
Rajkot Bhuvi: ગુજરાત સહિત દેશમાં અંધશ્રદ્ધાના નામે લોકોને લૂંટતાં ભૂવા-ભૂવીએ ફૂલ્યા ફાલ્યા છે. આ અંધશ્રધ્ધામાં ઘણા લોકો અને બાળકોના જીવ ગયા છે. ત્યારે વિજ્ઞાન જાથા દ્વારા આવા ભૂવા-ભૂવીઓને ખલ્લા પાડવામાં આવી રહ્યા છે. સાવરકુંડલા બાદ હવે રાજકોટ જીલ્પલામાંથી દશા માતાજીના નામે લોકોને ધૂતતી મહિલા ઝડપાઈ છે.
જેતપુર તાલુકામાં આવેલા જેપુરની એક દશા માતાની ભૂવી ભાવના ધીરુ મકવાણા છેલ્લા 20 વર્ષથી દોરા-ધાગા અને ભૂત કાઢવા જેવી પ્રવૃતીઓ કરી લોકો સાથે છેતરપીંડી કરતી ઝડપાઈ છે. જેની જાણ વિજ્ઞાન જાથાને થતાં ભૂવીનો પર્દાફાશ થયો છે. તાવ મટાડવા, ભૂત કાઢવા સહિતની પ્રવૃતીઓ ભૂવી કરતી હતી. તેણે માતાજીનો મઢ પણ બનાવ્યો હતો. આ મઢે દર મહિને 1 હજારથી વધુ લોકો જોવડાવવા આવતા હતા. જેથી ભૂવી ભાવના મકવાણાને લોકોને છેતરવાનો ધંધો બંધ કરાવ્યો છે. ભૂવીના પતિએ કહ્યું તે મને પણ પગે લગાડતી હતી.
કેવી રીતે ભૂવીનો ભાંડો ફૂટ્યો?
જાણવા મળી રહ્યું છે ભૂવી ભાવના પાસે એક રાધિકા નામની પરણિત મહિલા પરિવાર સાથે જોવડાવવા આવી હતી. ત્યારે આ ભૂવીએ મહિલા પર ભભૂત નાખી હતી. જેથી મહિલા બેભાન થઈ ગઈ હતી. બેભાન થયેલી મહિલાના પરિવાજનોએ ભૂવી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પરિવારનો આરોપ છે, વિધિ કરતી વખતે રાધિકાને સ્નાન કરાવ્યુ હતુ. આ ઘટનાની જાણ પરિવારજનોએ વિજ્ઞાન જાથાને કરી હતી. ત્યારે આ ભૂવીના ધતિંગનો પર્દાફાશ થયો છે. વિજ્ઞાન જાથા છેલ્લા 15 વર્ષથી આવી પ્રવૃતિઓનો પર્દાફાશ કરવાનું કામ કરે છે. જાથાએ અત્યાર સુધી 1267 આવી ધતિંગ બંધ કરાવ્યા છે. ભૂવી સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી છે.
ભૂવીની સામે કાર્યવાહી થતાં ભક્તો રોષે
જો કે દશામાં માતાની ભૂવીનો પર્દાફાશ થતાં સોશિયલ મિડિયામાં ભક્તો રોષ ઠાલવી રહ્યા છે કહીં રહ્યા છે કે દેશમાં મોટા મોટા ભાવાઓ ધતિંગ કરે છે. તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આ પણ વાંચો:
Surat AAP protest: સુરતને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં રોકવા AAPની માંગ, કમિશ્નરને આવેદન
Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ
Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો
Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?