
Singer Zubin Garg Death: પ્રખ્યાત બોલિવૂડ ગાયક જુબિન ગર્ગના મૃત્યુના સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે તેનું દુર્ઘટનામાં મોત થઈ ગયુ. આનંદ અને સાહસ માટે સમુદ્રમાં જનારા આ ગાયક માટે આ ઘટના એક દુઃસ્વપ્ન બની ગઈ.
We are deeply saddened by the untimely demise of phenomenal singer and composer, Zubeen Garg.
A renowned cultural icon of Assam, his soulful music touched millions and will continue to inspire generations to come.
Our heartfelt condolences to his family, friends and admirers… pic.twitter.com/KVCxaIk81W
— Congress (@INCIndia) September 19, 2025
અહેવાલો અનુસાર સિંગાપોર પોલીસે ગાયકને સમુદ્રમાંથી બચાવી અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. વ્યાપક સારવાર અને તબીબી સંભાળ છતાં જીવ ના બચ્યો. ગાયક જુબિન 52 વર્ષનો હતો.
સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયેલી ઇજાઓને કારણે મોત
એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયેલી ઇજાઓને કારણે તેનું મૃત્યુ થયું હતું. જુબિન 20 સપ્ટેમ્બરના રોજ નોર્થઇસ્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સિંગાપોરમાં ગયો હતો. જ્યાં તેનું પ્રદર્શન થવાનું હતું. તેના મૃત્યુના સમાચારથી પરિવાર અને ચાહકોને ભારે આઘાત લાગ્યો છે.
1995માં બોલિવૂડમાં કામ કરવા માટે મુંબઈ આવ્યો હતો
આ આસામી કલાકારના દુ:ખદ સમાચારથી દુનિયાભરના ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. 1995માં, ગર્ગ બોલિવૂડમાં કામ કરવા માટે મુંબઈ ગયો, જ્યાં તેણે પહેલું ઇન્ડી પોપ સિંગલ “ચાંદની રાત” રજૂ કર્યું. બાદમાં તેણે ઘણા હિન્દી આલ્બમ અને રિમિક્સ રેકોર્ડ કર્યા, જેમાં “ચંદા”, “જલવા”, “યે કભી”, “જાદૂ”, “સ્પર્શ”નો સમાવેશ થાય છે. તેણે “ગદ્દર”, “દિલ સે”, “ડોલી સજા કે રખના”, “ફિઝા”, અને “કાંતે” જેવી ફિલ્મો માટે પણ ગાયું.
સૌથી મોટો બ્રેક ફિલ્મ ‘ગેંગસ્ટર’ થી મળ્યો
નોંધનીય છે કે બોલિવૂડમાં તેમનો સૌથી મોટો બ્રેક ફિલ્મ ” ગેંગસ્ટર ” થી આવ્યો, જ્યાં તેમણે “યા અલી” ગીત ગાયું હતું. જુબિને આસામી, હિન્દી, બંગાળી, કન્નડ, ઉડિયા, તમિલ, તેલુગુ, પંજાબી, નેપાળી, મરાઠી અને મલયાલમ ફિલ્મોમાં પણ ગાયું છે. તેમનો જન્મ આસામના જોરહાટમાં થયો હતો. જુબિન ગર્ગને આસામ અને પશ્ચિમ બંગાળમાં રોકસ્ટાર માનવામાં આવે છે.
સ્કુબા ડાઇવિંગ એટલે શું?
સ્કુબા ડાઇવિંગ એ એક એવી પ્રવૃત્તિ છે જેમાં વ્યક્તિ ખાસ સાધનોનો ઉપયોગ કરીને પાણીની અંદર શ્વાસ લેવા અને તરવા માટે ડૂબકી મારે છે. આ સાધનોમાં સામાન્ય રીતે ઑક્સિજન ટેન્ક, રેગ્યુલેટર, માસ્ક, ફિન્સ અને અન્ય સુરક્ષા સાધનોનો સમાવેશ થાય છે. “સ્કુબા” શબ્દનો અર્થ છે Self-Contained Underwater Breathing Apparatus, જેનો ઉપયોગ ડાઇવરને લાંબા સમય સુધી પાણીની અંદર રહેવા માટે ઑક્સિજન પૂરો પાડે છે. સ્કુબા ડાઇવિંગનો હેતુ સામાન્ય રીતે સમુદ્રની ઊંડાઈઓ, કોરલ રીફ્સ, જળચર જીવો અને અન્ય પાણીની અંદરની સુંદરતાને અનુભવવાનો હોય છે. તે સાહસિક રમત તરીકે લોકપ્રિય છે અને તે માટે યોગ્ય તાલીમ અને પ્રમાણપત્ર (જેમ કે PADI અથવા SSI) જરૂરી હોય છે.
આ પણ વાંચો:










