ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. આ દરમિયાન સાંસદમાં ચાલી રહેલા શોર-શરાબા ઉપર વાત કરતાં તેમણે મોદી સરકાર અને અમિત શાહ વિરૂદ્ધ અનેક આક્ષેપો કર્યા હતા. આ દરમિયાન તેમણે ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર થયેલા રેપને લઈને પણ વાત કરી તો ગુજરાતમાં વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને ગુજરાત સરકારને ઘેરી હતી.
શક્તિસિંહ ગોહિલે સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, સરકારે સંસદને ચલાલવા દીધી નથી. તેમણે વધુમાં કહ્યું કે, સત્ર દરમિયાન સત્તાપક્ષે સાંસદો વચ્ચે શોર-શરાબો અને વિવાદ ઉભો કર્યો અને વિરોધ પક્ષના અવાજને દબાવવાની કોશિશ કરી છે. પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે સત્તા પક્ષે સંસદને રોકવાનો પ્રયાસ કર્યો છે. આ લોકશાહીને કલંકિત કરતી ઘટના છે.
શક્તિસિંહ ગોહિલે કહ્યું ગકે, સત્તા પક્ષે ભારતના લોકશાહીના ગૌરવ પર દાગ મૂક્યો છે. સત્તા પક્ષ સંસદ ના ચાલવા દે તેવું ક્યારેય-ક્યાંય બન્યું નથી. તેમણે કહ્યું કે, અમે અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માંગતા હતા પરંતુ સરકારે સંસદ ચાલવા દીધી નહીં. તે ઉપરાંત તેમણે રાહુલ ગાંધી ઉપર લગાવેલા આરોપો ઉપર પણ આક્ષેપ કર્યા હતા. તો બાબા સાહેબ આંબેડકર ઉપર અમિત શાહે આપેલા નિવેદન અંગે માફી માંગીને તેમના પદ ઉપરથી રાજીનામું આપવાની માંગણી કરી છે.
ગુજરાતમાં વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિ ઉપર કરી વાત
શક્તિસિંહ ગોહિલે કેન્દ્રની મોદી સરકારને ઘેર્યા પછી ગુજરાતમાં વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું હતું. શક્તિસિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અપરાધની ઘટનાઓ વધી રહી છે. તેમણે આંકડાઓ આપતા કહ્યું કે, , એક વર્ષમાં ગુજરાતમાં 159 બાળાકીઓ પર બળાત્કારની ઘટનાઓ ઘટી છે. તે ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને તેમના સંચાલન ગુનાહિત પ્રવત્તિઓ ફલી-ફૂલી રહી છે.
શક્તિસિંહ ગોહિલે સત્તા પક્ષ ઉપર આરોપ લગાવતા કહ્યું કે, દાહોદથી મહેસાણા સુધી ગુનાહિત ઘટનાઓમાં આરોપીઓ ક્યાંકને ક્યાંક ભાજપ સાથે જોડાયેલા છે. તો આ દરમિયાન તેમણે ઝગડીયામાં બાળકી ઉપર થયેલી અમાનવિય ઘટનાને લઈને સરકારને ચિંતન કરવાનું સૂચન આપ્યું હતું.
શક્તિસિંહ ગોહિલે પોલીસ વિભાગના અધિકારીઓને લઈને કહ્યું કે, ગુજરાતના સારા પોલીસ અધિકારીઓને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. આમ તેમણે કેન્દ્ર સરકારથી લઈને ગુજરાતમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓની સમસ્યાઓ ઉપર ગુજરાત સરકારનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી હતી.
નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફ્રન્સ જોઇ શકો છો..







