
Rupee Hits Record Low Against Dollar: અમેરિકા સાથે હાલ પ્રવર્તી રહેલી ટેરીફ સ્થિતિ વચ્ચે ટ્રેડ ડીલ થવામાં વિલંબ તથા વેપાર ખાદ્યમાં વધારો ઉપરાંતના અન્ય પ્રતિકુળ પરિબળો પાછળ વિદેશી હુંડીયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 89.49ના નવા તળીયે પહોચ્યો હતો.
જોકે, કામકાજના અંતે તે ૮૯.૪૨ના મથાળે બંધ રહ્યો હતો. ડોલરના ભાવ રૂપિયા સામે ઝડપી 71 પૈસા વધી જતાં ડોલર સામે રૂપિયો 0.79 ટકા ગબડયો હતોે.શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વઘી જતા રૂપિયાને તૂટતો અટકાવવા માટે રિઝર્વ બેન્કના પ્રયત્નો પણ અપેક્ષા મુજબ ન રહયા અને ખૂબ ધીમા રહ્યા હોવાનું સુત્રો જણાવી રહયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડોલરના ભાવ રૂ.88.71 વાળા સવારેે રૂ.88.69ખુલી નીચામાં ભાવ રૂ.88.60સુધી ઉતર્યા બાદ ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.89ની સપાટી પાર કરી રૂ.88.49ની નવી ટોચે જઈ છેલ્લે રૂ.89.42 ઉપર બંધ રહ્યા હતા.બીજી તરફ વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટતાં ઘરઆંગણે કરન્સી બજારમાં આજે આરંભના સોદાઓમાં ડોલર સામે રૂપિયો ઉંચો રહ્યો હતો પરંતુ ત્યારબાદ શેરબજાર તૂટતાં રૂપિયો બપોર પછી ઝડપથી ગબડયો હતો. દરમિયાન, કરન્સી બજારમાં જે રીતે વાતો ચાલી રહી છે તેમાં ખાસ કરીને ઈરાનના ક્રૂડ ઓઈલના ટ્રેડના સંદર્ભમાં અમેરિકાએ ભારતની કેટલીક કંપનીઓ સામે અંકુશો લાદતાં કરન્સી બજારમાં રૂપિયામાં તીવ્ર પીછેહટ દેખાઈ હતી.
આ પૂર્વે રૂપિયામાં રૂ.૮૮.૮૦ના તળિયાના ભાવ સપ્ટેમ્બરમાં દેખાયા હતા અને આજે રૂપિયો ઝડપી તૂટી રૂ.89ના નવા તળિયાને તોડી રૂ.89.49 સુધી ઉતરી જતાં કરન્સી બજારમાં સોપો પડી ગયો.રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ હવે વધી જશે અને ફુગાવો તથા મોંઘવારી વધી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
ભારતમાં વેપાર ખાધ વધતાં તથા નિકાસમાં ઘટાડો નોંધાતાં તેની અસર પણ રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. સોનાની આયાત વધતાં તેની અસર પણ કરન્સી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરારમાં થઈ રહેલા વિલંબના પગલે પણ રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા ઘટતાં તેની અસર ડોલર પર પોઝીટીવ તથા રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી.આગળ ઉપર ડોલરના ભાવ વધુ વધી રૂ.90થઈ જવાની શક્યતા પણ જોવાઇ રહી છે.
વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ઉંચામાં 102થી 103 સુધી જવાની શક્યતા છે. દેશમાંથી ડોલરનો આઉટફલો પણ વધ્યાની ચર્ચા બજારમાં ચર્ચા હતી.ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં 100.19 થઈ 100.07 રહ્યાના અહેવાલ હતા.
દરમિયાન, રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ 11 પૈસા વધી 116.13 રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ 19 પૈસા વધી રૂ.102.45 રહ્યા હતા. જાપાનની કરન્સી 0.33 ટકા ઘટી હતી.ચીનની કરન્સી રૂપિયા સામે 0.07 ટકા ઉંચકાઈ હતી.મહત્વનું છે કે ભારતનો રૂપિયો અમેરિકાના ડોલર સામે સતત તૂટતો જાય છે પરંતુ તમને એ જાણીને નવાઇ લાગશે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો ત્યારે રૂપિયા અને અમેરિકાના ડોલરનો ભાવ એક સરખો હતો પણ આઝાદી બાદ જેમ વર્ષો વિતતા ગયા તેમ ડોલર સામે રુપિયો સતત નબળો પડતો રહયો અને આજે હવે રૂપિયો 90ને પહોંચવાની તૈયારીમાં છે જેનાથી મોંઘવારી વકરશે તેમ જાણકારોનું કહેવું છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા







