
Sabarkantha: આજથી દશામાના વ્રતની શરુઆત થઈ ગઈ છે. જેથી આજથી ઘરમાં દશામા પ્રતિમાની સ્થાપના થશે અને 10 દિવસ માટે તેમનું પૂજન-અર્ચન થશે.આજથી દિવાસાના દિવસે એટલે કે દર્શ અમાસના દિવસે દશામા 10 દિવસના પર્વની શરૂઆત થાય છે. ત્યારે દશામાના વ્રત શરુ થતા બજારમાં મા દશામાની મૂર્તી ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જામી છે.
તલોદ ખાતે દશામાની મૂર્તિ ખરીદવા માટે જામી ભારે ભીડ
સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે દશામાની મૂર્તિ ખરીદવા માટે જામી ભારે ભીડ જોવા મળી રહી છે. તલોદ ખાતે આવેલ બજારમા દશામાંની મૂર્તિઓની ખરીદી કરતી જોવા મળી હતી મહિલાઓ દ્રારા દશામાંની મૂર્તિ ધરે લાવી દશ દિવસ વ્રત કરે છે સવાર-સાંજ આરતી ઉતારી માને ભાવતા ભોજન જમાડી દશ દિવસ ઉપવાસ કરી વ્રત કરે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ સહિત તાલુકામા દશામાંના વ્રતનો તલોદ સહિત તાલુકામા દશામાંના વ્રતનો પ્રારંભ ત્યારે વ્રતને એકજ દિવસ પહેલા વ્રત કરતી મહિલાઓ દ્રારા તલોદ ખાતે આવેલ બજારમા દશામાં ની મૂર્તિઓની ખરીદી કરતી જોવા મળી હતી.
10 દિવસ સુધી માતાજીનું વ્રત
મહિલાઓ દ્રારા દશામાનું વ્રત રાખીને મા દશામાંની મૂર્તિની ઘરમા દશ દિવસ માટે સ્થાપણ કરી સવાર-સાંજ પૂર્જા-અર્ચના આરતી ઉતારી મા દશામાંને ભાવતા ભોજન જમાડીને વ્રત કરતી મહિલાઓ પોતે દશ દિવસ સુધી ઉપવાસ કરતી હોય છે અને દસમા દિવસે મા દશામાં ની મૂર્તિનું વાજતે ગાજતે ઢોલ નગારા સાથે તલોદ પાણીમાં વિસર્જન મુર્તિનું વિસર્જન કરે છે.
અહેવાલ: ઉમંગ રાવલ
આ પણ વાંચોઃ
Gujarat Weather: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો અપડેટ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી










