
Rajkot Crime: ગુજરાતમાં હવે મહિલાઓ સહિત નાની બાળકીઓ પણ સુરક્ષિત રહી નથી. રાજકોટમાં ટ્યુશન જતી 15 વર્ષિય બાળકીનું અપહરણ થઈ જતાં ખળભાટ મચી ગયો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
સગીરાની માતાએ દીકરીને પડધરીનો સાહિલ ભગાડી ગયો હોવાનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે માતાએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી છે. સાહિલ તેમની ભાઈની હોટલમાં કામ કરતો હોવાનું જણાવ્યું છે અને તે ઘણી વાર ઘરે આવતો હતો જેથી તે સગીરા તેના પરિચયમાં હતી. પરિવારજનોને આશંકા છે કે સાહીલ જ દીકરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે.
માતાને શિક્ષકે ફોન કરતાં ખબર પડી
ગત 22 ફેબ્રુઆરીએ સવારના 8 વાગ્યાની આસપાસ ફરિયાદ મહિલાનો દીકરો અને દીકરી બંને ટયુશનમાં જવા નીકળ્યા હતા. ત્યારે માતાને શિક્ષકે ફોન કરી જણાવ્યું હતુ કે તમારી દીકરી ટ્યુશન આવી નથી. જેથી માતાએ તપાસ કરી હતી. જો કે દિકરી મળી ન આવતાં પ્રદ્યુમનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. માતાએ આક્ષેપ કર્યો હતો કે અજાણ્યો ઈસમ સગીર પુત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી નાસી છૂટ્યો છે.
આ પણ વાંચોઃ Anand: ચરોતરના સમૃધ્ધ ગણાતાં ધર્મજ ગામે કમળા રોગે માથુ ઉંચક્યુ, અત્યાર સુધી 91 દર્દી, શું છે લક્ષણો?
આ પણ વાંચોઃ Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકાતા સહિત અનેક શહેરો ધણધણ્યા
આ પણ વાંચોઃ Surat: વરાછામાંથી દેહવિક્રયનો પર્દાફાશ, કૂટણખાનું ચાલાવનાર મહિલાની ધરપકડ







