
- તલોદમાં પુલના કામમાં ભારે બેદરકારી અને સર્વિસ રોડની દયનીય દશા
- તંત્રની બેદરકારીને કારણે સામાન્ય નાગરીકોના જીવ જોખમમાં
Umang Raval । ભાજપા સરકારના રાજમાં વિકાસ હરણ ફાળ ભરી રહ્યો હોવાના ચિત્રો ઉભા કરવામાં આવે છે. જોકે, વાસ્તવિકતા એવી છે કે, રોજ જીવના જોખમે રાજ્યની પ્રજા રસ્તાઓ પર ડગલાં માંડતી જોવા મળે છે. રાજ્યમાં ઠેર ઠેર બિસ્માર માર્ગોની સમસ્યા છે. ત્યારે કહેવાતાં સંવેદનશીલ ભૂપાદાદાના રાજમાં સાબરકાંઠા જિલ્લામાં સમસ્યા ના હોય એવું તો શક્ય કેવી રીતે બને?
સાબરકાંઠા જિલ્લાના તલોદમાં પુલનું કામ ચાલી રહ્યું છે. જોકે, તંત્ર દ્વારા મંથર ગતિએ થઈ રહેલી કામગીરીને કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપેલો છે. એમાં પાછું હાલ ચોમાસાની ઋતુમાં સર્વિસ રોડ સાવ બિસ્માર થઈ ગયો છે. સર્વિસ રોડ પર ઠેર ઠેર મોટા અને ઉંડા ખાડાઓ પડ્યાં છે. જે ભાજપા સરકારની “રસ્તા છે તો ખાડા છે” સૂત્રની સફળતાની ચાડી ખાય છે. ભલે મોદી સાહેબ કહેતાં હોય કે મોદી હૈં તો મુમકીન હૈં. પણ, રાજ્યના રસ્તાઓ તો એવું જ કહી રહ્યાં છે કે, રસ્તા છે તો ખાડા છે.
તલોદમાં પુલની કામગીરી બહુ ધીમી ગતિથી ચાલી રહી છે. અને સર્વિસ રોડ પરના ખાડાઓમાં પાણી ભરાઈ જતાં હોય છે. જેને પગલે રાહદારીઓ જીવના જોખમે રસ્તો પસાર કરતાં હોય છે. અકસ્માતોનું જોખમ પણ ઘણું વધી જતું હોય છે. છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેવી સ્થાનિકોની લાગણી છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, તંત્ર આ ગંભીર સમસ્યાની સામે જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે. અધિકારીઓને સામાન્ય નાગરિકોની સુરક્ષાને કોઈ ચિંતા નથી. વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવતાં નથઈ.
સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા ઉપરાંત સ્થાનિક અગ્રણીઓની ઉદાસીનને કારણે રાહદારીઓની હાલત અત્યંત ગંભીર બની હોય તેવું સ્પષ્ટ જણાય છે. ભાજપાનો ખેસ પહેરીને માત્ર પક્ષના આદેશ પ્રમાણે જ મોં ખોલનારા અને પક્ષના આદેશ પર આંગળી ઉઠાવનારા નબળાં નેતાઓ, સ્થાનિક અધિકારીઓની સામે લાલ આંખ કરવામાં સક્ષમ નથી. ભાજપામાં માત્ર મોદી સાહેબની જ 56 ઇંચની છાતી છે. બાકીના બધાં 26 સેન્ટિમીટરના જીહજુરીયા ભાજપમાં ભેગા કરાયા હોવાથી જ પ્રજાજનોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. એવું કહેવું સ્હેજપણ ખોટું ગણાશે નહીં.
એકંદરે, સાબરકાંઠા જીલ્લાના તલોદમાં સામાન્ય નાગરીકોને પડી રહેલી હાલાકીનો સત્વરે ઉકેલ લાવવાની કોઈ રાજકીય નેતાની હીંમત આવે, કોઈ અધિકારીની આંખમાં જનહીતની ચમક આવે તેવી આશા રાખવા સિવાય કંઈ ઉપાય બચતો નથી. કારણકે, લોકોની માંગ તંત્રના બહેરા કાન સુધી પહોંચતો નથી અને વિકાસના બણગાં ફૂંકતી ભાજપા સરકાર ઉત્સવ ઉજવવામાં વ્યસ્ત છે. ત્યારે પ્રજાએ ત્રસ્ત થવું જરૂરી તો બને જ છે.
સાબરકાંઠા જિલ્લાના તલોદમાં પુલનું કામ ચાલી રહ્યું છે. જોકે, તંત્ર દ્વારા મંથર ગતિએ થઈ રહેલી કામગીરીને કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપેલો છે. એમાં પાછું હાલ ચોમાસાની ઋતુમાં સર્વિસ રોડ સાવ બિસ્માર થઈ ગયો છે. સર્વિસ રોડ પર ઠેર ઠેર મોટા અને ઉંડા ખાડાઓ પડ્યાં છે. pic.twitter.com/TJevBn0eMu
— The Gujarat Report (@TGujarat_Report) September 24, 2025
આ પણ વાંચો:
PM Modi: મોદીની માતાના અપમાનનો બદલો લેવા માત્ર બિહાર ભાજપે ઠેકો લીધો!, શું છે ચાલ?
Vadodara: યુનાઈટેડ વે ગરબામાં કાદવ-કીચડ, ખેલૈયાઓનો ભારે વિરોધ, આયોજકોએ શું કરી જાહેરાત?
Surat: બળાત્કારી આસારામની હોસ્પિટલમાં પૂજા-આરતી, લોકોએ કર્યો ભારે વિરોધ
Kolkata Heavy Rain: રસ્તાઓ પર હોડીઓ દોડી, વિસ્તારો પાણીમાં ડૂબી ગયા, વાહનવ્યવહાર ઠપ્પ








