીધા છે. હાલ પોલીસે બેડલા ગામની સીમ, રફાળા, ફાળદંગ, રામપરા, પારેવાડા સ્થળોએ તપાસ હાથ ધરી છે.

જાણવા મળી રહ્યુ છે કે ભૂવો દર 15 દિવસે બકરાની બલી ચઢાવી મિજબાની માણતો હતો. લોકોને બાંધા આપતો હતો. જેથી લોકોના રુપિયે ભૂવો બકરાનું માસ ખાતો હતો. બકરાનું મટન ખાવાની ભૂવાને આદત પડી જતાં માતાજીના મઢે દર 15 દિવસે બલીની પરંપરા ઉભી કરી હતી. અહીં 20થી 25 વર્ષથી બકરા બલીની પ્રથા ચાલુ છે. ભૂવો એક જ ગામમાં ચાર-પાંચ સ્થળે પશુબલી ચઢાવતો હોવાનું સામે આવ્યું છે. ભૂવાએ અલગ અલગ ધાર્મિક સ્થળોએ માનતાના નામે પશુબલી કરવી કાનુની અપરાધ કર્યો છે. જો કે ગ્રામજનો આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી. લોકોને પોતાનું નામ જાહેર ન કરવા ભૂવો ભય બતાવી રહ્યો હોવાના આક્ષેપ થયા છે.

બેડલા ગામને બલીપ્રથાથી મુક્ત કરાવવા પોલીસ અને વિજ્ઞાન જાથા આંદોલન કરશે. પખવાડીયામાં ગામમાં પોલીસ સાથે જાથા જાગૃતિ કેળવશે. આક્ષેપ થયા છે કે પ્રતિ વર્ષ ચૈત્ર નોમ, પુનમ, બીજ અને અમાસના દિવસે સદીઓથી બલી પ્રથા સ્થાનિક તંત્રએ ચાલવા દીધી છે. જેથી લોકોને અંધશ્રધ્ધાનો ભોગ બનાવતાં ભૂવા સામે કાર્યવાહી થયા તેવી માગ ઉઠી છે.

આ પણ વાંચોઃ ISRO ની કમાલ, પહેલા જ શોધી કાઢશે વીજળી ક્યા પડશે?, વાંચો વધુ

આ પણ વાંચોઃ RAJKOT: ઈસ્ટાગ્રામ પર છોકરીઓને ફસાવતાં શખ્સને પોલીસે લોન રીકવર અજન્ટ બની ઝડપ્યો, મહિલાઓ સાથેના…

આ પણ વાંચોઃ ડીસામાં થયેલા 21 લોકોના મોત મામલે કયા અધિકારીઓ અને નેતાઓ જવાબદાર? |DEESA

આ પણ વાંચોઃ ભાજપ સરકાર ઈજ્જત કેમ ખોઈ રહી છે?, ડીસામાં 21 લોકોના જીવ ગયા! | DEESA | GUJARAT|

Related Posts

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!
  • March 20, 2026

BJP: નરેદ્ર મોદી અને તેમની ટીમ હાલમાં બંગાઓની ચૂંટણીમાં વ્યસ્ત છે તો બીજી તરફ ગેસની કટોકટી સર્જાઈ છે, લોકોની લાઈનો લાગી છે. અત્યાર સુધી પેટ્રોલના ભાવ કન્ટ્રોલ રહયા પણ આજથી…

Continue reading
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો
  • March 20, 2026

Keshubapa: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી, નેનો પ્રોજેક્ટ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!