બળાત્કારના કેસમાં પાદરી બજિન્દર સિંહને આજીવન કેદ, પટિયાલા જેલમાં બંધ | priest Bajinder Singh

  • India
  • April 1, 2025
  • 0 Comments

 priest Bajinder Singh Rape case: પંજાબના મોહાલીના ઝીરકપુરની એક મહિલા પર બળાત્કારના કેસમાં આરોપી પાદરી બજિન્દર સિંહને મોહાલીની એક કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ પાદરીને પટિયાલા જેલમાં પૂરી દેવામાં આવ્યો છે.

ખ્રિસ્તી ધર્મના જાણિતા પાદરી બજિન્દર સિંહને આજે બળાત્કારના કેસમાં સજા ફટકારવામાં આવી છે. મોહાલીની જિલ્લા કોર્ટે બજિંદરને આજીવન કેદની સજા ફટકારી છે. તેને 3 દિવસ પહેલા મોહાલી કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. જે બાદ તેને પટિયાલા જેલમાં મોકલી ધકેલી દેવામાં આવ્યો છે.

2018માં નોંધાઈ હતી ફરિયાદ

આ કેસ 2018 માં ઝીરકપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે બજિન્દર સિંહે તેને વિદેશ લઈ જવાનું વચન આપીને લલચાવી હતી અને મોહાલીના સેક્ટર 63 સ્થિત તેના નિવાસસ્થાને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. તેણીએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ ધમકી આપી હતી કે જો તે તેની માંગણીઓ સ્વીકારશે નહીં તો તે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેશે.

આરોપી વિરુધ્ધ બીજો બળાત્કારનો કેસ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક અન્ય બળાત્કારનો કેસ 28 ફેબ્રુઆરીએ આ પાદરી વિરુધ્ધ નોંધવામાં આવ્યો હતો. કપૂરથલા પોલીસે 22 વર્ષીય મહિલાએ તેમના પર લગાવવામાં આવેલા ઉત્પીડનના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી છે. બજિન્દર સિંહે તેમના પરના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

આ પણ વાંચોઃ દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના જામીન રદ, સ્વામી વિદેશમાં છે ફરાર | Dharmaswarupdas

આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?

આ પણ વાંચોઃ jharkhand: બે માલગાડીઓ અથડતાં ઉથલી પડી, લાગી આગ

આ પણ વાંચોઃ ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાની બળાત્કારના કેસમાં ધરપકડ, 4 વર્ષ સુધી દુષ્કર્મ, ગર્ભપાત કરાવવા દબાણ કરતો! | Sanoj Mishra

Related Posts

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!
  • March 26, 2026

Strait of Hormuz: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 27મો દિવસ છે, ટ્રમ્પની યુદ્ધ વિરામની વાતો ઈરાને ગપગોળા જણાવી છે અને કહ્યુ છે કે “અમે પહેલા પણ કહી ચુક્યા છે કે…

Continue reading
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

  • March 26, 2026
  • 3 views
Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

  • March 26, 2026
  • 6 views
Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

  • March 26, 2026
  • 14 views
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 6 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 14 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 12 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો