Narendramodi: ગુજરાતમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની અધોગતિ,50 ટકા બાળકોએ શાળા છોડી! જુઓ ખાસ વિશ્લેષણ

(દિલીપ પટેલ દ્વારા)

Narendramodi: ધો.10ની પરીક્ષામાં દરવર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થતાં હતા. ગણિતના પગલે અનેક વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ હતી. 3 વર્ષમાં સ્ટાન્ડર્ડ લેનારા વિદ્યાર્થીમાં 50 હજારનો ઘટાડો થયો હતો, 2022-23થી ગણિતમાં બે વિકલ્પ આપવાનું શરૂ કર્યું હતું. જે વિદ્યાર્થી ગણિત વિષય સાથે આગળનો અભ્યાસ કરવા માગતા હોય તેમના માટે ગણિત સ્ટાન્ડર્ડનો વિકલ્પ અપાયો હતો. ગણિત વગર આગળનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ગણિત બેઝિક વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ પદ્ધતિ શરૂ કરવામાં આવ્યા બાદ ધો.10ના મોટાભાગના વિદ્યાર્થીઓ ગણિત બેઝિક વિષય રાખતા હતા.

જાન્યુઆરી 2025માં ધો.10ની પરીક્ષામાં માત્ર 7.26 ટકા વિદ્યાર્થીએ જ ગણિત સ્ટાન્ડર્ડ વિષય પસંદ કર્યો હતો. 92.74 ટકા વિદ્યાર્થીઓએ ગણિત બેઝિક વિષય પસંદ કર્યો હતો. 10માં ગણિત વિષયમાં નોંધાયેલા 843006 પૈકી માત્ર 61264 વિદ્યાર્થીએ ગણિત સ્ટાન્ડર્ડ વિષય પસંદ કર્યો છે. જ્યારે બાકીના 781742 વિદ્યાર્થી ગણિત બેઝિક પસંદ કર્યું હતું. ગતવર્ષ કરતા આ વખતે ગણિત સ્ટાન્ડર્ડ પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 10322નો ઘટાડો થયો હતો.

માર્ચ- 2024માં ધો.10માં ગણિત વિષયમાં 835833 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ગણિત સ્ટાન્ડર્ડમાં 91586 એટલે કે 8.59 ટકા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 793911 વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત ભણ્યા હતા. જ્યારે 71568 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કર્યો હતો.

માર્ચ- 2023માં ધો.10માં ગણિતના 883648 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી 81954 એટલે કે 9.27 ટકા વિદ્યાર્થીઓએ ગણિત સ્ટાન્ડર્ડનો વિકલ્પ પસંદ કર્યો હતો, માર્ચ- 2022માં 781152 વિદ્યાર્થીઓમાંથી ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા માટે 110797 વિદ્યાર્થીઓ ગણિત સ્ટાન્ડર્ડ માટે નોંધાયા હતા. આમ, ગણિતના કુલ વિદ્યાર્થીના 14.18 ટકા વિદ્યાર્થીઓએ ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા આપી હતી.

અગાઉ ધોરણ 1 માટેની વય મર્યાદા 5 વર્ષ સુધીની નક્કી કરવામાં આવી હવે છ વર્ષ થઈ જૂન 2023માં પહેલા ધોરણમાં અભ્યાસ માટે પ્રવેશ લેવાની ઉંમર 6 વર્ષ કરી દેવામાં આવી છે. 2020માં જ શિક્ષણ વિભાગે આદેશ આપીને વય મર્યાદા અંગે સ્કૂલોને જાણકારી આપી હતી.14 જૂન સુધીમાં જેઓ છ વર્ષના થયા હોય તેમને જ પ્રવેશ મળ્યો હતો. તેના કારણે આ વર્ષે પહેલા ધોરણમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 3 લાખ છે, ગુજરાત શિક્ષણ વિભાગના નિર્ણયના કારણે ધોરણ 1માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખથી ઘટીને સંખ્યા માત્ર 3 લાખ થઈ હતી, 9 લાખ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ખાનગી શાળા છોડી હમણાંથી મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓમાં અભૂતપૂર્વ ધસારો થયો હતો. ઉંચી ફી અને મોંઘવારીના કારણે વાલીઓ બાળકોને સરકારી શાળામાં દાખલ કરી રહ્યાં છે,એપ્રિલ 2024માં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની 439 શાળા ગુજરાતી-હિન્દી-મરાઠી-અંગ્રેજીમાં છે.

બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા 29 હજાર હતી. ધોરણ-1માં 20130 વિદ્યાર્થીઓ હતા. જેમાં 9929 કુમાર અને 10201 કન્યા હતા,અંગ્રેજી માધ્યમમાં 1774, હિન્દી માધ્યમમાં 2935, ઉર્દુ માધ્યમમાં 1585 બાળકો હતા, ગત વર્ષ 2023ની સરખામણીએ આ વર્ષે 5500 વધુ બાળકો ભણવા આવ્યા હતા,4600 શિક્ષકો ધરાવતી 439 શાળાના 312 બિલ્ડિંગમાં 1.66 લાખ વિદ્યાર્થી શિક્ષણ લેતા હતા.

અમદાવાદમાં 81 સ્માર્ટ શાળા છે. આ ઉપરાંત સ્કૂલ ઓફ એક્સલન્સની 217 શાળા છે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાલવાટિકામાં બાળકોની સંખ્યા 9231 હતી. જેમાં 4983 કુમાર અને 4548 કન્યા છે. અંગ્રેજી માધ્યમમાં 750 બાળકો, હિન્દી માટે 1040, ઉર્દુ માટે 926 હતા.

શાળા બંધ કરો
ભણે ગુજરાત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોય, તેવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા 2025માં આદેશ અપાયો હતો,રાજ્યમાં 200થી વધુ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય રહી હતી,ગુજરાતમાં સરકારી શિક્ષણમાં ચિંતાપ્રેરક સ્થિતિ છે, ગુજરાત સરકારનું સૂત્ર‘ભણે ગુજરાત’ ખોટું પડી રહ્યું છે.

ઓગસ્ટ 2025માં કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પ્લસ અહેવાલ જાહેર થયો હતો, ગુજરાતમાં એક શિક્ષક હોય તેવી શાળાઓની સંખ્યામાં 1,182નો વધારો થયો હતો. શાળાઓની સંખ્યા વધીને 2,936 થઈ હતી,2 વર્ષ અગાઉ વિદ્યાર્થીઓની સંખ્યા 30,000 હતી, તે વધીને 1 લાખ થઈ ગઈ હતી,ગુજરાતમાં શાળાઓની સંખ્યા ઘટીને 53,355 શાળાઓ છે,શિક્ષકોની સંખ્યામાં 5,000નો ઘટાડો થયો હતો.

યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પ્લસ અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 1 થી 5 ધોરણમાં 45.67 લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા. ધોરણ 6 થી 8 માં 31.93 લાખ, ધોરણ 9 અને 10માં 17.17 લાખ અને ધોરણ 11-12માં વિદ્યાર્થીઓની સંખ્યામાં 10.82 લાખનો ઘટાડો થયો. આ આંકડાઓ વર્ષ 2024-25ના છે.

ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી સ્કૂલોની સંખ્યા બે વર્ષમાં 1182 વધીને 2936 પર પહોંચી ગઇ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટ યુનિફાઈડ ડિસ્ટ્રિક ઇન્ફર્મેશન સિસ્ટમ ઑફ એજ્યુકેશન પ્લસ (ઞઉઈંજઊ+) 2024-25 મુજબ, રાજ્યમાં 2022-23માં એક શિક્ષક વાળી સ્કૂલો 1754 હતી, જે 2024-25માં વધીને 2936 થઇ છે. આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ બે વર્ષમાં 30 હજાર વધીને 1 લાખને પાર થઇ ગઇ છે.

2024-25માં ગુજરાતની 63 સ્કૂલોમાં એક પણ વિદ્યાર્થીએ એડમિશન લીધું નહોતું, પરંતુ આ સ્કૂલોમાં 78 શિક્ષકો હતા. દેશની 7993 સ્કૂલોમાં પણ એક પણ એડમિશન થયું નહોતું, હવે 21 વિદ્યાર્થી પર એક શિક્ષક, જે પહેલા 31 પર હતા. 10 વર્ષ પહેલાં મિડલ સ્તરે એક શિક્ષક પાસે 26 વિદ્યાર્થી હતા, જે ઘટીને 17 થયા. સેકંડરી સ્તરે તે 31થી ઘટીને 21 થયા.

શાળા અને શિક્ષકોની સંખ્યા

2025 સુધીના એક વર્ષમાં રાજ્યમાં શાળાની સંખ્યા ઘટીને 53,355 હતી. આ દરમિયાન 5 હજાર શિક્ષકો પણ ઘટયા હતા. શિક્ષકોની સંખ્યા 3.89 લાખ થઇ હતી. જે 2023-24માં 3.94 લાખ પર હતી,2024-25માં રાજ્યમાં પ્રિ-પ્રાઇમરીથી લઇ ધો.12 સુધી કુલ 1.15 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

એક શિક્ષક ધરાવતી શાળા ગુજરાતમાં એક શિક્ષકવાળી સ્કૂલો 67% વધી, 2022-23માં 1754 શાળામાં 71506 વિદ્યાર્થી,2023-24માં 2462 શાળામાં 87322 વિદ્યાર્થી,2024-25માં 2936 શાળામાં 105134 વિદ્યાર્થી, 2024-25માં ગુજરાતમાં ધોરણ મુજબ વિદ્યાર્થી,ધોરણ 1થી 5માં 45.67 લાખ વિદ્યાર્થી,ધોરણ 6થી 8માં 31.93 લાખ વિદ્યાર્થી,ધોરણ 9 થી 10માં 17.17 લાખ વિદ્યાર્થી,ધોરણ 11 થી 12માં 10.82 લાખ વિદ્યાર્થી

● ડ્રોપ આઉટ

સરકાર કહે છે કે શાળા છોડી જનારાઓનું પ્રમાણ ઘટ્યું છે. પણ ધોરણ 1થી 5માં 45.67 લાખ વિદ્યાર્થીઓ હતા જે ધોરણ 11-12માં ઘટીને 10.82 લાખ થઈ ગયા હતા. તેનો મતલબ કે 34.85 લાખ વિદ્યાર્થઓ શાળા છોડી ગયા હતા. આમ 76.30 ટકા બાળકો શાળા છોડી દે છે.
સેક્ધડરી સ્તરે ડ્રોપઆઉટ 2023-24માં તે 10.9% હતો. જે 2024-25માં ઘટીને 8.2% થયો છે. મિડલ સ્તરે તે 5.2%ની સરખામણીમાં 3.5% થયો છે અને પ્રાથમિક સ્તરે, તે 3.7%થી ઘટીને 2.3% થયો છે. તેમજ પ્રાથમિક સ્તરે રીટેન્શન રેટ 2023-24માં 85.5%થી વધીને 92.4% થયો છે.

2023માં ધોરણ 6ના વિદ્યાર્થીને સામાજિક ભાગીદારી ધરાવતી ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપવાનો પ્રોજેક્ટ ગુજરાત સરકારે શરૂ કર્યો હતો. જેમાં રાજ્ય સરકાર વિદ્યાર્થી દીઠ શિક્ષણિક ખર્ચ ખાનગી શાળાઓને ચૂકવશે,એપ્રિલ 2023 પ્રમાણે રાજ્યમાં આગામી 5 વર્ષમાં 38550 શિક્ષકો નિવૃત થવાના હતા. તેની સામે રાજ્ય સરકાર સામાજિક ભાગીદારીથી શરૂ થનારી સ્કૂલમાં કરાર આધારિત 12 હજાર શિક્ષકોની ભરતી કરવાની હતી,સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ રેસિડેન્ટ સ્કૂલમાં રાજ્યમાં સરકારી શાળામાં 1 લાખ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરીને તમને નિવાસી સુવિધા સાથે ધોરણ 6 થી 12 સુધીનું મફત શિક્ષણ પૂરું પાડવાનું હતું.

શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ સુવિધા પૂરી પાડવાની હતી, જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે 1,10,000 અરજી મળી હતી. એકલવ્ય મોડેલ રેસિડેન્ટ્સ સ્કૂલ માટે 40 હજાર અરજી મળી હતી. શિક્ષણ વિભાગે 50 જ્ઞાનશક્તિ રેસિડેન્ટ સ્કૂલ માટે બજેટની ફાળવણી કરી હતી.

● પીપીપી મોડેલ

પીપીપી મોડેલથી 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ શરૂ કરવાની હતી,સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓમાં અભ્યાસ કરતા 2 લાખ જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 અભ્યાસ માટે 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ સામાજિક ભાગીદારી આધારે શરૂ કરવાની હતી.

