
Sabarmati Central Jail:અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં તાજેતરમાં ઝડપાયેલા આતંકવાદી કેસના આરોપી પર ત્રણ કેદીએ હુમલો કરતા ભારે દોડધામ મચી છે.
આ ઘટના બાદ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને રાણીપ પોલીસે તપાસ શરૂ કરી છે.ગત 9 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા ISISના ત્રણ આતંકી હાલ સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ છે.
જે પૈકીના અહેમદ સૈયદને આજે અન્ય ત્રણ કેદી સાથે માથાકૂટ થતા તેઓએ અહેમદ સૈયદને માર માર્યો હોવાની વાત સામે આવી છે.કાચા કામની બેરેકમાં રહેલા ત્રણ આતંકી પૈકી અહેમદ સૈયદને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ હતી,જે બાદ ઝઘડો થતાં આ ત્રણ કેદીઓએ અહેમદ સૈયદને માર માર્યો હતો.
આ ઘટનામાં આતંકીને આંખ તેમજ મોઢાના અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. અહેમદ સૈયદનું નિવેદન નોંધીને ત્રણ અન્ય કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસે હુમલાખોરોની ઓળખ કરવાની સાથે આ હુમલો અંગત અદાવત છે કે જેલની અંદર કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે, આ મામલે તમામ સંભવિત એંગલથી તપાસ કરાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કે દેશના અન્ય કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારી કરી રહેલા ISISના ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ ગત તા.9 નવેમ્બર 2025ના રોજ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો છતો થયો હતો.
ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતો.તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હોવાનું હતો.ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ – ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનું ખુલ્યું હતું.
જેમાં આ ખતરનાક અહમદ સૈયદને ત્રણ કેદીઓએ માર માર્યો હોવાની વાત સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા








