Rajkot : માતાએ બાળકને બાલ્કનીથી ઊંધો લટકાવ્યો, પિતાએ બચાવી લીધો, પોલીસ સ્ટેશનમાં આ આપ્યું નિવેદન

Rajkot: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાના દીકરાને સજા આપવા માટે ફ્લેટની બાલ્કનીમાંથી ઊંધો લટકાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બાળકનો જીવ જોખમમાં મૂકાયો હોવાનું દેખાય છે.

માતાએ બાળકને બાલ્કનીથી ઊંધો લટકાવ્યો

જાણવા મળ્યું છે કે, રાજકોટના ગોકુલધામ આવાસ યોજનાના એક ક્વાર્ટસમાં રહેતી માતાએ તેના બાળકને કોઈ બાબતે શિસ્ત શીખવવા માટે આ ખતરનાક પગલું ભર્યું હતું. જેમાં માતાએ પોતાના બાળકને બાલ્કનીથી ઊંધો લટકાવ્યો હતો ત્યારે એક શખ્સ આ બાળકને બતાવી લે છે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે માતા બાળકને બાલ્કનીની ધાર પરથી ઊંધો લટકાવી રહી છે, જેના કારણે બાળક ડરી ગયું હતું. સદનસીબે, બાળકના પિતાએ સમયસર વચ્ચે પડીને બાળકને બચાવી લે છે. જો આ બાલકના પિતા સમયસર ન આવ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

માતાએ આપ્યું આ નિવેદન

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ આ મહિલાને માલવિયાનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જ્યાં તેને નિવેદન આપ્યું હતુ કે, બાળકને માત્ર ડરાવી રહી હતી. જો કે, માતાની વાતમાં કેટલી હકીહત છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે, અને માતા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

મહિલાને તેના પાડોશી સાથે થયો હતો ઝઘડો

કહેવામાં આવી રહ્યુંછે કે, આ ઘટના બની તેના પહેલા થોડા સમય પહેલા જ મહિલાને તેના પાડોશી સાથે ઝઘડો થયો હતો. જેથી આ ઝઘડાની અસરના કારણે માતાએ આ પગલું ભર્યું હોઈ શકે છે. જો કે આ ઘટના મામલે મહિલાએ તો મીડિયા સમક્ષ કંઈપણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો.

બાળકોને સજા આપવાની આવી રીતો પર ઉઠ્યા સવાલો

આ ઘટનાએ સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. લોકો આ માતાના આવા ક્રૂર વર્તનની નિંદા કરી રહ્યા છે અને બાળકોને સજા આપવાની આવી રીતો પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ ઘટનાએ બાળ ઉછેર અને શિસ્તની પદ્ધતિઓ અંગે ફરી એકવાર ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે બાળકોને શિસ્ત શીખવવા માટે હિંસા અથવા ભયનો ઉપયોગ કરવો એ ન માત્ર ખોટું છે, પરંતુ તે બાળકના માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે.

આ પણ વાંચો:

AK47 સાથે સુરક્ષા, 6 બંદૂકધારીઓ..Jyoti Malhotra ને પાક.માં મળતી હતી Z-પ્લસ જેવી સુરક્ષા

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Amritsar Bomb Blast: અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, બોમ્બ મૂકવા આવેલા વ્યક્તિના હાથમાં જ થયો ધડાકો

‘તે બતાવી દીધું કે તું કેવી છે’ Sandeep Reddy Vanga એ Deepika Padukone પર ઠાલવ્યો ગુસ્સો

યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી, પુતિને કહ્યું- ‘યુદ્ધમાં NATO નો સીધો પ્રવેશ’

Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

Haryana: બાગેશ્વર ધામની કથામાંથી આવ્યા બાદ પરિવારના સાત લોકોએ કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું?

NIA એ CRPF જવાનની કરી ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે માહિતી શેર કરવાનો આરોપ

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Gujarat માં Corona ના નવા વેરિયન્ટ LF.7નો પ્રથમ કેસ નોંધાયો, જાણો તે કેટલો છે ખતરનાક

તૈયારીઓ કરી પણ આવવા ન મળ્યું! મોદીના કાર્યક્રમમાં Bachu Khabad ગેરહાજર

Ahmedabad: દારૂબંધીવાળા ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ! શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી પાસે કરી તપાસની માંગ

Dahod Mgnrega Scam:મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં કેવી રીતે થતું હતુ સમાધાન?

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

  • Related Posts

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
    • October 28, 2025

     Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

    Continue reading
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
    • October 28, 2025

    Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    • October 28, 2025
    • 3 views
    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    • October 28, 2025
    • 1 views
    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

    • October 28, 2025
    • 4 views
    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    • October 28, 2025
    • 7 views
    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    • October 28, 2025
    • 21 views
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 9 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!