
Rahul Gandhi defamation case: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર સાથે સંબંધિત માનહાનિના કેસમાં એક મોટી માંગણી કરી છે. રાહુલ ગાંધીએ પુણેની ખાસ MP/MLA કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેમની સામે ચાલી રહેલા કેસમાં ‘સમરી ટ્રાયલ’ને ‘સમન્સ ટ્રાયલ’માં બદલવા માંગ કરી છે. જેથી તેઓ સાવરકર સંબંધિત ઐતિહાસિક પુરાવા અને તથ્યો રેકોર્ડ પર રજૂ કરી શકે. જોકે, સાવરકરના પરિવાર દ્વારા આ માંગનો ઉગ્ર વિરોધ કરાયો છે. રાહુલની આ માગ પર મામલો વધુ ગરમાયો છે.
રાહુલ ગાંધીએ લંડનમાં સાવરકર અંગે વિવાદસ્પદ નિવેદન આપ્યુ હતુ
સાવરકરના પૌત્ર સાત્યકી અશોક સાવરકરે રાહુલ ગાંધીની આ અરજીનો વિરોધ કર્યો છે. આ મામલો રાહુલ ગાંધીના માર્ચ 2023માં લંડનમાં આપેલા નિવેદન સાથે સંબંધિત છે, જેમાં તેમણે કથિત રીતે સાવરકર અંગે વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ સાવરકરે લખેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે કથિત રીતે એક મુસ્લિમ વ્યક્તિ પર થયેલા હુમલાને “આનંદપ્રદ” ગણાવ્યો હતો. સાત્યકિ સાવરકરે આ દાવાને નકારી કાઢ્યો હતો અને 2023 માં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હવે કોર્ટમાં દાખલ કરેલા પોતાના જવાબમાં તેમણે રાહુલ ગાંધીની અરજીને રદ કરવાની માંગ કરી છે.
મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવાનું રાહુલ ગાંધીનું કાવતરુઃ સાત્યકી સાવરકર
સાત્યકી સાવરકરે તેમના વકીલ દ્વારા દાખલ કરેલા જવાબમાં કહ્યું કે રાહુલ ગાંધી આ મામલાને બિનજરૂરી રીતે લંબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “આરોપી (રાહુલ ગાંધી) જાણી જોઈને મામલો ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સ્વતંત્રતા સંગ્રામમાં વીર સાવરકરના યોગદાન અને ઐતિહાસિક તથ્યોનો આશરો લઈને વિષય બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ મુદ્દાઓ આ કેસ સાથે સંબંધિત નથી. સાત્યકી સાવરકરે રાહુલ ગાંધીની દલીલને પણ નકારી કાઢી હતી અને વધુમાં કહ્યું કેસને બિનજરૂરી રીતે જટિલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં થયેલા રાહુલ ગાંધી પર કેસનો ઉલ્લેખ
સાત્યકી સાવરકરે પોતાના જવાબમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અગાઉ પણ દાખલ કરાયેલા અનેક માનહાનિના કેસોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ગુજરાતમાં રાહુલ ગાંધીને અગાઉ મળેલી સજાનો ઉલ્લેખ કર્યો, જેના કારણે તેમનું લોકસભા સભ્યપદ પણ અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યું હતું. સાત્યકી સાવરકરે પોતાના જવાબમાં કહ્યું, “રાહુલ ગાંધી વિરુદ્ધ ભૂતકાળમાં ઘણા માનહાનિના કેસ દાખલ થયેલા છે, જે સ્પષ્ટ કરે છે કે તેઓ એક માનહાનિ કરનાર માણસ છે.”
કોર્ટમાં આગામી સુનાવણી 19 માર્ચે
સાત્યકી સાવરકરના વકીલે કોર્ટને રાહુલ ગાંધીની અરજી ફગાવી દેવા અને કેસની સુનાવણી શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવા વિનંતી કરી છે. હવે આ કેસની આગામી સુનાવણી 19 માર્ચે પુણે કોર્ટમાં થશે.
કોર્ટે રાહુલને માનહાનિ કેસમાં હાજર રહેવાથી મુક્તિ આપેલી છે
અગાઉ મંગળવારે પુણેની અદાલતે રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા માનહાનિના કેસમાં હાજર રહેવાથી કાયમી મુક્તિ આપી હતી, કારણ કે કોંગ્રેસના નેતા ઉચ્ચ સ્તરની સુરક્ષા ભોગવે છે અને વિરોધ પક્ષના નેતા છે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીના એડવોકેટ મિલિંદ પવારે ગયા મહિને કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી જેમાં કોંગ્રેસના નેતાને હાજર રહેવાથી કાયમી મુક્તિ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Surat Fire: 1 દિવસ બાદ આગ કાબૂમાં, 500થી વધુ દુકાનો બળી ગઈ, વેપારીઓને કરોડોનું નુકસાન, કોણ જવાબદાર?
આ પણ વાંચોઃ જામગનર ACBની ટ્રેપમાં ગાંધીનગરમાંથી ASI 2 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો
આ પણ વાંચોઃ Waqf Bill 2025: કેબિનેટમાં વક્ફ બિલને મંજૂરી, સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે
આ પણ વાંચોઃ UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે