તૈયારીઓ કરી પણ આવવા ન મળ્યું! મોદીના કાર્યક્રમમાં Bachu Khabad ગેરહાજર

Bachu Khabad: દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો અને મંત્રી બચુ ખાબડના પુત્રોની ધરપકડ કરવામાં આવી પરંતુ આ કૌભાંડ સામે આવ્યો ત્યારથી થોડા સમય માટે મંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા થયા હતા. જ્યારે આ મામલે સવાલો ઉઠ્યા ત્યારે તેઓ અચાનક પ્રગટ થયા અને કહયું કે, હું મોદીના કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છું. અને આજે જ્યારે પીએમ મોદી દાહોદમાં છે ત્યારે મોદીના કાર્યક્રમની તૈયારીઓ કરનારા મંત્રી પોતે ગાયબ થઈ ગયા છે. પીએમ મોદીના કાર્યક્રમમાં બચુ ખાબડ દેખાયા જ નહીં.

મોદીના કાર્યક્રમમાં બચુ ખાબડ ગેરહાજર

આજે પીએમ મોદી દાહોદમાં છે ત્યારે દાહોદ ખાતેના પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મંત્રી બચુ ખાબડને સ્થાન અપાયું નહતું. PM મોદીની સભાના મંચ પર ભાજપાના અનેક નેતાઓ અને મંત્રીઓ હતા પરંતુ મંત્રી બચુ ખાબડ ગેરહાજર જોવા મળ્યા હતા. જ્યારે બચુ ખાબડે તો કહ્યું હતું કે હું PM મોદીના કાર્યક્રમની વ્યવસ્થામાં વ્યસ્ત છું. ત્યારે પીએમ મોદી દાહોદમાં આવ્યા છે તો કેમ મંત્રી ગાયબ છે ? શું બચુ ખાબડને આ કાર્યક્રમમાંથી જાણી જોઈને દુર રાખવામાં આવ્યા છે કે તેઓ પોતે આ કાર્યક્રમથી દુર રહ્યા છે ? તેવા સવાલ થઈ રહ્યા છે. કારણ છે કે બચુ ખાબડના બંને સંતાનો ભ્રષ્ટાચારના આરોપોમા પોલીસ ફરિયાદ પછી હાલ જેલ હવાલે થયેલા છે. તેમજ મંત્રી પર પણ આ ભ્રષ્ટાચારના આરોપોના છાંટા ઉડ્યા છે.

મંત્રી પોતે કાર્યક્રમથી દૂર રહ્યા કે રાખવામાં આવ્યા ?

ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ મંત્રીના પુત્રો જેલ હવાલે થયા છે છતા પણ મંત્રીના કહેવા પ્રમાણે તેઓ પીએમ મોદીના કાર્યક્રમ માટે ભીડ એકઠી કરવા જેવી તૈયારીઓ કરી હતી. તો પછી આટલી તૈયારી કર્યા બાદ જ્યારે પીએમ મોદી દાહોદમાં આવ્યા છે તો મંત્રી કેમ ગાયબ થઈ ગયા ? કે પછી તેમને આ કાર્યક્રમથી દુર રાખવામાં આવ્યા ?

શું હવે ભાજપા મંત્રી બચુ ખાબડનું પત્તું કાપશે ?

મહત્વનું છે કે, આ કૌભાંડમાં મંત્રી પુત્રોની ધરપકડ બાદ ભાજપા દ્વારા પણ તેમના પુત્રોને બતાવવાના કોઈ પ્રયાસ કરવામાં નથી આવી રહ્યા તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપા હવે મંત્રીને વિસ્તરણ સમયે ટાટા બાય બાય કરશે. અત્યારે ભાજપા મંત્રીને કોઈ રીતે સાચવી નથી રહ્યું જેથી સ્પષ્ટ છે કે, હવે મંત્રી બચુ ખાબડનું પત્તું કપાઈ શકે છે…

આ પણ વાંચો:

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

Dahod Mgnrega Scam:મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં કેવી રીતે થતું હતુ સમાધાન?

Gujarat માં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આજે આ વિસ્તારોમાં બોલાવશે ધડબડાટી

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

Delhi Airport:દિલ્હીમાં ફરી ભારે વરસાદથી એરપોર્ટની છત તૂટી, કરોડો રુપિયાનો ખર્ચ માથે પડ્યો

બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

બનાસકાંઠા સરહદેથી BSF એ ઘુસણખોરને ઠાર માર્યો, કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ

IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બન્યો નવો કેપ્ટન

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ

Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો

પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 2 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 3 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 6 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 8 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 5 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 10 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