
હવે એક દિવસ પહેલાનું કન્ટેન્ટ જાણે ખુબ જ જુનું થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે એટલી ઝડપી વિવિધ સમાચારો આવી રહ્યા છે કે એકાદ કલાકમાં જ ઘણું બધું બદલાઇ જાય છે. દેશ એટલી ઝડપી બદલાઈ રહ્યું છે કે ના પૂછો વાત… જે કાલ સુધી નવું હતું આજે તે જુનું થઈ ગયું છે.
મસ્જિદોની નીચે ખોદવું હાલ પૂરતું થોડૂ જુનું થઈ ગયું છે. હાલ થોડા સમય માટે સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ લગાવી દીધું છે. પરંતુ ચિંતા ના કરો, આ પ્રતિબંધ હંમેશા માટે નથી. પરમાનેન્ટ નથી, ટેમ્પ્રેરી છે. કેટલાક દિવસો પછી કોઈ નવો જજ આવશે, જેના મગજમાં કંઇક નવું જ આવશે, તેની સાથે ઉપરથી પણ થોડો ઇશારો આવશે અને પછી ખોદકામ ફરીથી શરૂ થઈ જશે.
આમ જોવા જઈએ તો ખોદાકામની તાતી જરૂરત છે અને તે પણ આખા દેશમાં છે. શું ખબર માન્ય સરકારજીના જુમલા અને વચનો ક્યાંક દબાઇ ગયા હોયને ખોદકામમાં નિકળી આવે તો.. ક્યાંય પંદર લાખવાળો દબાયેલો જૂમલો મળે તો ક્યાંક મોંઘવારીથી લડવાના હથિયાર દબાયેલા મળી શકવાની શક્યતાઓ ખરી… તો પાછી ક્યાંક વર્ષની બે કરોડ એટલે કે અત્યાર સુધીની બાવીસ કરોડ નોકરીઓ પણ દબાયેલી મળી શકે છે.
એક અન્ય ખોદકામ કરવાની ખુબ જ જરૂરિયાત દેખાઈ રહી છે. તેના માટે તો પૃથ્વીના પાતાળ સુધી ખોદકામ કરો તો પણ ટૂંકું પડે તેમ દેખાઇ રહ્યું છે. તે ખોદકામ માટે તો અધતન ટેકનોલોજીવાળા સાધનો હશે તો જ તે શક્ય બની શકે તેમ છે… તેના માટે તો જેબીસી, સુરંગ બનાવવાના આધુનિક મશીનો, ડ્રિલ કરવાની એડવાન્સ ટેકનોલોજી, બધાની જરૂરત પડશે, તે છતાં આપણે ચોક્કસ રીતે શકીશું નહીં કે તેનું ખોદકામ થઈ શકશે કે નહીં.
અમે કોઈ દબાયેલા પડ્યા મંદિરની વાત કરી રહ્યાં નથી, ન વાત કરવામાં આવી રહી છે કોઈ ભગવાનની મૂર્તિ અંગે. અમે તો વાત કરી રહ્યાં છીએ, આપણા પોતાના રૂપિયાની.. રૂપિયો જે આપણા દેશની ભારત સરકારની મુદ્રા છે. તે રૂપિયો સરકારજીના કાળમાં એટલો નીચે પડ્યો છે કે હવે તો તે પાતાળ લોક સુધી પહોંચી ગયો છે. તેથી તેને બહાર કાઢવા માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ મશીનો થકી ખોદકામ કરીને તેને બહાર કાઢવો રહ્યો, નહીં તો હવે તો આપણો રૂપિયો પાતાળ લોકના રહેવાસીઓના રમવા માટે જ ઉપયોગમાં આવશે તેવું લાગી રહ્યું છે…
