
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે( Donald Trump ) વ્હાઇટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજી દાવો કર્યો હતો કે, ભારતે રશિયામાંથી ક્રૂડની ખરીદી અટકાવી દીધી છે અને ‘મારા મિત્ર મોદી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ હવેથી નહિ ખરીદે’
જોકે ટ્રમ્પના આ દાવા પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરવી પડી છે કે, આવી કોઈ વાત ટ્રમ્પ સાથે નથી થઈ. વિદેશ મંત્રાલયે આજે ફરી એકવાર અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ છે કે, ભારત મોટાપાયે ક્રૂડ અને ગેસની આયાત કરે છે. અમારી પ્રાથમિકતા આ ભારે અસ્થિરતા ધરાવતા માર્કેટમાં ભારતીય ગ્રાહકોનું હિત ધ્યાનમાં રાખવાની છે. અમારી આયાત પોલિસી સંપૂર્ણપણે આ ઉદ્દેશ પર આધારિત છે. અમે અન્ય કોઈ પરિબળોથી પ્રભાવિત થઈ નિર્ણય લેતા નથી.
કેન્દ્ર સરકારનો આ જવાબ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના વધુ એક દાવાને ખોટો ઠેરવી દીધો છે. ભારતે અનેક વખત કહ્યું છે કે, યુરોપ પણ રશિયા પાસેથી સૌથી વધુ ગેસની ખરીદી કરે છે,તેઓએ પહેલાં તો પોતાની રશિયા સાથેની ડીલ બંધ કરવી જોઈએ અને જો તેઓ તેમ નથી કરી શકતુ તો તેને ભારત પર સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી.
આ અગાઉ પણ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે સિઝફયર તેમની મધ્યસ્થીથી થયુ હોવાનો દાવો કર્યો હતો ત્યારે પણ ભારતે ટ્રમ્પનો તે દાવો ફગાવી દીધો હતો તેમછતાં ટ્રમ્પ ભારત-પાક વચ્ચેનું યુદ્ધ પોતે અટકાવ્યું હોવાનું વારંવાર જણાવી રહયા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, અમે માર્કેટની સ્થિતિના આધારે જુદા-જુદા દેશો સાથે ડીલ કરીએ છીએ. અમેરિકા પાસેથી પણ છેલ્લા થોડા વર્ષથી ક્રૂડની ખરીદી કરી છે. આ ખરીદી છેલ્લા એક દાયકામાં ઝડપથી વધી છે. વર્તમાન વહીવટીતંત્રે પણ ભારતની સાથે ઉર્જા સંબંધોને પ્રોત્સાહન આપવા પ્રાથમિકતા આપી છે.
અગાઉ પણ અમેરિકા તથા યુરોપિયન દેશો દ્વારા ભારતના રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા ત્યારેપણ ભારતે જવાબ આપ્યો હતો કે,આવું કઈ ભારત કરશે નહીં.
મહત્વનું છે કે ટ્રમ્પને રશિયા પાસેથી તેલ ખરીદવામાં ભારત સાથે વાંધો હતો તેથી તેઓએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. જોક ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સમક્ષ આશ્ચર્યજનક દાવો કર્યો હતો કે પીએમ મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં.
ત્યારબાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલની પ્રતિક્રિયા સામે આવી છે કે આવી કોઈ ખાતરી આપવામાં આવી નથી. ભારતે વારંવાર સ્પષ્ટતા કરી છે કે તે તેના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે.
આ પણ વાંચો:
MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
Ring One: હવે ‘વીંટી’થી થઈ જશે ઓનલાઈન પેમેન્ટ, સ્માર્ટફોન, વોલેટ જૂના થયા!, જાણો કિંમત









