
Rajkot minor abortion: રાજકોટમાં 13 વર્ષિય બાળકી ગર્ભવતી બતનાં ગુજરાત હાઈકોર્ટે 33 અઠવાડિયાનો ગર્ભપાત કરાવવા મંજૂરી આપી દીધી છે. ગઈકાલે મંગળવારે સગીરા પોલીસ પ્રોટેક્શન સાથે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કિશોરી તેમજ પરિવારજનોની સહમતી મેળવ્યા ગર્ભપાતની પ્રક્રિયા બાદ હાથ ધરાઈ છે. કોર્ટે મેડિકલ રિપોર્ટ અને પરિવારની સંમતિના આધારે આ ચૂકાદો આપ્યો છે. પરંતુ ગર્ભપાતની પ્રક્રિયા સગીરાના જીવન માટે જોખમી હોવાનું પણ નોંધાયું છે. આ પ્રક્રિયા પોલીસ પ્રોટેક્શન હેઠળ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે.
32 સપ્તાહ ગર્ભમાં શિશુ જીવી શકે, જેથી 33 સપ્તાહનો ગર્ભપાત અત્યુંત જોખમ
આ કેસમાં ગર્ભપાત કરવો એ તબીબો માટે પણ પડકારરુપ સાબિત થઇ શકે છે, કારણ કે 32 સપ્તાહ ગર્ભ પછી એમાં રહેલું શિશુ જીવી શકે એવું માનવામાં આવે છે અને આ કેસમાં બાળકીને 33 સપ્તાહનો ગર્ભ છે. જેથી તબીબો માટે પણ એક મોટો પડકાર છે. આજે ડોક્ટરો ગર્ભપાત માટે પ્રોસેસ કરવામાં આવે એવી પૂરી શક્યતા રહેલી છે.
સગીરા પર બળાત્કાર ગુજારાયો હતો
રાજકોટમાં સગીરા પર તેના પિતરાઈ ભાઈ (પડોશમાં રહેતા યુવક) દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ ઘટના 29 એપ્રિલ 2025ના રોજ બહાર આવી હતી. શારિરીક શોષણના પરિણામે 13 વર્ષિય બાળકી 33 અઠવાડિયાની ગર્ભવતી થઈ હતી. બળાત્કારની ઘટના બાદ સગીરાને ગર્ભાવસ્થા વિશે જાણ થઈ, અને તેની નાજુક સ્વાસ્થ્ય સ્થિતિ (એનિમિયા)ને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પરિવારે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, અને આરોપી સામે POCSO એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.
13 વર્ષની સગીરાનો 33 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત તબીબો માટે અત્યંત જોખમી
રક્તસ્ત્રાવ: ગર્ભાશયની અદ્યતન અવસ્થામાં ભારે રક્તસ્ત્રાવ થઈ શકે છે, ખાસ કરીને એનિમિયા હોય તો જોખમ વધે.
ચેપ: શસ્ત્રક્રિયા અથવા પ્રક્રિયા દરમિયાન ચેપ લાગવાની શક્યતા રહે છે.
ગર્ભાશયને નુકસાન: નાની ઉંમરે ગર્ભાશય નાજુક હોવાથી, નુકસાનનું જોખમ રહે છે, જે ભવિષ્યની ગર્ભાવસ્થાને અસર કરી શકે.
એનેસ્થેસિયાની ગૂંચવણો: નાની ઉંમર અને નબળા સ્વાસ્થ્યને કારણે એનેસ્થેસિયાના આડઅસરનું જોખમ રહે છે.
જીવનું જોખમ: નાજુક શાર- શસ્ત્રક્રિયા દરમિયાન અથવા પછી સગીરાના જીવનને જોખમ રહે છે, ખાસ કરીને એનિમિયા જેવી સ્થિતિમાં.
માનસિક આઘાત: પ્રક્રિયા બળાત્કાર જેવા આઘાત સાથે જોડાયેલી હોવાથી, માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે, જે માટે લાંબા ગાળાનું કાઉન્સેલિંગ જરૂરી છે.
રિકવરી: શારીરિક રિકવરી માટે અઠવાડિયાં લાગી શકે છે, અને ICU દેખરેખની જરૂર પડે છે.
આ પણ વાંચોઃ
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu
Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત
CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો
Surat: DNA ટેસ્ટ રિપોર્ટ આવ્યા પહેલા ગર્ભપાત માટે શિક્ષિકાને મંજૂરી, વિદ્યાર્થીને લઈ ભાગી હતી
Vadodara: દીપેન પટેલ હત્યા મામલો, મિત્ર જ હત્યારો નીકળ્યો, ગર્ભવતી પત્ની અને માતાએ સથવારો ગુમાવ્યો!
BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?
Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
