
Sheikh Hasina:બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણે પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને માનવતા સામે અપરાધ બદલ દોષિત ઠેરવતા મોતની સજા સંભળાવ્યા બાદ હવે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શેખ હસીનાના પ્રત્યર્પણની માગ કરી છે અને જણાવ્યું છેકે “આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયના ચુકાદામાં શેખ હસીના અને અસદુઝ્ઝમાં ખાન કમાલ દોષી સાબિત થયા હોય બંને દેશો વચ્ચેની પ્રત્યર્પણ સંધિ અનુસાર શેખ હસીનાને બાંગ્લાદેશના અધિકારીઓને સોંપી દે વા જોઈએ.
દરમિયાન, બાંગ્લાદેશની શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ બાદ ભારતના વિદેશ મંત્રાલયે શેખ હસીના અંગે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું, એક નજીકના પાડોશી તરીકે,અમે બાંગ્લાદેશના લોકોના શ્રેષ્ઠ હિત માટે પ્રતિબદ્ધ છીએ,જેમાં શાંતિ, લોકશાહી, સમાવેશકતા અને રાજકીય સ્થિરતાનો સમાવેશ થાય છે.અમે બાંગ્લાદેશના તમામ હિસ્સેદારો સાથે રચનાત્મક રીતે વાતચીત કરીશું.
જોકે,ભારતના વિદેશ મંત્રાલયે જવાબતો આપ્યો છે પણ ભારતે પોતાના નિવેદનમાં શેખ હસીનાના પ્રત્યાર્પણ અંગે કોઈ ખુલાસો કર્યો નથી,મતલબ કે બાંગ્લાદેશની પ્રત્યાર્પણ માંગના જવાબમાં શેખ હસીનાને સોંપી દેવામાં આવશે તેવો કોઈ ઉલ્લેખ કર્યો નથી.શેખ હસીના સામે ગત વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં થયેલા વિદ્રોહ દરમિયાન માનવતા વિરુદ્ધ અપરાધના આરોપો નક્કી કરવામાં આવ્યા હતા અને
ભારતમાં શરણ લઈ રહેલાં શેખ હસીનાની ગેરહાજરીમાં તેમની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો.
બીજી તરફ બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ ઢાકા કોર્ટના નિર્ણયની સખત ટીકા કરી છે અને તેને ‘પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત’ ગણાવ્યો છે.ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં થયેલા બળવા બાદથી બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો છે અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ઓગસ્ટ 2024 થી ભારતમાં છે.
જોકે,શેખ હસીનાને આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલ (ICT) દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે અપીલ કરવાનો વિકલ્પ છે, પરંતુ શરતો અત્યંત કડક છે. ICT કાયદાની કલમ 21 હેઠળ, મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારને ચુકાદાની તારીખથી 30 દિવસની અંદર ધરપકડ વહોરવી પડે અથવા કોર્ટમાં આત્મસમર્પણ કરવું પડશે. તે પછી જ આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલના નિર્ણય સામે બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગમાં અપીલ દાખલ કરી શકાય છે.
શેખ હસીનાના કિસ્સામાં, આ સમયમર્યાદા 17 ડિસેમ્બર, 2025 છે. જો તે આ તારીખ સુધીમાં બાંગ્લાદેશી કોર્ટ સમક્ષ આત્મસમર્પણ નહીં કરે અથવા ધરપકડ માટે હાજર નહીં થાય, તો અપીલ કરવાનો તેમનો કાનૂની અધિકાર આપમેળે સમાપ્ત થઈ જશે, અને મૃત્યુદંડ અંતિમ બનશે.બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટે 60 દિવસની અંદર અપીલ પર પોતાનો ચુકાદો આપવો જરૂરી છે, એટલે કે હસીનાના કિસ્સામાં, આ સમયમર્યાદા 15 ફેબ્રુઆરી, 2026 સુધી હોઈ શકે છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






