
Rajkot: ગોંડલના ભુણાવા ગામ નજીક એક ભયંકર અકસ્માત(Accident) સર્જાયો છે. ખાનગી ટ્રાવેલ્સ અને LPG ગેસની બોટલ ભરીને જતી ટ્રક વચ્ચે આ અકસ્માત થયો છે. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. જ્યારે 8 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચાતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે ગોંડલ તાલુકાના ભુણાવા ગામ નજીક શક્તિમાન ફેકટરી પાસે ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. જેમાં એક મહિલાનું કરુણ મોત થયું છે. જેના મૃતદેહને પી.એમ. માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે. જ્યારે ઇજાગ્રસ્તોને ગોંડલ સિવિલ અને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ BHUJ: ગંદી ગટરોની ગજબ તસ્વીરો વિદેશી પ્રવાસીએ કેમેરામાં કંડારી, જુઓ
ઈજાગ્રસ્તોને ઈમરજન્સી દરવાજો ખોલીને બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માત થતાં નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: I.P. ગૌતમ બન્યા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન