
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શખ્સના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે 5 દિવસના જ મંજૂર કર્યા છે.
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપીને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. સરકારી વકીલે કહ્યું કે આપણે તપાસ કરવી પડશે કે શું આ કોઈ આંતરરાષ્ટ્રીય કાવતરું છે. 16 જાન્યુઆરીની રાત્રે અભિનેતા પર ઘરમાં જ હુમલો થયો હતો. બાદમાં તેને સવારે 3:00 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં કરાયો હતો.
મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સર્જરી દરમિયાન સૈફ અલી ખાનના શરીરમાંથી છરીનો ટુકડો પણ કાઢવામાં આવ્યો હતો. ડોક્ટરોએ કહ્યું હતુ કે અભિનેતા હવે ખતરામાં નથી. હુમલા દરમિયાન, છરીનો એક ટુકડો તૂટી ગયો અને તેના શરીરમાં, કરોડરજ્જુમાં ફસાઈ ગયો હતો. આ ટુકડો લગભગ અઢી ઇંચ લાંબો હતો. અભિનેતાની હાલત હાલમાં સ્થિર છે. પોલીસ આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: સૈફ પર હુમલો કરનાર પોલીસથી બચવા સમાચાર જોતો, ફોન બંધ કરી સતત બદલતો લોકેશન!
રિમાન્ડ દરમિયાન થશે આ મુદ્દાઓ પર થશે પૂછપરછ
બાંગ્લાદેશથી કેવી રીતે આવ્યો?
બાંગ્લાદેશથી આવવા પાછળનો હેતુ શું છે?
આરોપી સાથે બીજું કોણ આવ્યું?
આરોપી મુંબઈમાં કોની સાથે રહેતો?
શું આ ગુનામાં તેનો કોઈ ભાગીદાર છે?
તેને છુપાવવામાં કોણે મદદ કરી?
આરોપી સાથે બીજા કોની સંડોવણી છે?
આ પણ વાંચોઃ ભારતની સ્ટાર શૂટર Manu Bhaker પર દુઃખનો પહાડ તૂટ્યોઃ અકસ્માતમાં મામા અને નાનીનું મોત