
Smart City Mission: PM નરેન્દ્ર મોદીએ 2015માં સ્માર્ટ સિટી બનાવવની શરુઆત કરી હતી. તેમણે સ્વપ્ન જોયું હતુ કે 100 શહેરોને આધુનિક, ટકાઉ અને ટેક્નોલોજી આધારિત બનાવીશ. આ મિશન માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું હતું. પરંતુ 2025માં 10 વર્ષ થવા આવ્યા છતાં મોદીનું સ્વપ્ન અધૂરું રહ્યું છે. માત્ર 16-20 શહેરોમાં જ નોંધપાત્ર કામ થયું છે, જેમાં પણ અમદાવાદ, સુરત જેવા શહેરો આગળ છે. ઘણા શહેરોમાં ફંડનો ઉપયોગ થયો નથી, પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે અને સમયમર્યાદા વધારવી પડી છે. આની પાછળ નબળું આયોજન, ભ્રષ્ટાચાર અને સ્થાનિક સહકારનો અભાવ જવાબદાર માનવામાં આવે છે.
વડોદરા શહેરને સ્માર્ટ સિટી મિશન હેઠળ વિકસાવવાનું કામ 2016માં શરૂ થયું હતું. આ પ્રોજેક્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠો, ટ્રાફિક વ્યવસ્થા અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં સુધારા કરવાનું આયોજન હતું. જોકે, 2025 સુધીમાં પ્રગતિ મિશ્ર રહી છે. કેટલાક પ્રોજેક્ટ્સ જેમ કે રોડ નેટવર્ક, સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ અને બસ સર્વિસમાં સુધારો થયો છે, પરંતુ પાણીની સમસ્યાઓ (જેમ કે લીકેજ અને પૂર), ગંદકી અને અધૂરા પ્રોજેક્ટ્સની ફરિયાદો હજુ પણ ચાલુ છે. ઉદાહરણ તરીકે, તાજેતરમાં વડસર GIDC રોડ પર પાણીનું લીકેજ થયું, જેનાથી શેરીઓ ભીંજાઈ ગઈ અને પીવાનું પાણી વેડફાયું. આવી ઘટનાઓથી “સ્માર્ટ” ટેગ પર સવાલો ઉઠે છે. જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં.
આ પણ વાંચોઃ PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત, યુનુસે શું આપ્યું હતુ નિવેદન?
આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જવાનો સમય નક્કી કર્યો
આ પણ વાંચોઃ પીઢ અભિનેતા મનોજ કુમારે 87 વર્ષે દુનિયાને કર્યું અલવિદા, રાજકીય સંબંધો કેવા હતા?| Manoj Kumar
આ પણ વાંચોઃ UP: CM યોગીના કાર્યાલય બહાર મહિલા પોતાની જાતને આગ લગાડી!