
sabarkantha: વડોદરા પાસેના ગંભીરા ઓવરબ્રિજ પડવાની ઘટનાને લઈને રીયાલીટી ચેકમાં દેરોલ બ્રીજ ખખડધજ જોવા મળ્યો. સાબરકાંઠા-મહેસાણાની સરહદ પર સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ પર ખાડા જોવા મળ્યા તો બંને બાજુના પેરાફીટ ના સડીયા પણ દેખાઈ રહ્યા છે.. સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ અંદાજે 65 વર્ષ પહેલા બનેલો છે જેની લંબાઈ અંદાજે 250 મીટરથી વધુ છે તો સાંકડો ઓવરબ્રિજ બે ભારે વાહન નીકળે તો ટુવ્હીલર સહિતના વાહન ચાલકોના આ ઓવરબ્રિજ પસાર કરતા ધબકારા વધી જાય છે…
સાબરકાંઠા-મહેસાણાની સરહદ પર સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ સાંકડો અને ખખડધજ વાહનચાલકો હેરાન પરેશાન બન્યા pic.twitter.com/Tu35Awc41Z
— The Gujarat Report (@TGujarat_Report) July 11, 2025
ઓવરબ્રિજ ની બંને તરફની પેરાફીટ તો તૂટી ગયેલી છે.જ્યારે ઓવરબ્રિજ પર ઉભા હોઈએ ત્યારે વાહનો પસાર થાય છે જેને લઈને ડર લાગે છે. આ ઓવરબ્રિજ અંગેની માહિતી કોઈ પણ જગ્યાએ મુકવામાં આવી નથી. ત્યારે વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે નવો ઓવરબ્રિજ બનાવવો જરૂરી છે. કારણ કે વડોદરા જેવી ઘટના નુ પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક ઓવરબ્રીજ નુ નવીનીકરણ કે સમારકામ કરવુ જરૂરી બન્યુ છે.
આ પણ વાંચોઃ
Sabarkantha: ગાંજો રાખવા અને ઉગાડવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ
Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!
Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!







