સોશિયલ મીડિયાના કારણે બાળકોની ઘટી રહી છે યાદશક્તિ; વધી રહ્યાં છે ગંભીર રોગ

  • Others
  • February 11, 2025
  • 0 Comments
  • સોશિયલ મીડિયાના (Social Media) કારણે બાળકોની ઘટી રહી છે યાદશક્તિ; વધી રહ્યા છે રોગો

વિચારો કે જ્યારે તમે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અથવા એક્સ ખોલો છો તો તમારા સામે ચેતવણી લખાઈને આવે કે- આનો ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

જેવી રીતે સિગરેટના પેકેટ, દારૂની બોટલ અથવા તમાકુંના પેકેટ ઉપર લખેલી આવે છે. આ ખરેખર મજાક નથી. વિશ્વભરની અનેક સાયન્સ સ્ટડીઝ હવે આ વાતને લઈને ખુબ જ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.

ભારતીય મૂળના ડોક્ટર વિવેક મૂર્તિ અમેરિકામાં ઓબામા અને બાઈડેન સરકારમાં યૂએસ સર્જન જનરલ રહ્યા છે. વિવેક મૂર્તિએ પોતાના કાર્યકાળમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે-સાથે માનસિક સ્વાસ્થ્ય પર ભાર મૂક્યો હતો. હાલમાં તેઓ સોશિયલ મીડિયાના વિરૂદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જેવી રીતે દારૂ અને સિગરેટ પર લખ્યું છે કે તે સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. તેવી જ રીતે સોશિયલ મીડિયા એપ્સ પર ચેતવણી લખવી જોઈએ કેમ કે આ આપણા શરીર અને મગજન દારૂ-સિગરેટની જેમ જ નુકશાન પહોંચાડી રહ્યું છે.

પાછલા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે અન્ય દેશો પણ સોશિયલ મીડિયાને લઈને કડક કાયદાઓ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

કારણ તે છે કે, સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ લોકોના બ્રેન વાયરિંગને ખરાબ કરી રહ્યા છે. આનો સૌથી વધારે નુકશાન બાળકો અને કિશોરોના બ્રેન ડેવલપમેન્ટ પર પડી રહ્યો છે. અમેરિકન સાઈકોલોજીકલ એસોસિએશનના ચીફ સાયન્સ ઓફિસર મિચ પ્રિન્સ્ટીન અનુસાર, બાળકો દરેક નાની-મોટી ખુશી માટે સોશિયલ મીડિયા પર નિર્ભર થઈ રહ્યા છે. આનાથી ડિપ્રેશન અને ચિંતાના કેસો પણ વધી રહ્યા છે.

આ પણ વાંચો-જમ્મુ કાશ્મીરમાં બોમ્બ બ્લાસ્ટ; બે ભારતીય જવાન શહીદ એક ગંભીર ઈજાગ્રસ્ત

તેથી આજે આપણે જાણીશું કે સોશિયલ મીડિયાથી બ્રેન કેવી રીતે પ્રભાવિત થઈ રહ્યું છે, તે ઉપરાંત જાણીશું કે-

આનાથી બાળકોની ઈમોશનલ હેલ્થ પર શું અસર થશે?
સોશિયલ મીડિયાની આદત છોડાવવાની રીતો શું છે?
સોશિયલ મીડિયાથી ખરાબ થયેલા બ્રેન ફન્શનિંગમાં સુધારો કેવી રીતે કરવો?

બાળકોની ઈમોશનલ હેલ્થ કેવી રીતે થઈ રહી છે પ્રભાવિત ?

રિસર્ચ ફર્મ રેડસિયર અનુસાર ભારતીય યૂઝર્સ પ્રતિદિવસ સરેરાશ 7.3 કલાક પોતાના સ્માર્ટફોનની સ્ક્રિન પર ગાળે છે. આમાં તેઓ સૌથી વધારે સમય સોશિયલ મીડિયા પર પસાર કરે છે. આમાં બાળકો અને કિશોરોની સંખ્યા વધારે છે. તેથી સૌથી વધારે નુકશાન પણ તેમણે જ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના વધારે ઉપયોગથી તેમની ઈમોશનલ હેલ્થ ખરાબ થઈ રહી છે.

સોશિયલ મીડિયાથી નબળી થઈ રહી છે યાદશક્તિ

નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનની એક સ્ટડી અનુસાર,સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેવાના કારણે લોકોની ઊંઘ પૂરી થઈ રહી નથી. આનાથી તેમની મેન્ટલ હેલ્થ પર ખુબ જ ખરાબ અસર પડી રહી છે. તેથી તેમની યાદશક્તિ નબળી થઈ રહી છે અને ચિંતા, ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે.