લેટેસ્ટ વાત તો તે છે કે આપણા ગૃહમંત્રીજીએ સંસદમાં સ્વર્ગ પ્રાપ્તિનો ફોર્મ્યૂલાનો ખુલાસો કરી દીધો છે. ભલે અહીં તમારૂ જીવન મોંઘવારી-બેરોજગારીના કારણે નર્ક બની ગયું હોય પરતુ મર્યા પછી સ્વર્ગ મળે તના માટે મંત્રીજીએ રસ્તો બતાવી દીધો છે… તે પણ એક જન્મ માટે નહીં પરંતુ સાત-સાત જન્મ માટે સ્વર્ગનો રસ્તો ખોલી આપ્યો છે… ધન્ય.. ધન્ય થઇ ગઇ છે પ્રજા તો… લો બોલો.. હવે તો ભગવાનની ભક્તિથી લઈને કંઇ જ સારા કામ કરવાની જરૂરત જ નથી… મંત્રીજીએ એવો ફોર્મ્યૂલા આપી દીધો છે કે તમે શોર્ટમાં જ સીધા સ્વર્ગ ભેગા.. તે શોર્ટ કર્ટ વિશે તમને ખ્યાલ નહોય તો તમારે જાણી લેવુંં જરૂરી છો નહીં તો એલપીજી ગેસની સબસીડી કરતાં તો વધારે નુકશાન ઉઠાવવું જ પડશે…
ફોર્મ્યૂલા આપનારા આપણા મંત્રીજીને બંધારણના રચેતા એવા આંબેડરજીનું નામ લેવામાં મુશ્કેલી આવી રહી હોય તેવું લાગી રહ્યું છે… કેમ કે જ્યારે તેઓ આંબેડકર.. આંબેડકર.. આંબેડકર.. બોલી રહ્યા હતા ત્યારે તો એવું લાગી રહ્યું હતુંકે… ચલો છોડો જી.. ગૃહમંત્રી સુવર્ણ છે.. આરએસએસના છે… તેઓ આંબેડકરને સમજશે નહીં.. જ્યારે આંબેડકર બંધારણ લખી રહ્યા હતા, તેઓ મનુસ્મૃતિ પકડીને બેસ્યા હતા… જ્યારે આંબેડકર દલિતોને, અસ્પશ્યોને જીવતા જીવ નર્કમાંથી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે તેઓ મર્યા પછી સ્વર્ગ બતાવી રહ્યા હતા… જ્યારે આંબેડકર બરાબરીની પુસ્તક લખી રહ્યા હતા ત્યારે તેઓ ગેરબરાબરીની વાતો કરી રહ્યા હતા…
અને તેનાથી પણ લેટેસ્ટ વાત તે છે સ્વર્ગના ફોર્મ્યૂલા આપ્યા પછી એવી ઘટના ઘટી કે, વિરોધ પક્ષના નેતા ઉપર તો એફઆઈઆર પણ થઈ ગઈ… કેમ કે વિપક્ષના નેતાને ફોર્મ્યૂલામાં વાંધો પડ્યો હતો.. તે પછી કોઈએ પડી ભાગવાનું નાટક કર્યું તો કોઈએ ચક્કર આવવાનું બહાનુ કાઢ્યું… અને અંતે વિરોધ પક્ષના નેતા ઉપર દાખલ થઈ ગઈ એફઆઈઆર.. સરકારજીના મિત્રનું નામ લેવા પર વિરોધીઓને ક્યાં સુધી હેરાન કરવામાં આવશે તેના વિશે તો પ્રશ્ન ચિન્હ લાગેલું છે… હવે તો જનતા જ તે પ્રશ્નાર્થ ચિન્હને ઉઠાવી શકે છે.. સરકારજીને એટલું જ કહેવું થાય છે કે, તમારા મિત્ર ઉપર સંકજો મારનાર અમેરિકામાં ઉપર એફઆઈઆર કરો તો સાહેબ તમને ખરા માનવામાં આવે…. કેમ કે તેણે તો લેખિતમાં તમારા મિત્ર એવા અદાણીનું ના લીધું છે…
આ લખાઇને તમારા સુધી પહોંચે ત્યાર સુધીમાં તો ઘણું બધુ લેટેસ્ટ આવી શકે છે.. કેમ કે વર્તમાન સરકારમાં લેટેસ્ટ માટે નિવેદનથી લઈને એફઆઈઆર કરવા સુધીની સ્ક્રિપ્ટ બધુ જ તૈયાર જ હોય છે…