
RAJKOT: ધોરાજી(Dhoraaji) નગરપાલિકાની 36 બેઠકો માટે આગામી 16 તારીખે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ઉમેદવારો પોતાના નામાંકન ભરીને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી રહ્યા છે. ધોરાજી શહેરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મુખ્ય ત્રણ પક્ષો દ્વારા હાલમાં નામાંકન પત્ર ભરવામાં આવી રહ્યા છે.
ત્યારે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે હાલમાં કોંગ્રેસ પક્ષ તરફથી ધોરાજી નગરપાલિકા માટે તમામ 36 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે. જેના ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ગત વર્ષ 2017થી 2022 સુધી ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન રહ્યું હતું. લોકોનો વિશ્વાસ જીતી લોકોની અપેક્ષા પ્રમાણે કોંગ્રેસ પક્ષે નગરપાલિકામાં શું શાસન કરી લોકોના અને વિકાસના કામો કરેલા છે. આગામી સમયે પણ ધોરાજીના નગરજનો કોંગ્રેસ પર વિશ્વાસ રાખી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરી ફરી એક વખત નગરપાલિકામાં કોંગ્રેસને પોતાનું શાસન સોંપશે તેઓ આશાવાદ કોંગ્રેસ પ્રમુખે વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું ધોરાજી શહેરની મુખ્ય સમસ્યાઓ પૈકી સમગ્ર ધોરાજી શહેરમાં ડામર અને સિમેન્ટના રસ્તાઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા સહિત ધોરાજીમાં જનતા બાગ બનાવી લોકોને ભેટ આપી છે કોઈપણ વિસ્તાર કે જાતિ જ્ઞાતિના ભેદભાવ રાખ્યા વિના ધોરાજી કોંગ્રેસે ગત નગરપાલિકામાં સાર્વજનિક રીતે સાર્વત્રિક રૂપે વિકાસ કાર્યો કર્યા હતા. એ જ પ્રમાણે આગામી પાંચ વર્ષમાં પણ એ જ પ્રકારે કોંગ્રેસ વિકાસના કામો કરશે પ્રજાની પ્રાથમિક અને આવશ્યક સુવિધાઓ પરતવે સજાગ રહી કામ કરશે તેવું વચન આપ્યું હતું.
આ પણ વાંચોઃ Dwarka: કોંગ્રેસના નેતાઓ બેટ દ્વારકા પહોંચ્યા: ડિમોલેશન સ્થળની મુલાકાત લીધી, જુઓ શું કહ્યું?