તમામ મૂડી રોકાણ પ્રોજેકટ પાર્ટનર દ્વારા કરવાનું હતું,દરેક શાળામાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓની સંખ્યા 500 રાખવાની હતી, શિક્ષકો અને અન્ય સ્ટાફની કરાર આધારિત ભરતી કરવાની હતી,મેરીટ આધારે દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા 30 હજાર બાળકોને પ્રવેશ આપવાનું નક્કી કરાયું હતું.

●રક્ષા શક્તિ શાળા પ્રોજેક્ટ

5 હજાર તેજસ્વી વિદ્યાર્થઓ માટે ખાનગી ભાગીદારીથી 2 રક્ષા શક્તિ સ્કૂલ સ્થાપવાનું નક્કી કરાયું હતું. ભારત સરકારના રક્ષા મંત્રાલય હેઠળની સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચાલતી સૈનિક શાળાઓ જેવું શિક્ષણ આપવાનું નક્કી કરાયું હતું,રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં કરવાનું નક્કી કરાયું હતું.

● 38 હજાર શિક્ષકો નિવૃત્ત

રાજ્યમાં 5 વર્ષ 2023થી 2027-28 સુધીમાં 38550 શિક્ષકો નિવૃત થવાના છે. જેમાં ધોરણ 1 થી 5માં 25560, ધોરણ 6 થી 8માં 2292, ધોરણ 9 થી 12માં 10698 શિક્ષકો નિવૃત થશે. રાજ્ય સરકાર સામાજિક ભાગીદારીથી સ્કૂલ શરૂ કરી તેમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આગામી 7 વર્ષમાં સામાજિક ભાગીદારી ધરાવતી સ્કૂલમાં 12 હજાર શિક્ષકોની ભરતી કરવાનું નક્કી કરાયું હતું.

આ અંગે દિલીપ પટેલે કરેલુ વિસ્તુત વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Fire: રાજ્યમાં વર્ષે જીવલેણ આગમાં 2700 લોકોના મોત; કેમિકલ ઉદ્યોગો જોખમી સાબિત થઈ રહયા છે! જુઓ,ખાસ અહેવાલ
  • February 27, 2026

(દિલીપ પટેલ દ્વારા) Fire: રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓમાં અનેક લોકોના મોત થઈ રહયા છે અને વર્ષે 2700 લોકોના આગમાં દાઝી જતા મોત થઈ ગયા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે,…

Continue reading
Bar Council: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમવાર મહિલા એડવોકેટ વચ્ચે જંગ,મહિલા એડવોકેટને અન્યાયનો મામલો શુ છે? જુઓ વિડીયો
  • February 26, 2026

Bar Council: રાજયમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આગામી તા. 6 માર્ચે યોજાનાર છે જેમાં આગામી પાંચ વર્ષ માટે BCGની નવી કમિટીની રચના કરવામાં આવનાર છે ચૂંટણીમાં કુલ 103 ઉમેદવારોએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!

  • February 27, 2026
  • 4 views
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!

Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ

  • February 27, 2026
  • 4 views
Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ

Fire: રાજ્યમાં વર્ષે જીવલેણ આગમાં 2700 લોકોના મોત; કેમિકલ ઉદ્યોગો જોખમી સાબિત થઈ રહયા છે! જુઓ,ખાસ અહેવાલ

  • February 27, 2026
  • 5 views
Fire: રાજ્યમાં વર્ષે જીવલેણ આગમાં 2700 લોકોના મોત; કેમિકલ ઉદ્યોગો જોખમી સાબિત થઈ રહયા છે! જુઓ,ખાસ અહેવાલ

Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?

  • February 27, 2026
  • 13 views
Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?

Narendramodi: ગુજરાતમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની અધોગતિ,50 ટકા બાળકોએ શાળા છોડી! જુઓ ખાસ વિશ્લેષણ

  • February 27, 2026
  • 13 views
Narendramodi: ગુજરાતમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની અધોગતિ,50 ટકા બાળકોએ શાળા છોડી! જુઓ ખાસ વિશ્લેષણ

Narendramodi: PM નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત મુદ્દે વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા

  • February 27, 2026
  • 3 views
Narendramodi: PM નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત મુદ્દે વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા