
Idar News: ઈડર, ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું ઐતિહાસિક નગર, તેના રાજવી પરિવાર અને ઈડરગઢ માટે પ્રસિદ્ધ છે. ત્યારે ઈડર શાહી પરિવારની રાજગાદીના વારસદાર તરીકે રાજકુમારી વિવેકાકુમારીજીના નામની જાહેરાત શાહી પરિવાર તરફથી કરાઈ છે. મહારાજા રાજેન્દ્રસિંહજીએ આ જહેરાત કરી છે. આ ઘટના ઈડર રજવાડાના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે પહેલીવાર એક દીકરીને રાજગાદી સોંપવામાં આવી છે.
મહારાજા રાજેન્દ્રસિંહે હયાતીમાં રાજકુમારીને રાજગાદી સોંપવાનો પ્રેરણારૂપ નિર્યય લીધો છે. રાજકુમારી વિવેકાકુમારી((Princess Viveka Kumari)) પ્રતાપ પેલેસ સહિતના ઈડર શાહી પરિવારના વારસાને સંભાળશે. રાજકુમારી વિવેકાકુમારીજી ઈડર સ્ટેટના વારસા અને સામાજિક જવાબદારીઓ નિભાવશે. રાજેન્દ્રસિંહજીએ ભારપૂર્વક જણાવ્યું કે આ નિર્ણય દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ એવા સમાજના આધુનિક વિચારને પ્રતિબિંબિત કરે છે.
રાજગાદી મળતાં શું કહ્યું?
“આજે મારા પિતાના હિંમતવાન અને દૂરંદેશી વિચારસરણીથી મારા ઘરના મહાન વારસાને આગળ ધપાવવા માટે મને પુત્રી તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને લોકો દ્વારા મળેલા ભારે હકારાત્મક પ્રતિભાવથી હું ખૂબ જ પ્રભાવિત છું. જ્યારે હું તેમના નિર્ણયથી ખૂબ જ સન્માનિત છું, ત્યારે મને તેની સાથે જોડાયેલી જવાબદારીઓ અને ફરજની ભાવનાનો અહેસાસ છે.
રાજકુમારી વિવેકાકુમારી ઈડરના પૂર્વ મહારાજા રાજેન્દ્રસિંહજી અને ગોંડલના રાજવી કુળના મહારાણી પ્રકાશકુમારીના એકમાત્ર સંતાન હવે ઇડરના રાજ્ય વારસાના ઉત્તરાધિકારી બન્યા છે. ભારતીય હિંદુ રાજાઓમાં આ પહેલીવાર મહિલાને ગાદી સોંપવાની પરંપરા શરૂ કરીને એક ઐતિહાસિક નિર્ણય છે.
રાજકુમારીનો અભ્યાસ
વિવેકાકુમારીનું શૈક્ષણિક અને સામાજિક પ્રોફાઇલ પણ એટલું જ પ્રભાવક છે. તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં શિક્ષણ લીધું છે અને યૂનાઇટેડ કિંગડમ સ્થિત એક્સેટર યુનિવર્સિટીમાં ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. સાથે તેઓ કલા પ્રત્યે પણ ઊંડો લગાવ ધરાવે છે – મુંબઈની જગપ્રસિદ્ધ જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાંથી પોટ્રેટ પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો છે.
આ પણ વાંચો:
Dwarka: TATA ના કેમિકલથી તળાવોનો નાશ, એક સમયે લોકો પાણી પીતા, આજે શું હાલત? |Part-2
Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1
UP: 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર દીપક વર્માને પોલીસે પતાવી દીધો, બાળકીની હાલત ગંભીર, જાણો
Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા
Rajsthan: આરોગ્ય મંત્રીની પત્ની રાત્રે ઊંઘ્યા પછી જગ્યા નહીં, જાણો શું થયું?
રાહુલે પોતાના જ નેતાઓને લંગડા ઘોડા કહ્યા!, હકીકતમાં Congress ને નબળી કોણ પાડી રહ્યું છે?
Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી
Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?