
ગુજરાત(Gujarat)માં વારંવાર પોલીસનો ડર રહ્યો ન તેમ તસ્કરો બેફામ બન્યા છે. વારંવાર ચોરી (robbery)ની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં ન્યાયાધીશ અને પોલીસ કર્મચારીના ઘરે જ ચોરીની ઘટના બની છે. ધોળકા અને ધંધુકામાં ચોર શખ્સોએ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
ધંધુકામાં રહેતા ધોલેરાના પ્રિન્સિપાલ સિવિલ જજના બંગલામાં ચોરી થઈ છે. બીજી તરફ ધોળકામાં રહેતા સુરતના PSIના ઘરે પણ ચોરી થઈ છે. બંને મકાનમાંથી તસ્કરો આશરે 9 તોલાના સોનાના ઘરેણાં સહિત મુદ્દામાલ ચોરી ગયાના અહેવાલ છે. ધોળકામાં રહેતા સુરતના PSIના ઘરે પણ ચોરી થઈ હોવાની વિગતો છે. PSI પ્રભુ કોટવાળના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ અને તેમાંથી સોના-ચાંદીના ઘરેણા સહિતની ચોરી કરી છે.
જજના બંગલાને પણ નિશાને બનાવ્યો
તસ્કરો એટલા સાતિર હોય છે કે જજના બંગલાને પણ છોડતાં નથી. ધોલેરાના પ્રિન્સિપાલ સિવિલ જજના બંગલામાં પણ ચોરીની ઘટના બની છે. તેમના મકાનમાં તસ્કરોએ ગત રાત્રે જાન્યુઆરીની મોડી રાત્રે ચોરીને ઘટનાને અંજામ આપ્યો હતો. એક તરફ 26મી જાન્યુઆરીની તૈયારીઓ થઈ રહી હતી, ત્યારે જિલ્લા તંત્રની આખી પોલીસ ત્યાં ધંધુકા ખાતે હતી. તેમ છતાં જજના ઘરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે. કે કેટલી વસ્તુની ચોરી થઇ છે? કેવા પ્રકારે ચોરી કરવામાં આવી છે તેને લઈ હાલ પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.