ઘટી રહ્યો છે અટેન્શન સ્પેન

એટેન્શન સ્પેનનો અર્થ તે છે કે તમે વિચલિત થયા વગર કોઈ કામમાં કેટલો સમય સુધી ધ્યાન લગાવી શકો છો. યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ઈરવિનની એક સ્ટડી અનુસાર માણસોની સરેરાશ એટેન્શન સ્પૈન પાછલા 20 વર્ષોમાં 2.5 મીનિટથી ઘટીને 47 સેકન્ડ પર પહોંચી ગઈ છે. આના પાછળ સોશિયલ મીડિયાની લત મોટું કારણ છે. અટેન્શન સ્પૈન ઘટવા પર શું લક્ષ્ણ દેખાય છે. તે નીચે મુજબ છે.

મગજમાં સતત એક ઉત્તેજના રહે છે
વારંવાર સોશિયલ મીડિયા પર લાઈક, કોમેન્ટ ચેક કરે છે
કામ માટે ફોન હાથમાં લો છો પરંતુ સોશિયલ મીડિયા ખોલી લો છો
સોશિયલ મીડિયા પર દરેક માન્યતા તપાસવી જરૂરી લાગે છે

આ પણ વાંચો-ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટેનો નિર્દેશ- EVM ડેટા ડિલીટ ન કરો: EVM વેરિફિકેશન પોલીસીની માંગ ઉપર સુનાવણી

સોશિયલ મીડિયાની લત કેવી રીતે છોડાવવી ?

મનોચિકિત્સક ડો. કૃષ્ણા મિશ્રા અનુસાર, કોઈ ખરાબ આદત છોડવાની સૌથી સારી રીત તે છે કે તેની જગ્યાએ અન્ય કોઈ સારી આદત અપનાવી લેવી જોઈએ. આનાથી તમારા પાસે એટલો સમય હશે જ નહીં કે તમારૂ મગજ ખરાબ આદત તરફ જઈ શકે. સોશિયલ મીડિયાની લત છોડવા માટે તમે બીજું શું-શું કરી શકો છો. જે નીચે અનુસાર છે.

રોચક સ્ટોરી, ઉપન્યાસ, અથવા અન્ય જ્ઞાનસભર પુસ્તકો વાંચવી
કોઈ નવો મ્યૂઝિક ઈન્સ્ટ્રૂમેન્ટ અથવા ડાન્સ શીખી શકો છો
ઓનલાઈન અથવા ઓફલાઈન રીતે અન્ય ભાષા શીખી શકો છો
ક્રિકેટ અથવા બેડમિન્ટન જેવી આઉટડોર રમત રમી શકો છો
જો તમે ઘરે હોવ તો લૂડો અથવા ચેસ રમી શકો છો
કૂકિંગનો શોખ હોય તો કોઈ નવી ડિશ બનાવતા શીખી શકો છો

કેવી રીતે સુધરશે બ્રેન ફંક્શનિંગ?

ડો. કૃષ્ણા મિશ્રા કહે છે કે, જો કોઈ ખુબ જ લાંબા સમય સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યો છે તો તેની મગજનું કાર્યખરાબ થઈ જાય છે. આમાં સુધાર માટે ખુબ જ મહેનત કરવી પડી શકે છે. જોકે, આ અચાનક એક દિવસમાં કોઈ દવા ખાઈને ઠિક થશે નહીં. આના માટે લાઈફસ્ટાઈલમાં અનેક જરૂરી ફેરફાર કરવા પડશે. સૌથી પહેલા તો સોશિયલ મીડિયા ઉપયોગ કરવાનો સમય નિર્ધારિત કરવો પડશે. એક દિવસમાં નક્કી કરેલા સમયથી વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશો નહીં. તે પછી પોતાનું કામ કોઈ ક્રિએટિવ કામમાં લગાવવું જોઈએ. તે ઉપરાંત અન્ય શું ફેરફાર કરવો પડશે. નીચે મુજબના કાર્ય કરવા પડશે.

સોશિયલ મીડિયા ઉપયોગનો સમય નિર્ધારિત કરો
સતત વધારેમાં વધારે 10 મીનિટથી વધારે સમય વિતાવો નહીં
સ્કેચિંગ, પેન્ટિંગ જેવી ક્રિએટિવ એક્ટિવિટી વધારો
પોતાના જરૂરી કામનો પહેલા પ્રધાન્યતા આપો
જો સ્ક્રિન ઉપર કામ કરો છો તો નિયમિત બ્રેક લેતા રહો
રોજ 8 કલાકની ક્વોલિટીની ઊંઘ જરૂરી છે

આ પણ વાંચો-વડોદરા: વોર્ડ અધિકારીને થાપ મારવાના 9 વર્ષ જૂના કેસમાં ભાજપના પૂર્વ મેયરને 6 મહિનાની સજા

  • Related Posts

    plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
    • July 5, 2025

    plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

    Continue reading
    Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા
    • June 16, 2025

    Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

    • August 7, 2025
    • 3 views
    Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    • August 7, 2025
    • 4 views
    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

    • August 7, 2025
    • 9 views
    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

    • August 7, 2025
    • 13 views
    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

    Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

    • August 7, 2025
    • 19 views
    Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

    Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

    • August 7, 2025
    • 39 views
    Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના